SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સંવ ૪] जैनदर्शनमां धर्म अने अधर्मतत्त्व [ ૨૮, લોકાકાશની બહાર ધર્મતત્ત્વનું અસ્તિત્વ નથી. એટલા માટે જ સ્વભાવથી જ ઉર્ધ્વગતિ હોવા છતાં મુક્તજીવ લોકાગ્ર ઊપર આવેલી સિદ્ધશિલા ઉપર રહી જાય છે અને તેથી ઉંચે અલોક નામના અનંત મહાશૂન્ય આકાશમાં વિચારી શકતા નથી. જે બધાં કારણોથી લોકાકાશ અલોકાકાશથી ભિન્ન છે તેઓમાંનું એક કારણ લોકમાં ધર્મની અવસ્થિતિ એ છે. વિશ્વમાં વસ્તુઓની સ્થિતિ અને વિશ્વ વસ્તુઓની નિયમાધીનતા ગતિસાપેક્ષ છે. એટલા માટે ધર્મને લીધે જ લોકાકાશ અથવા નિયમસંબંધ વિશ્વ સંભવી શકયું છે, એમ કહી શકાય. એમ છતાં એ પણ યાદ રાખવું જોઈએ કે ધર્મ ગતિમાં સહાયક કારણ સિવાય બીજું કશું નથી. પદાર્થો પિતાની મેળે જ ગતિમાન અથવા સ્થિતિશીલ હોય છે અને કઈ પણ સ્થિતિશીલ પદાર્થને ધર્મ ચલાવી શકતું નથી. એટલા માટે જ વિશ્વની વસ્તુઓ સતત દોડા દેડ કરતી જોવામાં આવતી નથી. વિશ્વમાં જે નિયમ અને શૃંખલા (વ્યવસ્થા) પ્રતિષ્ઠિત રહ્યાં છે તેનું એક કારણ ધર્મ છે એમ કહી શકાય. અધ્યાપક શીલના મત પ્રમાણે ધર્મ ગતિનું સહાયક કારણ તો છે જ પણ તે “એથી પણ બીજું કંઈક વધારે છે ” તેઓ કહે છે. “તે એ સિવાય પણ કંઈક છે, તે નિયમબદ્ધ ગતિ પરંપરાનું (system of movements) કારક અથવા તો કારણ છે, જીવ અને પુલની ગતિઓમાં જે શંખલા (order) રહી છે તેનું કારણ ધર્મ જ છે” તેમના મત પ્રમાણે ધર્મ કંઈક લાઈબ્લીટ્સ પ્રતિપાદિત પ્રથમથી નિયત થએલ વ્યવસ્થા (Preestablished harmony ) ના જેવો છે. પ્રભાચન્દ્રની “સકૃતિ યુગપલ્ફાવિગતિ” એ ઉક્તિ ઊપર તેઓ પિતાને મતવાદ સ્થાપન કરે છે, વસ્તુઓની ગતિઓમાં જે શંખલા અથવા નિયમ દેખાય છે તેનું કારણ ધર્મ જ છે એ પ્રભાચંદ્રનો ખરેખર અભિપ્રાય છે કે કેમ તે વિષે સંદેહ છે. ઉક્ત ખલાના કારણેમાં ધર્મ પણ એક છે એ વાત સ્વીકાર્ય છે, પરંતુ વસ્તુઓની સંખલાબદ્ધગતિમાં ધર્મ ઉપરાંત બીજા કારણોની પણ જરૂર પડે છે એને પણ સ્વીકાર કરવો પડશે. સરેવરમાં મસ્યપંક્તિ જે શંખલાથી જવર અવર કરે છે તે શંખલામાં સરોવરમાંનું જ પાણી એક માત્ર કારણ છે એમ કહી ન શકાય. મીનપંક્તિની ઊપર જણાવેલી સુસંબંધગતિને વિષે તળાવમાંનું પાણી જે રીતે કારણ બને છે તે રીતે મ ની પ્રકૃતિ પણ કારણ બને છે. પ્રમેયકમલમાર્તડમાં પ્રભાચંદ્ર કહે છે " विवादापन्नसकलजीवपुद्गलाश्रयाः सकृद्गतयः साधारणबाह्यनिमित्तापेक्षाः युगपद्भाविगतित्वादेकसरःसलिलाश्रयानेकमत्स्यगतिवत् । तथा सकलजीवपुद्गलस्थितयः साधारणबाह्यनिमित्तापेक्षा युगपद्भाविस्थितित्वादेककुण्डाश्रयानेकबदरादिस्थितिवत् । यत्तु साधारणं निमित्तं स धर्मोऽधर्मश्च ताभ्याम् विना तद्गतिस्थितिकार्यस्यासम्भवात् " એને ભાવાર્થ એવો છે કે બધા જીવ અને પૌલિક પદાર્થોની ગતિએ એક સાધારણ બાઘનિમિરની અપેક્ષા રાખે છે; કારણ એ બધા જીવ અને પૌલિક પદાર્થો યુગપત એટલે એકી વખતે જ ગતિમાન દેખાય છે. સરોવરનાં અનેક મની યુગપગતિ જોઈને જેવી રીતે ઉક્ત ગતિનાં સાધારણ નિમિતરૂપે એક સરોવરમાં રહેલા પાણીનું અનુમાન થાય છે, તેવી રીતે જીવ પુર્ક, લની ગતિ પરથી એક સાધારણ નિમિત્તનું અનુમાન કરવું પડશે. બધા જીવ અને પૌલિક પદાર્થોની સ્થિતિએ એક સાધારણ બાહય નિમિત્તની અપેક્ષા રાખે છે; કારણ એ બધા જીવ અને પૌલિક પદાર્થો યુગપત સ્થિતિશીલ જોવામાં આવે છે. એક કુંડમાં અનેક બોરાઓની યુગપત સ્થિતિ જોઈ જે રીતે ઉક્ત સ્થિતિનાં સાધારણ નિમિત્તરૂપે એક કુંડનું અનુમાન થાય છે તે રીતે જીવ, પલની સ્થિતિ પરથી એક Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy