SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ XXXI ભારતમાં રચાયેલ અનેક જૂની શ્વેતામ્બર ગ્રન્થ-પ્રશસ્તિઓ તેમ જ અભિલેખો જોઈ વળતાં તેમાં તો ભદ્રેશ્વરાચાર્યના નામથી શરૂ થયેલો કોઈ ગચ્છ નજરે પડતો નથી; પણ મથુરા, કે જયાંના સુવિદ્યુત જૈન સ્તૂપના દર્શને પશ્ચિમ ભારતના શ્વેતામ્બર મુનિવરો મધ્યકાળ સુધી તો જતા આવતા અને પ્રતિમા–પ્રતિષ્ઠાઓ પણ કરાવતા, ત્યાંથી એક અતિ ખંડિત, પણ સદ્ભાગ્યે સાલ જાળવતા, પ્રતિમા–લેખમાં સં. ૨૨૦૪ શ્રીમદ્દેશ્વર/વાર્ય છે મહિત... એટલો, પણ મહત્ત્વપૂર્ણ, ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ લેખ પરથી સિદ્ધ થાય છે કે ઈ.સ. ૧૮૪૮માં ‘ભદ્રેશ્વરાચાર્ય-ગચ્છ' વિદ્યમાન હતો અને તે પ્રસ્તુત મિતિ પૂર્વે સ્થપાઈ ચૂકેલો. આ ‘ભદ્રેશ્વરાચાર્ય ગચ્છ” ઉપર ચર્ચિત વર્ધમાન સૂરિના પૂર્વજ ભદ્રેશ્વરસૂરિના નામથી નીકળ્યો હોવાનો ઘણો સમ્ભવ છે. સમગ્ર રીતે જોતાં જેના નામથી ગચ્છ નીકળ્યો છે તે જ ભદ્રેશ્વરસૂરિ કહાવલીના કર્તા હોવાનું સંભવિત જણાય છે. કહાવલીના આન્તર-પરીક્ષણથી નિશ્ચિત બનતી ઈ.સ. ૯૭૫ની પૂર્વસીમા, અભિલેખથી નિર્ણિત થતી ભદ્રેશ્વરાચાર્યગચ્છની ઈ.સ. ૧૦૪૮ની ઉત્તરાવધિ, તેમજ વર્ધમાન સૂરિની પ્રશસ્તિથી સૂચવાતો ભદ્રેશ્વર સૂરિનો સરાસરી ઈસ્વી. સન ૧000ના અરસાનો સમય, અને એ કાળે અન્ય કોઈ ભદ્રેશ્વરસૂરિ અભિયાનક આચાર્યની અનુપસ્થિતિ, એ સૌ સંયોગોનો મેળ જોતાં તો લાગે છે કે સન્દર્ભગત ભદ્રેશ્વર સૂરિની મુનિરૂપણ કાલાવધિ ઈ.સ. ૯૭૫-૧૦૨૫ના ગાળામાં સીમિત થવી ઘટે અને એથી કહાવલીનો અંદાજે રચનાકાળ ઈ.સ. ૧૦૦૦ના અરસાનો હોય તેવું નિબંધ ફલિત થઈ શકે છે. લેખ સમાપનમાં એક નાનકડું અનુમાન ઉમેરણરૂપે રજૂ કરવું અયુક્ત નહીં જણાય. કહાવલીના વિનષ્ટ દ્વિતીય પરિચ્છેદમાં શું વિષય હશે તે અંગે વિચારતા લાગે છે કે તેમાં જૈન દન્તકથાગત પુરુષોનાં ચરિત્રો અતિરિક્ત હરિભદ્રસૂરિના સમયમાં થઈ ગયેલા (પણ તેમનાથી લઘુવયસ્ક) કૃષ્ણર્ષિ, ત્યારબાદ શીલસૂરિ, અને સિદ્ધર્ષિનાં વૃત્તાન્ત હશે. કદાચ ભક્તામરસ્તોત્રકાર માનતુંગસૂરિ (અને વાયટગચ્છીય જીવદેવસૂરિ ?) વિષે પણ ચરિત્ર-ચિત્રણ હોય. (પ્રભાવકચરિતમાં આ વિશેષ ચરિત્રો મળે છે.) કહાવલી બૃહદૂકાય ગ્રન્થ હોઈ, તેમ જ તેનાં ભાષા-શૈલી સાધારણ કોટીનાં એવું જૂનવાણી હોઈ, પ્રભાવકચરિત જેવા ગ્રન્થો બની ગયા બાદ તેનું મૂલ્ય ઘટી જતાં તેની પછીથી ઝાઝી પ્રતિલિપિઓ બની જણાતી નથી. એથી જ તો આજે આ ગ્રન્થની હસ્તપ્રતો દુષ્પાપ્ય બની જણાય છે. પાદટીપો ૧. કહાવલીની પ્રથમ પરિચ્છેદના બે ખંડ ધરાવતી સં. ૧૪૯૭/ઇ.સ. ૧૪૩૧ની પ્રત માટે જુઓ : C.D. Dalal (& L.B. Gandhi), A Descriptive Catalogue of Manuscripts in the Jaina Bhandars at Pattan, Gaekwad's Oriental Series No. LXXVI, Baroda, 1937, p. 244. આ મૂળ અને અન્ય પ્રતો તેમ જ તેની નકલોની વિગતવાર નોંધ માટે જુઓ પં. દલસુખ માલવણીયાના અભ્યાસનીય લેખ “On Bhadresvara's Kahavali', Indologica Taurinensia, vol. XI, Torino 1983, pp. 77-95. ૨. ‘વિશેષાવશ્યકભાષ્યકાર શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણના સ્વહસ્તે પ્રતિષ્ઠિત પ્રાચીન જૈન પ્રતિમાઓ” શ્રીજૈન સત્ય પ્રકાશ ૧૭.૪. (૧૫.૧.૫૨) પૃ. ૮૯-૯૧. ૩. જુઓ એમનો અન્ય લેખ સન્દર્ભ : “Jaina Iconography : A Brief Survey”, ભારતીય પુરાતત્ત્વ (પુરાતત્ત્વાચાર્ય મુનિ જિનવિજય અભિનન્દન ગ્રન્થ) જયપુર ૧૯૭૧, પૃ. ૨૦૩. ૪. “પ્રાયો વિક્રમીયાશતા ૩ત્તરાર્ધ વિદ્યમાનો ભદ્રેશ્વરસૂરિ: પ્રતિભાષામથ્થાં થાવલ્યાં....' ઇત્યાદિ. જુઓ શાર નવમ્ ગાયકવાડ પ્રાચ્ય ગ્રન્થમાલા (ગ્રં. ૧૧૬) વટપદ્ર ૧૯૫૨, પ્રસ્તાવના, પૃ. ૯. ૫. પ્રસ્તુત ગ્રન્થની સંપાદકીય ‘પ્રસ્તાવના” પ્રાકૃત ગ્રન્થ પરિષદ ગ્રન્થાંક ૩, વારાણસી ૧૯૬૧, પૃ. ૪૧. ૬. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ; ગ્રન્થ ૪, “સોલંકીકાલ’ ‘ભાષા અને સાહિત્ય', અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૯૮-૨૯૯. On Bhadresvara suri's.” pp. 79-81. ૮. આમ તો આ ભદ્રેશ્વર સૂરિની ખાસ કોઈ રચના મળતી નથી. દેવસૂરિની હૈયાતીમાં તો તેઓ તેમના સહાયક રૂપે દેખા દે છે. દેવસૂરિની ઈસ્વીસન ૧૧૭૦માં થયેલ દેવગતિ બાદ તેઓ આચાર્ય રૂપે આગળ આવેલા. ૯. ઉપલબ્ધ પ્રથમ પરિચ્છેદનું ગ્રન્થમાન ૨૩૮૦૦ શ્લોકપ્રમાણ છે. બીજો પરિચ્છેદ લભ્યમાન હશે ત્યારે પૂરો ગ્રન્થ તો બહુ જ મોટા કદનો હશે. ૧૦. અહીં તો હું આવશ્યક હશે, ચર્ચાને ઉપકારક હશે, તેટલાં જ સ્રોત-સન્દર્ભો યથાસ્થાને ટાંકીશ.
SR No.009889
Book TitleKahavali Pratham Paricched Pratham Khand
Original Sutra AuthorN/A
AuthorKalyankirtivijay
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2012
Total Pages469
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy