SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અંજ ૪ ] जैनदर्शनमां धर्म अने अधर्मतत्त्व [ 338 રહેલાં હોય છે તેવી રીતે ધર્મ, અધર્મ અને બીજા દ્રવ્યો આકાશમાં રહેલાં છે. જે સ્થિતિ કરાવવી અને ગતિ કરાવવી એ આકાશના ગુણ હોત તો અનંત મહાશુન્ય અલોકમાં પણ એ ગુણોનો અભાવ હોત નહિ. અલોકાકાશમાં ગતિ-સ્થિતિ સંભવિત હોત તો લોકાકાશ અને અનંત અલોકાકાશ વચ્ચે કશે ભેદ રહેત નહિં. વ્યવસ્થિત લોક અને અનંત અલોકના ભેદ ઊપરથી જ સમજાય છે કે આકાશમાં ગતિ-સ્થિતિના નિમિત્ત કારણત્વને આરોપ કરી શકાય તેમ નથી અને ગતિ-સ્થિતિના કારણરૂપે ધર્મ અધર્મનું અસ્તિત્વ અવશ્ય સ્વીકારવું જોઈએ. અવકાશ આપનાર આકાશ વિના ધર્મ અને અધર્મનું કોઈ પણ કાર્ય થઈ શકે નહિં એ ખરું છે; પરંતુ તેટલા માટે આકાશની સાથે ધર્મ અને અધર્મનો કાંઈ પણ ભેદ છે નહિં એવું કાંઈ નથી. વિશેષિકદર્શનમાં દિગ કાલ, અને આત્મા જુદા જુદા પદાર્થ તરીકે સ્વીકારાયા છે. આકાશ વિના એએમાંના કેઈનું પણ કાર્ય થઈ શકે નહિ એમ છતાં એ બધાંનું અસ્તિત્વ આકાશથી જુદુ માનવામાં આવ્યું છે. જો એક જ દ્રવ્યમાં જુદાં જુદાં કાર્યનો આરોપ કરી શકાય એમ હોય તો ન્યાયદર્શનસંમત અનેકાત્મવાદની યુક્તિયુક્તતા કયાં રહી ? વળી સાંખ્યદર્શન સત્વ, રજસ્ અને તમસ નામે ત્રણ જુદા જુદા ગુણોને પ્રકૃતિમાં આરોપ કરે છે તે પણ યુકત કેવી રીતે ગણાય ? એ ત્રણે ગુણમાં કોઈ પણ એક ગુણ જુદે જુદે ત્રણ પ્રકારે કામ કરે છે એમ માનત તો ૫ણું ચાલત. મૂળથી જ ભિન્ન કાર્યોનું કારણ એક હેય તે સાંખ્યમત પુરુષ બહુત્વવાદ સિદ્ધ થઈ શકે નહિં. બૌદ્ધદર્શન સંપર્કંધ, વેદનાત્કંધ, સંજ્ઞાસ્કંધ, સંસ્કારસ્કંધ અને વિજ્ઞાન સ્કંધ નામે પાંચ જુદા જુદા સ્કંધોનો ઉલ્લેખ કરે છે. છેલ્લા સ્કંધ સિવાય બાકીના બીજા કંધો સંભવી ન શકે એવા હોવા છતાં બૌદ્ધ પાંચે સ્કંધે સ્વીકાર કરે છે. એટલે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર આધાર રાખતો હોય તે પણ જે બન્નેના કાર્યમાં મૌલિક ભેદ હોય તે બન્ને પદાર્થનું જૂદું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. ધર્મ અને અધર્મ અમૂર્ત દ્રવ્ય છે; એટલે તેઓ બીજા પદાર્થની ગતિ-સ્થિતિમાં કેવી રીતે સહાયક થઈ શકે ? એવી શંકા લાવવાનું કારણ નથી. દ્રવ્ય અમૂર્ત હોવા છતાં પણ કાર્ય કરી શકે છે આકાશ અમૂર્ત હોવા છતાં પણ બીજા પદાર્થને અવકાશ આપે છે. સાંખ્યદર્શનસંમત પ્રધાન પણ અમૂર્ત છે; આમ છતાં પુરુષને માટે એનું જગત પ્રસવનું કાર્ય સ્વીકારાય છે. બૌદ્ધદર્શનનું વિજ્ઞાન અમૂર્ત હોવા છતાં નામ પાદિની ઉત્પત્તિનું કારણ છે. વૈશેષિકસંમત અપૂર્વ પણ શું છે ? એ પણ અમૂર્ત છે; એમ છતાં એ છવના સુખદુઃખાદિનું નિયામક છે. એટલે ધર્મ અને અધર્મ અમૂર્ત હોવા છતાં કાર્ય કરે છે એ વિષે શંકા લાવવી નિરર્થક છે. ધર્મ અને અધર્મ શબ્દ સાધારણ રીતે નૈતિક અર્થમાં વપરાય છે; છતાં જૈનદર્શનમાં એ બન્ને દ્રવ્ય છે, બે એ અજીવ તત્વ છે. કોઈ કોઈ ધર્મ અધર્મના એ બે અર્થ વચ્ચે સંબંધ શેાધવાનો પ્રયત્ન કરે છે. તેની જ આલોચના અમો ઉપસંહારમાં કરીશું. ધર્મ ગતિનું કારણ છે અને અધર્મ સ્થિતિને કારણ છે. નૈતિક અર્થમાં ધર્મ એટલે પુણ્યકર્મ અને અધર્મ એટલે પાપકર્મ. કોઇ કોઇના મત પ્રમાણે ધર્મને ગતિકારણ” એ તાત્ત્વિક અર્થ જ મૂળ અને પ્રાચીન છે; પાછળથી એમાંથી જ ધર્મને નૈતિક અર્થ નીકળ્યો છે. તેઓ કહે છે કે છવદ્રવ્ય સ્વભાવથી જ ૩૪ (સર્વાતિ ) છે. અર્થાત તે વિશુદ્ધ સ્વભાવમાં જેટલે અંશે સ્થિત હશે તેટલે જ અંશે તેની ઉર્ધ્વગતિ થશે અને લોકાગ્ર તરફ આગળ વધશે. ધર્મ એ ગતિકારણ છે; એટલે સુખમય ઉર્વલોકમાં જવામાં જીવને જે સહાયક થાય તેને ધર્મ કહી શકાય. આ તરફ વળી પાપસ્પર્શરહિત પુણ્યકર્મ કરવાથી જ જીવ ઉર્ધ્વલોકમાં જઈ શકે છે. એ કારણથી જે ધર્મશબ્દ પહેલાં જીવની ઉર્ધ્વગતિને સહાયક એ અર્થ પ્રકટ કરતો હતો તે શબ્દ વખત જતાં પૂણ્યકર્મવાચક થઈ ગયો. તેવી રીતે અધર્મ મૂળથી જીવની સ્થિતિને સહાયક એવા Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy