SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સંવ રૂ] सत्यपुरीय श्रीमहावीर उत्साह परिचय [२४७ તરત હુકમ આપ્યો કે આ આંગળી પાછી ત્યાં જઈને મુકી આવો. પછી ડરતા થકા તેઓ પાછી તે આંગળી ત્યાં મુકવા આવ્યા. તેમણે આશ્ચર્યની સાથે જોયું કે મુકતાંની સાથે જ તે આંગળી ભગવાનના હાથે ચેટી ગઈ. એ ચમત્કાર જોઈને તુરએ તે પછી સારમાં પેસવા પણ માગ્યું નહિ. જન સંઘ બહુ ખુશી થયો. ગીત, નૃત્ય, વાદિત્ર, પૂજા અને દ્રવ્યને દાન વગેરે વડે કરી તે મૂર્તિની ખૂબ મહિમા કરવા લાગે. અન્ય વખતે, ઘણાં વર્ષો વીત્યાં બાદ, માલવાને રાજા, ગૂજરાતની ભૂમિને લૂટ થકો સારના સીમાડામાં પહોંચ્યો. તે વખતે બ્રહ્મશાંતિ યક્ષે મોટ સિન્ય દેખાડીને તેના લશ્કરને નસાગ્યું. તેના પડાવમાં અગ્નિ સળગી ઉઠ્ય, અને માલવાધિપતિ ખજાનો વગેરે મુકીને જીવ લઈ ના. તે પછી સંવત ૧૩૪૮ માં પ્રબળ એવું કફૂરનું લશ્કર આવ્યું. ગામલોક નાસી છુટયા અને મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યાં. તે વખતે બ્રહ્મશાંતિ યક્ષના માહામ્યથી ૪ જન દરથી જ અનાહત એવા વાજિત્રાના ગંભીર સૂરો સાંભળી, સારંગદેવ મહારાજાના આગમનની શંકાથી એ મુગલનું લશ્કર નાસી ગયું. તેણે સાચારની સીમમાં પગ પણ ન મુક્યાં. તે પછી ૧૩૫૬ ની સાલમાં અલાઉદ્દાનનો નાને ભાઈ ઉલૂખાન, મંત્રી માધવની પ્રેરણાવડે દિલીથી ગૂજરાત તરફ નીકળ્યો. ચિત્તોડના સ્વામિ સમરસિંહે દંડ દઈને જેમતેમ મેવાડનો બચાવ કર્યો. ત્યાંથી તે યુવરાજ હમ્મીર (બાદશાહને ભાઈ) વાગડદેશ અને મેડાસાનગરને લટી આસાવલીમાં પહોંચ્યો. કર્ણદેવ રાજા નાસી ગયો. સોમનાથ જઈ, ત્યાંના શિવલિંગને ઘણના ઘા મારી તોડી નાંખ્યું અને ગાડામાં ભરી દિલ્લી મોકલી દીધું. પછી વણથલી જઈ મંડલિક રાયને દંડો અને સોરઠમાં પિતાની આણ પ્રવર્તાવી પાછો આસાવલીમાં આવીને રહ્યો. ત્યાં તેણે મઠ, મંદિર, દેવળ વગેરે બાળી નાંખ્યા. પછી અનુક્રમે ત્યાંથી સાચોર પહોંચે પણ આગળની માફક જ અનાહત દેવીસૂરો સાંભળીને એ પ્લે સૈન્ય પણું જતું રહ્યું. આવા અનેક ચમત્કારો સાચોરના મહાવીરદેવના વિષયમાં સાભળવામાં આવે છે. પણ ભવિતવ્યતાના બળે, કલિકાળના પ્રભાવે, દેવતાઓ પણ પ્રમાદી બની જાય છે. તેમ જ માંસના લોહીના છાંટાથી દેવતાઓ દૂર નાસી જાય છે. આવા કોઈ કારણોને લઈને બ્રહ્મશાંતિ યક્ષ ક્યાં પ્રમાદી થઇ દૂર ગયો હતો તે વખતે અલાઉદ્દીને તે જ અનંત માહાત્મવાળી ભગવાન મહાવીરની મૂર્તિને, સંવત્ ૧૩૬૧ ની સાલમાં, દિલ્લીમાં આણીને તેની આશાતના-અવમાનના કરી ! આ પ્રમાણે જિનપ્રભસૂરિએ વંછિત ફળ આપનાર એવો આ સત્યપુરતીર્થને કપ બનાવ્યું છે. તેનું ભવ્યજને નિત્ય વાંચન કરો અને ઈચ્છિત ફળ પામો. (જુઓ, કલકત્તાની એશિયાટિક સોસાયટી માર્કત પ્રગટ થયેલ તીર્થયાત્રા, પૃષ્ઠ ૮૮-૯૬ ) જિનપ્રભસૂરિએ આ ક૫માં વર્ણવેલી સાચોરના મહાવીરદેવની અતિશયતાનું સંક્ષિન સુચન કવિ ધનપાલના આ અપભ્રંશ સ્તનમાં પણ સ્પષ્ટ રીતે કરેલું જણાઈ આવે છે. ચમત્કારિક વિગતે સિવાયની જે કેટલીક એતહાસિક ભાસતી વિગતોનો ઉલ્લેખ જિનપ્રભસૂરિના કલ્પમાં આવે છે ને બધીને, પ્રસ્તુત સ્તોત્ર સાથે સંબંધ ન હોવાથી વિગતવાર જાપ કરવાનો અને પ્રસંગ નથી. જિનપ્રભસૂરિના કથન પ્રમાણે સાચર ઉપર મુસલમાનોની ૩-૪ વાર ચઢાઈ થઈ હતી. એમાં પહેલી એક ચઢાઈ સિવાય બાકીની બધી ધનપાલના સમય પછી બે અઢી મૈકા બાદ થએલી છે, એથી તુરએ કરેલા જે ઉત્પાતનું સુચન ધનપાલ આ સ્તોત્રમાં કરે છે તે જિનપ્રભસૂરિના કથન પ્રમાણે વિક્રમ સંવત ૧૦૮૧ માં કરેલી ગજનીપતિ બ્લેઝરાયની સ્વાના લીધે જ થએલો હો જોઈએ. Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy