SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૩] महमूद गजनवी अने सोरठना सोमनाथ [ મૂકી કિલ્લા પર ચઢી ગયા. કિલ્લા પરથી તેમણે દીન પેાકારી, ઈસ્લામનું જોર બતાવ્યું, તાપણુ તેમના એટલાં બધાં માણસ કતલ થઇ ગયાં કે લટાનું શું પરિણામ આવશે એ સંદેહ ભરેલું જણાયું. કેટલાક હિંદુ સામનાથના દેવળમાં ગયા, અને મહાદેવને પગે પડી પેાતાની વહારે ધાવા પ્રાર્થના કરવા લાગ્યા. રાત પડવાથી તે દાડે લઢાઇ બંધ રહી. “ બીજે દહાડે સવારમાં મહમૂદે લઢાઇ પાછી ચલાવી. તેના માણસેાએ આગલા દિવસ કરતાં પણ વધારે હિંદુઓને કાપી નાંખ્યા અને તેમને શહેરમાંથી નીકળી દેવળમાં ભરાઇ બેસવાની ફરજ પાડી. દેવળના દરવાજા આગળ કમકમાટ ઉપજે એવી કતલ થઇ. દેવળને બચાવ કરવા આવેલા લેાકેાનાં ટાળેટાળાં દેવળમાં પેઠાં અને મ્હાં ઉપર હાથ મૂકી રડવા તથા પ્રાર્થના કરવા લાગ્યાં. પછી તે બહાર નીકળ્યાં અને બધાં કપાઇ ગયાં સુધી લયાં. જે ઘેાડાં માણસા ખાકી રહ્યાં તે હેાડીએમાં બેસી દરિયા ભણી જવા લાગ્યાં પણ મુસલમાનોએ તેમને પકડી પાડયાં, અને કેટલાંકને કાપી નાંખ્યાં અને કેટલાંકને પાણીમાં ડુબાવી દીધાં. ,, “ સામનાથના દેવળને સીસાથી જડેલા સાગના છપ્પન થાંભલા હતા. મૂર્તિ એક અંધારા ઓરડામાં હતી. મૂર્તિની ઉંચાઇ પાંચ હાથ અને કરતા ઘેર ત્રણ હાથ હતા; આટલી તે બહાર દેખાતી હતી પણ એ શિવાય એ હાથ ભેાંયમાં દાટેલી હતી. તેની પર કાતરકામ જણાતું નહેતું. મહમૂદે મૂર્તિ પકડી લીધી. તેના થોડા ભાગ ખાળી નાંખ્યા, અને ઘેાડે! ધઝની સાથે લઇ ગયેા, તેનું જીમામસીદના દરવાજા આગળ પગથીયું કરાવ્યું, અંધારા દેવળમાં રાશની કરવા રત્નજડીત ઝમરૂખ લટકાવેલાં હતાં. મૂર્તિની પાસે ૨૦૦ મણુ સેાનાની સાંકળ હતી. અને એ સાંકળને ઘંટડીએ બાંધેલી હતી. રાત્રે જ્યારે એક ચેકી પૂરી થતી ત્યારે સાંકળ હલાવવામાં આવતી તેથી ઘંટના ખડખડાટથી પૂજા કરનાર ખીજા બ્રાહ્મણ જાગી ઉઠતા. દેવળની પાસે તીજોરી હતી, તેમાં સેાનારૂપાની બીજી ઘણી મૂર્તિ હતી. તીજોરીમાં રત્નજડીત કપડાં અને ઘણાં કિંમતી રત્ના હતાં. ૨૦ લાખ દીનાર કરતાં પણ વધારે કિંમતના માલ દેવળમાંથી મળ્યા. હજાર કરતાં વધારે હિંદુ કપાઈ ગયા. “ સેામનાથ જીતી લીધા પછી મહમૂદને ખબર મળી કે અણુહિલવાડના રાજા ભીમ, સામનાથથી ૨૪૦ માઈલ (૪૦ પરસંગ) છેટે, સેામનાથ અને જંગલની વચ્ચે આવેલા ખંડહતના× કિલ્લામાં ગયે છે. મહંમદ ખંડહત તરફ કુચ કરી ગયા. ત્યાં આગળ આવી પહેોંચ્યા ત્યારે ત્યાં શિકાર કરતા કાઇ માણસને તેણે ભરતી વિષે પૂછ્યું, તે તેને ખબર મળી કે ઉતરી શકાય એટલું પાણી છે પણ વન આવશે તેા ઉતરી શકાશે નહીં. મહમૂદે અલ્લાની બંદગી કરી અને પછી પાણીમાં ઉતરવા માંડયું. તેના લશ્કર સાથે તે સહિસલામત ઉતર્યાં અને દુશ્મનને હાંકી કાઢયા. ખંડહતથી તે પાછા વળ્યે, અને મધ્યસિંધમાં મન્સૂર તરફ જવાના ઇરાદે કર્યાં, કારણ કે ત્યાંના રાજાએ ઇસ્લામ ધર્મના ત્યાગ કર્યો હતેા. મહમૂદના આવવાની વાત સાંભળી રાજા ખજૂરીના જંગલમાં નાશી ગયેા. મહમૂદ્ર તેની પાછળ ગયેા અને તેને તથા તેનાં માણસાને ઘેરી લીધાં; તેમાંથી ઘણાને કાપી નાંખ્યા, ઘણાને પાણીમાં ડૂબાવી દીધા અને ઘેાડા નાશી ગયા. પછી મહમૂદ ભાટીયા ગયા અને ત્યાંના લેાકને તાબે કરી હીજરી ૪૧૭ ની સાલના સર માસની ૧૦ મી તારીખે ગઝની પાછા આવ્યા.’ ( ગાવિંદભાઇ હા. દેશાઈ કૃત ગૂજરાતને પ્રાચીન ઇતિહાસ, પાના ૧૫૬-૬૦ × ખ'ડહત દરિયા કિનારે હોવું જોઇએ, પણ એ ક્યાં હશે એ બરાબર નક્કી થયું નથી. દાક્તર બ્યુલરનુ ધારવું એવું છે કે એ કચ્છમાં આવેલું કથકોટ હરો.કલ વોટસન જણાવે છે કે કાઠમાવાડને કિનારે મિયાણીની વાયકામાં આવેલું ગાંધી હશે; મુસિયર ટીનેાડ અને દાક્તર વીલનું' ધારવું એવું છે કે ઢાઢર નદીના મુખ આગળ આવેલું ભરૂચ પાસેનું ગંધાર હશે. Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy