SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨] जैन साहित्य संशोधक [खंड ३ ભિજાતિ એટલે ભિખુઓ અર્થત બૌદ્ધ ભિક્ષુઓ. લોહિતાભિજાતિ એટલે નિષ્ણ જે (કંઈ નહિ તો) એક લંગોટી તે પહેરતા જ હરિદ્રાભિજાતિ એટલે સર્વવસ્ત્રત્યાગી અચલકના ગૃહી અનુયાયીઓ. શુકલાભિજાતિ એટલે આજીવિકે અને આજીવિનિ (સ્ત્રી આજીવિકે) અને પરમ શુકલાભિજાતિ તે આજીવિકનેતાઓ–નંદવચ્છ, કિસ્સ સંકિચ્ચ અને ગોસાલ મખલીપુત્ત. મહાવીરની યોજનામાં પણ આ પર્વર્ગો, જેને એ વેશ્યા કહે છે તે સહેજસાજ જુદા પડતા છ વર્ણો પ્રમાણે ઓળખવામાં આવેલા છે –કૃષ્ણ, નીલ, કાપાત (ભુખરે), તેજે (રાત), પદ્મ (પીળો) અને શુકલ.૩૩ પ્રથમ દષ્ટિએ આ વર્ણોની વ્યાખ્યાની બાબતમાં બન્ને યોજનાઓમાં ઘણો ફરક હોવાનું જણાય છે. પરંતુ સૂમ નિરીક્ષણે અંતભૂત સિદ્ધાંત એક જ છે એમ જણાય છે. મહાવીરના મત પ્રમાણે જે સજીવ પ્રાણીઓને ઈજા કરે છે અર્થાત જૈન સિદ્ધાંતના પાંચ વ્રતોમાંના પ્રથમ વત (અહિંસા) નું ઉલ્લંઘન કરે છે તે કૃષ્ણ છે. જે લોભ વા કામવાસનામાં રત રહે છે અર્થાત જે ચોથા અને પાંચમા ( અકિંચન અને બ્રહ્મચર્યનાં ) વ્રતોનું ઉલ્લંઘન કરે છે તે નીલ છે. જે કપટી અને ચાર છે અર્થાત બીજા અને ત્રીજા વ્રતનું ( સત્ય અને અસ્તેય) ઉલ્લંઘન કરે છે તે કાપત કહેવાય છે. જે ઘતપાલનાથે સંયમી અને પ્રયત્નવાન છે અર્થાત ગૃહી અનુયાયીઓ છે તે તેને કહેવાય છે. જેઓ દઢ સંયમી છે અર્થાત યથાર્થ ભિક્ષુએ છે તે પા કહેવાય છે. સ્વર્ય મહાવીર જેવા જિનકદ્વિપક જેમણે નિતાંત આત્મસંયમ સાધ્યો છે તેઓ શુકલ કહેવાય છે.૩૪ ગેસલની વ્યાખ્યા પણ વ્યવહારતઃ એ જ છે. અપવાદ એ છે કે એ લાક્ષણિક દાખલાઓ (types) ટાંકીને પોતાનો અર્થ સ્પષ્ટ કરે છે. આમ એને મને બૌદ્ધો અર્થાત્ ભિખુઓ નીલાભિજાતિના છે. કારણ એમના હરિફમાં બૌદ્ધોની ખ્યાતિ પુષ્ટિમાર્ગ ૫ પ્રત્યે પ્રેમ રાખનાર “સુખવાદી' (સાતવારન) તરીકેની હતી. નિગળે લેહિતાભિજાતિના નમુનારૂપ હતા; કારણ તેઓ સુખને ત્યાગ કરવાની બાબતમાં બૌદ્ધો કરતાં ચઢીઆતા હતા. પરંતુ લંગોટીને વળગી રહેવાની બાબતમાં આજીવિકા કરતાં ઉતરતા હતા. એના પિતાના અર્થાત અચલકના વા “નરાતાળ નાગડા' નેતાના ગૃહી અનુયાયીઓ હારિદ્વાભિજાતિના ( મહાવીરના તેજો વર્ગના) નમુના હતા. પિતાના ખાસ અનુયાયીઓ, કહેવાતા આજીવિકે જેઓ દેખીતી રીતે નાતાળ નાગા ફરતા તે શુકલાભિજતિન (અથવા મહાવીરને પવર્ગના) નમના હતા. આ સંબંધમાં એ નોંધવું રસભર્યું છે કે ગોસાલના વર્ગીકરણનો બુદ્ધઘોષને અર્થ અંગુત્તરનિકાય ? ઉપરથી રચેલો છે, છતાં ત્યાં (અંગુત્તરનિકામાં) એ, ભિક્ષનેતા પૂરણકર્સીપને હોવાનું લખેલું છે.” જે આ કેવળ પાઠપરત્વેને પ્રમાદ ન હોય તે અત્યાર આગમચ કયારનું ય જે એમ કહ્યું છે કે આ વર્ગીકરણની યોજના બુદ્ધના આગળ પડતા તમામ પ પ્રતિસ્પર્ધીઓને સામાન્ય હતી તેનું એ સમર્થન કરે છે૩૭ ઉપર ક્યારનું કહેવાઈ ચુક્યું ૮ છે કે મહાવીર અને ગસાલ વચ્ચે મુખ્યપણે કઈ સિદ્ધાંતભેદ ન હતા. એમ છતાં, એક મુદ્દો એ હતું જેના વિષે જૈન પરંપરા પ્રમાણે એમની વચ્ચે નામો ભેદ હતો. તે બને કહેવાતા પુ અથવા મૂળ કથનનો સ્વીકાર કરતા હતા. પાછળથી એને દષ્ટિવાદ વા જૈનોના બારમાં અંગનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ અંગેના પ્રથમ અંશને પરિકમ્મ અર્થાત “મહાવિરના સિદ્ધાંતનો અર્થ બરાબર ગ્રહણ કરવા માટે જોઇતી તૈયારીઓ’ કહે છે.૩૯ આ પરિકમ્મ બાબત ૩૩ જૈ. સૂ. ૨. ૧૯૬ ૩૪, જૈ. સૂ. ૨, ૧૯૯, ૨૮૦ ૩૫ જે. ૨. ૨, ૨૦૯, પાદનોંધ ૩ અને વી. એ, જ, ૩, ૩૩૨ પાદોંધ ૨. ૩૬ ૩, ૩૮૩ ૩૭. સરખા મહાભારત ૧૨, ૨૮૦, ૬, ૩૩ [ ૩૮ ૫, ૧૪ ૩૯ ઈ. સેં. ૨૦, ૧૭૩, Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy