SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ પ્રયોગો કેટલીક વખત મુદ્રિત પ્રતમાં જુદા રૂપમાં હતા જેનો પ્રબોધગત પ્રક્રિયા સાથે મેળ બેસતો ન હતો. આવાં સ્થાનોએ તાડપત્ર પ્રતિએ સાચા પાઠ પૂરા પાડ્યા છે. મૂળ સૂત્રોમાં પણ આવશ્યક સુધારા આ પ્રતના આધારે શક્ય બન્યા છે. મુદ્રિત પ્રતથી જુદા પડતા આ તમામ સ્થાનોએ મુદ્રિત પાઠ મુ. સંજ્ઞાથી અને તાડપત્રીય પાઠ તા. સંજ્ઞાથી ટિપ્પણમાં નોંધ્યો છે. આ તાડપત્રીય પ્રતિગત ટિપ્પણોમાંથી અમુક ટિપ્પણો પણ તટિ. સંજ્ઞાથી અત્રે નોંધી છે, ખાસ કરીને તે ટિપ્પણો કે જેમાં પ્રબોધમાં ગૃહીત પ્રયોગો વિશે મહત્ત્વપૂર્ણ સૂચના છે કે પ્રક્રિયામાં ભેદ (મુખ્યતઃ અપભ્રંશ ભાષામાં) છે. પ્રબોધમાં જે પ્રયોગો નોંધાયા જ નથી તે પ્રયોગો પરની અમુક ટિપ્પણો મૂલ્યવાન હોવા છતાં અત્રે નોધવાનું શક્ય નથી બન્યું. તેમજ કેટલાંક સ્થાને મુદ્રિત પાઠ અશુદ્ધ હોવાનું અને તાડપત્રીય પ્રતના આધારે તેમાં સુધારો શક્ય હોવાનું જણાયા છતાં, પ્રબોધમાં એ પ્રયોગોનું ગ્રહણ જ ન હોવાથી, તેમનો નિર્દેશ શક્ય નથી બન્યો. આથી ભવિષ્યમાં તાડપત્રીય પ્રતગત બધી જ ટિપ્પણો સાથેની સિદ્ધહેમપ્રાકૃત વ્યાકરણની શુદ્ધ વાચના તૈયાર કરવાનું મન છે. પ્રાકતપ્રબોધની ઉપયોગમાં લીધેલી પ્રતોમાં લેખનશૈલી અને આંતરિક સ્વરૂપના આધારે ના. પ્રત વધુ પ્રાચીન જણાઈ છે. તેથી તેના જ પાઠોને વધુ મહત્ત્વ આપ્યું છે. પ્રતોમાં એક જ સૂત્રનો નિર્દેશ અનેકવિધ રીતે થાય છે (જેમ કે વનતપવાં પ્રાયો નુ આ સૂત્ર તિ, વગેતિ, 70, વિનેત્યનેન જેવા ૧૫-૨૦ વિકલ્પોથી નિર્દેશાય છે.) અને કોઈપણ પ્રતમાં કોઈ ચોક્કસ નિયમ નથી. આ સંજોગોમાં જે સ્થળે . પ્રતમાં જેવો નિર્દેશ હતો તેવો જ નિશ સ્વીકારી લીધો છે. રૂતિ વર્તુળ, છારણ્ય નુ, વિર્ય નુ વ. સ્થળે પણ આ જ પદ્ધતિ અપનાવી છે. આવા સ્થળોએ પાઠાંતર નોંધવાના ન હોય તે સમજી શકાય તેમ છે. . અને ઉ. પ્રતમાં જે ઉદાહરણો વધારે સંગૃહીત થયાં છે અથવા તો પ્રક્રિયામાં જે સૂત્રો ઉમેરાયાં છે તે મૂળવાચનામાં જ સમાવી લીધાં છે. ૨g. પ્રતમાંની ટિપ્પણો પણ રટિ, નિર્દેશ સાથે ટિપ્પણીમાં નોંધી છે. - પ્રબોધમાં સૂત્રની વૃત્તિગત પ્રયોગોની પ્રક્રિયા દર્શાવતા પહેલાં એ સૂત્રનો પ્રતીકાત્મક નિર્દેશ થાય છે. જેમ કે તીર્ષo // અન્તર્વેદ્રિ ! અત્રે પ્રતીકના બદલે આખું સૂત્ર જ મૂકવામાં આવ્યું છે. વળી જે સૂત્રના કોઈપણ પ્રયોગની પ્રક્રિયા પ્રબોધમાં ન હોય તો એ સૂત્રનો પ્રતીકાત્મક નિર્દેશ પણ પ્રબોધમાં નથી હોતો. અત્રે સૂત્રપાઠ અખંડ રહે તે હેતુથી અને વિદ્યાર્થીઓને એ સૂત્રની પણ અન્ય કોઈ પ્રયોગમાં જરૂર પડશે તે વિચારથી તેવાં સૂત્રો પણ સંપૂર્ણ રૂપમાં આપ્યાં છે. પ્રક્રિયા દરમિયાન પ્રાકૃત વ્યાકરણના દરેક સૂત્રનો પ્રથમાક્ષર અને સંસ્કૃત વ્યાકરણના સૂત્રના પ્રથમ બે અક્ષર ઘાટા કર્યા છે.
SR No.009890
Book TitlePrakrit Prabodh
Original Sutra AuthorN/A
AuthorNarchandrasuri, Diptipragnashreeji
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2012
Total Pages224
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy