SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ ] समराइच कहानी प्रस्तावना [૨૮૬ હવે આ હકીકતમાંની મુખ્ય મુખ્ય બધી બાબતે, ઉપર જણાવેલા મુનિચંદ્રના સંક્ષિપ્ત ઉલેખમાં આપેલી છે. ફક્ત મસ્ત હાથીને બનાવ અને હરિભદ્રનું જિતારિ રાજાનું પુરોહિત હોવું એ બે એમાં નથી. ત્યાં પણ એ જ ગાથા અને એ જ લોક આપેલા છે, પણ ગુરુનું નામ જિનભટને બદલે જિનભદ્ર આપેલું છે જે ભૂલથી લખાયું હોય તેમ લાગે છે. અલંકારરૂપે કહી શકાય એવી કેટલીક વિસ્તૃત બાબતે એમાંથી ઉડાવી દીધી છે. આ વાત ઘણે ભાગે જુની છે, અને એમાં ખાસ કંઈ વધારા પડતું કે ન મનાય તેવું નથી, એટલે આપણે એને લગભગ સત્ય તરીકે ગણી શકીએ છીએ. ગણધર સાર્ધશતકમાં આપેલી એક વિચિત્ર બાબત કહેવાની રહે છે: “કેટલાકે નામની સમાનતાને લઇને હરિભદ્રને ચૈત્યવાસિ સાધુ કહેલા છે જે ખોટી રીતે કહેવામાં આવ્યું છે.” ચૈત્યવાસિઓ એવા સાધુઓ હતા કે જેઓ મંદિરમાં રહેતા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધિઓ વસ્તિનિવાસી એટલે કે ગ્રહોના ઘરોમાં (પરગ્રહ ) રહેવાનું પ્રતિપાદન કરતા હતા. બંને પક્ષો થોડો વખત સાથે ચાલ્યા હોય તેમ લાગે છે, અને વિરેધીરૂપે બાહેર ન પડ્યા હોય તેમ જણાય છે. શીલાંક૨૪ એક ચૈત્યવાસી હતા એમ કહેવામાં આવે છે. પરંતુ છેવટે તો ચૈત્યવાસ લુપ્ત થઈ ગએલો અને ખરતરગચ્છના સ્થાપક જિનેશ્વરસૂરિએ પિતાના અનુયાયીઓ માટે સંવત ૧૦૦૦ યા ઈ. સ. ૧૦૨૪માં વસ્તિનિવાસ સ્થિર કરેલે. એવો સંભવ છે કે જ્યારે આ બન્ને પક્ષો વચ્ચે પૂર જેસમાં શત્રતા હશે ત્યારે ચૈત્યવસિઓએ જાણીતા હરિભદ્રને પિતાના તરીકે ગણાવ્યાં હોય, અને સામાવાળાઓએ એમના એ દાવાને તદ્દન પાયા વગરનો અને નકામે ઠેરવ્યો હોય. પરંતુ આ પણ એટલું જ એકકસ છે કે, જે હરિભદ્રના વખતમાં સાધુઓનું નિવાસસ્થાન એ જ મતભેદને એક મુખ્ય વિષય થવા પામ્યો હોય, તે હરિભ કયો પક્ષ સ્વિકાર્યો હશે તે બાબતમાં કંઈ શંકા જેવું રહે તેમ નથી, સમરાઈચ કહામાં સાધુજીવનનાં જે વર્ણન આપ્યાં છે તે એમના વખતના સાધુઓની રીતભાતનું યા જે તેમને પિતાને સંમત હતું તેનું ચિત્ર પુરું પાડે છે. તે કથા પ્રમાણે તે સાધુઓ શહેર નજીકના ઉધાનમાં રહેતા, અને એમના અનુયાયીઓ તથા એમના દર્શન માટે ઉત્સુક એવા માણસો ત્યાં જતા. એ વર્ણનમાં એ કાંઈ સ્પષ્ટ કહ્યું નથી કે સાધુઓ ત્યાં મંદિરમાં જ રહેતા, પરંતુ હરિભદ્ર સાધુઓને ગૃહસ્થના, યા લેકેએ તૈયાર કરાવી આપેલા તેમના માટેના મકાનમાં રહેવાનું યોગ્ય ધારતા તે એમાંથી કાઢી નાંખ્યું હોય તેમ લાગે છે. ૩. હરિભદ્રની કૃતિઓ, હરિભદ્રની યુગપ્રધાન તરીકેની ખ્યાતિ એમણે જૈન ધર્મને ખાતર કરેલી સાહિત્યસેવા ઉપર ૨૨ ગણધર સાર્ધશતકની લઘુત્તિ ૬. પ૬, પૃ. ૬ માને અતિસંક્ષિપ્ત લેખ આની સાથે મળી આવે છે. તદુપરાંત હ૦ પિતાના પેટ ઉપર જે સેનાનું પડ્યું બાંધતા તેને તેમાં ઉલ્લેખ છે. ૨૩ ઉપરની નોંધમાં દર્શાવેલી લઘુત્તિમાં એ નામનું એ જ રૂપ આપેલું છે. ૨૪ લધુત્તત્તિમાંના ૬. ૬૦ એ આધાર પ્રમાણે અને ખરતરગચ્છની પટ્ટાવલીના કથન પ્રમાણે શીલાંક હરિભદ્રના ઉત્તરાધિકારી હતા. પરંતુ એ અસંભવિત છે, કારણ એમની આચારાંગ ટીકાની સાલ શક ૭૯૮=ઈ. સ. ૮૭રની હોવાનું અથત હરિભક્ક પછી એક સૈકા કરતાં વધારે હોવાનું કહેવાય છે. એ જ આધાર પ્રમાણે શીલાંકના ઉત્તરાધિકારી તે ઉતનસૂરિ જે જિનેશ્વરના ગુરુ અને પુરેગામી એવા વર્ધમાનસૂરિના પુરોગામી હતા. નિશંકપણે આ લખાણે કલકલ્પિત અને છેક છેટાં છે, કારણ ઉદ્યતનસૂરિ જેમણે પિતાને મહાન ગ્રંથ ઈ. સ. ૭૭૯માં રએ તે, જિનેશ્વરસૂરિ જેઓ ત્યારબાદ બે સૈકા કરતાં વધારે પાછળના કાળમાં થઈ ગયા. તેમની અને ઉતનસૂરિની વચ્ચે એક જ ગય થયા જેટલો ગાળો હોય એ ન બની શકે એવી વાત છે, ખીતી રીત, ખરતરગચ્છની સ્થાપનાની પૂર્વેના સમય સંબંધી જે કોઈ પણ પરંપરા ચાલુ હોય તે તે વજુદવાળી નહોતી. Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy