SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ जैन साहित्य संशोधक [અવંટું રે પૃથ્વી ઉપરના છેલ્લા ભાનપૂર્ણ અસ્તિત્વ દરમિયાન જીવને પુનરુજજીવન દ્વારા સાત દેહાંતરમાં થઈ પસાર થવાનું છે. એટલે કે જીવ વારા ફરતી સાત જુદા જુદા ભાગના મૃતદેહમાં પ્રવેશ કરે છે અને એમ એને પુનઃ સજીવન કરે છે. પિતાનો દાખલો આપી ગોસાલ સમજાવે છે કે પોતે ઉદાઈ કડિયાયણયના દેહનો રાજગૃહ ગામની નજીકમાં ત્યાગ કર્યો અને એને જ જગના દેહમાં પ્રવેશ કર્યો. આ દેહને પોતે ૨૨ વર્ષ સુધી સજીવન રાખે. એને જગ મરણ પામ્યો ત્યારે પિતે મલ્લરામના દેહમાં પ્રવેશ કર્યો અને એ દેહને ૨૧ વર્ષ પર્યત સજીવન રાખો. એવી જ રીતે એણે એક પછી એક એમ મડિય, રેહા, ભારદ્રાઈ અને અજુણગ ગેયમપુત્તના દેહ અનુક્રમે ૨૦, ૧૯, ૧૮ અને ૧૭ વર્ષ પર્યત પુનઃજીવિત કર્યા. ગેસલ આગળ ચાલુ રાખતાં કહે છે કે “ છેવટ સાતમા દેહાંતરથી મેં કુંભારણના મકાનમાં અજુગનો દેહ છોડ્યો અને ૧૬ વર્ષની મુદત માટે ગોસાલ મખલીપુરના દેહમાં પ્રવેશ કર્યો, એથી કરીને મારા સિદ્ધાંત પ્રમાણે ૧૩૩ વર્ષની દરમિયાનમાં હું સાતે દેહાંતરે પરિપૂર્ણ કરી ચુક્યો છું. પુનરૂજજીવનકરણનો સિદ્ધાંત એનો પિતાનો હેવાન ગોસાલનો આ આગ્રહ સવિશેષ અગત્યને છે. જૈન પરંપરા પ્રમાણે એના જીવનના અમુક પ્રસંગોના સંબંધમાં ઉદભૂત થયેલા એના વિશિષ્ટ સિદ્ધાંતમાંનો જ આ એક છે. અને એ બેસાલની ખાસ વિચિત્રતા છે. સ્પષ્ટ રીતે, એ ગોસાલે કરેલી દેહાંતરના પિતાના સામાન્યવાદની કંઈક અનુ૫૫ન પૂર્તિરૂપ જ છે. એ વિશિષ્ટ હેતુથી ઉમેરાયેલી હોવી જોઇએ અને એ કયો તે વ્યવહારિક રીતે ગોલે પોતે કબૂલ કરેલું છે. એટલે કે મહાવીરે એના ચારિત્ર્ય વિષે કરેલા આક્ષેપોનું નિવારણ કરવાનો. ભગવતી સૂત્રમાં આપણને જણાવેલું છે કે સાવથીમાં મહાવીર સાથે થયેલા એના છેલ્લા વિગ્રહ વખતે ગસાલ એમને કહે છે કે – તમે મને તમારો શિષ્ય કહ્યો છે પરંતુ એ તમારે શિષ્ય ગોસાલ મંખલીપુર તો લાંબે સમય થયાં મૃત થયો છે અને દેવલોકમાં પુનર્જન્મ પામ્યો છે. હું તે ખરી રીતે ઉદાઈ કડિયાયણીય છું અને સાતમા દેહાંતરમાં જ ગેસલનું સજીવન કરેલું શરીર જે હું અદ્યાપિપર્યત ધારણ કરી રહ્યો છું તેમાં પિઠો છું.' મંખલીપુર ગોસાલપણાને ઈન્કાર નિશ્ચિતપણે એમ સૂચવતો જણાય છે કે આ બે જણના પર્યકાલીન સાહચર્યનો ભગ કેવળ અવ્યવહારિક અને સૈદ્ધાંતિક મતભેદને કારણે ન હોતો જેટલો મહાવીર તેમ જ, સામાન્ય રીતે લોકે જેને અપયશર્તા અને તપસ્વીને અયોગ્ય ગણતા એવા કોઈ વર્તનને લીધે હતો. પુનઃસજીવનકરણનો સિદ્ધાંત જે કે ગોસાલે પિતાની એકરૂપતાને ઇન્કાર કરવાના ઇરાદાથી પ્રયોજ્યો હતો પરંતુ ભગવતી સૂત્રના કથનાનુસાર જે પ્રસંગે ગોસાલને એ સિદ્ધાંત સુઝાડે તે ( પ્રસંગ) ગોસાલના મહાવીર સાથેના સાહચર્યના કાલમાં બન્યો હતો. એક સમયે સિદ્ધસ્થ ગામથી કુમગામ સાથે સાથે પરિક્રમણ કરતા કરતા આ બે પુરુષ પૂર્ણ કાલેલા એક મોટા તલના ઝાવા પાસે થઈને પસાર થયા, એને જોઇને ગોસાલે મહાવીરને પૂછ્યું: નવું નિજીવ થશે કે નહિ અને એનાં બીજ પુનઃ કયારે નજરે પડશે ? મહાવીરે કહ્યું: “એ ઝાડવું નિજીવ જશે પરંતુ એ જ ઝાડવાની શીંગોમાં બીજ બનશે.” ગોસાલને આ કથન ગમ્યું નહિ; માટે મહાવીરને જુઠા પાડવાનો વિચાર કરીને એ ચુપચાપ પેલા ઝાડવા પાસે પાછો ગયો, અને એને સમૂળે ઉખેડી નાંખીને દૂર ફેંકી દીધું. પરંતુ દૈવયેાગે ત્યાર પછી વરસાદનું એક ઝાપટું પડયું. અને ૪૬. fol, ૧૨૩૭; ઉ. ૬. પરિશિષ્ટ ૧ પૃ, ૫ ૪૭ fol. ૧૨૧૪ff; ઉ. પરિશિષ્ટ, ૧ ૨ ૩ “ આ Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy