SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ VIII - - કર્યો. ઘણે ઠેકાણે કલ્પનાશક્તિથી જ અક્ષરો, પદો કે પાઠ ઉમેરવાના થાય; તો કેટલાંય સ્થાને અન્ય ગ્રંથોની મદદ લઈને શુદ્ધિ તથા પૂર્તિ થાય; આમ કાર્ય થયું. અલબત્ત, આ કામ ગ્રંથની વાચનાના પુનર્ઘટન - Reconstruction પ્રકારનું ગણી શકાય; અને તે કરવામાં ક્ષતિ ન થઈ હોય કે ખામી ન રહી ગઈ હોય તેવું તો કેમ બને ? છતાં પ્રયત્ન એકંદરે શક્ય એટલું શુદ્ધ કરવાનો રહ્યો છે એટલું જ કહી શકાય. આ પ્રયાસ કેટલો સફળ થયો છે, તે તો વિદ્વાનો જ, આ ગ્રંથ જોયા પછી, કહી શકે. આ કાર્ય ચાલુ હતું ત્યારે, હઠીસિંહની વાડીના ઉપાશ્રયમાં પૂજ્યપાદ ગુરુભગવંત શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનું પણ સાન્નિધ્ય મળેલું. તેઓને આ ગ્રંથ વિષે થઈ રહેલા કાર્યની જાણ થતાં તેઓએ આમાં ઊંડો રસ દાખવ્યો; અને મુનિ કલ્યાણકીર્તિવિજયજીની સાથે આના વિષે લગભગ રોજ ચર્ચા કરીને, આ ગ્રંથમાં આવતી કથાઓ તથા નવી નવી વાતો વિષે જિજ્ઞાસાપૂર્વક જાણકારી મેળવતાં રહીને તેમને ઘણું ઘણું પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું, જે તેમના માટે જીવનના એક અવિસ્મરણીય સંસ્મરણરૂપ બની રહે તેમ છે. મને લાગે છે કે પૂજ્ય ગુરુભગવંતના આ રીતે મળી ગયેલા આશીર્વાદથી જ તેમનું આ સંપાદનકાર્ય સરળ બની શક્યું છે. આ ગ્રંથ તે હીવતીના પ્રથમ ભાગનો પ્રથમ ખંડ છે. પ્રથમ ભાગનો દ્વિતીય ખંડ હજી તૈયાર કરવાનો છે, તે હવે થશે. આ ગ્રંથનો દ્વિતીય ભાગ અનુપલબ્ધ છે. દુર્દેવ કેવું વિષમ છે કે આના બીજા વિભાગની પ્રતિ ક્યાંય નથી; ક્યાંય ઉપલબ્ધ નથી ! એ મળ્યો હોત, અથવા મળે, તો તેના કર્તા વિષે, તેના રચનાકાળ વિષે અવશ્ય નિશ્ચય થઈ શકે; અનેક સંદેહોનો છેદ ઊડી જાય. - અત્યારે તો ડૉ. ઢાંકીસાહેબે કરેલા અનુમાન અનુસાર આ ગ્રંથને દશમા સૈકા આસપાસની રચના માનીને ચાલવું વધુ સમુચિત લાગે છે. કોઈ ચોક્કસ પ્રમાણો ઉપલબ્ધ થાય ત્યારે નિ:સંદેહ નિશ્ચય ઉપર આવી શકાય. આ પ્રકાશન કરતી વેળાએ બે નામ મનમાં સતત ઊગ્યાં કર્યા છે, તે નામો સાથે આ નિવેદન આટોપું : પરમપૂજ્ય સિદ્ધાન્ત મહોદધિ આચાર્યશ્રીવિજયકસૂરસૂરીશ્વરજી મહારાજ તથા આદરણીય ડૉ. હરિવલ્લભ ભાયાણી. એ બન્ને મનીષીઓની ઉત્કટ અભિલાષા આજે સાર્થક થાય છે તેનો આનંદ અમને સહુને પણ અપાર છે, અનેરો છે. મુનિ કલ્યાણકીર્તિવિજયજીના હાથે આનો બીજો ખંડ શીધ્ર તૈયાર થાય, અને આવાં શોધ-સંપાદન-હૃતોપાસનાનાં વિવિધ અનેક કાર્યો તેમના હાથે થતાં રહે, અને તે દ્વારા ચિત્તની શુદ્ધિ, સ્થિરતા તથા સ્વસ્થતાનું સંવર્ધન કરતાં કરતાં સંયમજીવનનો યથાર્થ આસ્વાદ તેઓ પામે તેવી શુભકામના સાથે પૂજયપાદ ગુરુભગવંતશ્રીના શુભાશીર્વાદ તેમના પર સદૈવ વરસતા રહો તેવી પ્રાર્થના સાથે. શ્રાવણી પૂર્ણિમા સં. ૨૦૬૮ ભાવનગર - શીલચન્દ્રવિજય
SR No.009889
Book TitleKahavali Pratham Paricched Pratham Khand
Original Sutra AuthorN/A
AuthorKalyankirtivijay
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2012
Total Pages469
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy