SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ રે ૪૦ ] जैन साहित्य संशोधक [खंड ३ સિદ્ધાંતસ્વરૂપે આ પદ્ધતિની વિગતવાર વ્યવસ્થા કેવી કરી હતી તે આપણે જાણતા નથી. બૌદ્ધ અને જૈન ધર્મગ્રંથો આથી વિશેષ કશી માહિતી આપતા નથી. એમ છતાં એ સ્પષ્ટ છે કે સિદ્ધાંતની દષ્ટિએ એ એક પ્રકારનો હાડોહાડનો નિયતિવાદ હતો, જે મનુષ્યની સ્વતંત્ર ઇચ્છાશક્તિ વિશે અને કહેવાતા શુભાશુભ કર્મ વિષેના એના ઉત્તરદાયિત્વ વિષે નકાર ભણતો હતો. એ પણ એટલું જ સ્પષ્ટ છે કે જે આચારમાં ઉતારાય તો આ સિદ્ધાંત અત્યંત ઉપદ્રવકારક થઈ પડે. બૌદ્ધો અને જેનો બન્ને સંમત છે કે ગોસાલે પોતાનો સિદ્ધાંત આચારમાં પણ ઉતારેલ જ. આગળ લખ્યા પ્રમાણે બુદ્દે એના ઉપર અબ્રહ્મચર્યનો આરોપ મુકેલો. મહાવીરનું કથન પણ એટલું જ ભારપૂર્વકનું છે. “તપસ્વી સ્ત્રીઓ સાથે સંભોગ કરે તે કશું પાપ કરતો નથી' ૧૯એવું શિખવવાનો મહાવીર એના ઉપર આરોપ મુકે છે. એ એના અનુયાયી ઉપર “સ્ત્રીઓના ગુલામ’ રહેવાનો આક્ષેપ કરે છે અને કહે છે કે તેઓ બ્રહ્મચર્યવાળું જીવન ગાળતા નથી.' ૨૧ગે સાલે પિતાને મુખ્ય મઠ એક સ્ત્રીના મકાનમાં રાખવાનું પસંદ કરીને પોતાના જ કૃત્યથી પિતાને ઉપર આ આક્ષેપ વહોરી લીધો હતો. મળ, ગોસાલ મહાવીરના શિષ્ય હતો એમ જૈન ધર્મશાસ્ત્ર પ્રતિપાદન કરે છે એ હકીકત ઉપરથી જણાશે કે આ નિયતિવાદ અને એને વ્યવહારમાં કરેલા પ્રયોગ બાદ કરતાં એના અને મહાવીરના સિદ્ધાંતમાં મુખ્યત્વે કરીને કાંઈ ભેદ ન હતો. જૈન ભગવતીસૂત્રમાં જે એમ લખ્યું છે કે ગસાલના સિદ્ધાંત “પુોના અંશરૂપ અષ્ટ મહાનિમિત્તેમાંથી લીધેલો છે” એના ઉપરથી પણ વળી આ અનુમાનનું સૂચન થાય છે. આ પુવો (પૂર્વો વા “મલો’ ) મહાવીરે પોતે પોતાના શિષ્યોને શિખવેલાં મૂલ પવિત્ર સૂત્રો હોવાનું મનાતું હતું.૨૩ “સર્વ સ’ ના વર્ગીકરણની વિચિત્ર યોજના જે બૌદ્ધ દીઘનિકાયમાં ૨૪ સાલની હોવાનું જણાવેલ છે તેથી ગોસાલના અને મહાવીરના સિદ્ધાન્તોના સામાન્ય મળતાપણાનું વિશેષ સમર્થન થાય છે. એ તેજના સમજવાનું અને જૈન ધર્મશાસ્ત્રમાં સવિસ્તર દર્શાવવામાં આવેલા મહાવીરના સિદ્ધાન્તો સાથે એને અસરકારક રીતે સરખાવવાનું એની અતિસંક્ષિપ્ત લખાવટને લીધે મુશ્કેલ બને છે. પરંતુ બે અગત્યની વિગતો, જે જૈનો ખાસ કરીને મહાવીરના સિદ્ધાંતો હોવાનો દાવો કરે છે તેની એકરૂપતા ચોક્કસપણે સાબીત કરી શકાય છે. આ સંબંધમાં એ સેંધવા યોગ્ય છે કે પોતાની વર્ગીકરણની યોજનામાંથી ફલિત કરેલા ગોસાલના ઉપદેશને અપવાદ બાદ કરતાં એની એ જ યોજના બૌદ્ધ મઝિમનિકાય૨૫ અને સંયુત્તનિકાયમાં જ ભિખુ પધ ચાયનની હોવાનું અને તિબેટી દુર્ઘમાં ભિખું અજિતકેસકમ્બલની હોવાનું જણાવેલ છે. આ બે પ્રપો તથા ગોસાલ મખલીપુખ્ત, મુદ્દે વારંવાર આગળ પડતી રીતે પિતાના હરીફ તરીકે જણાવેલ છે ભિક્ષનેતાઓમાંના હતા. બીજા ત્રણ નેતા તે નિગ્રન્થાનો નેતા મહાવીર નાતપુત્ત, પૂરણકરૂપ અને સંજય બેલીપુત્ત, આથી કરીને જણાશે કે વર્ગીકરણની એ યોજના વાસ્તવમાં સર્વ પ ભિક્ષુનેતાઓને સામાન્ય હતી, પરંતુ પ્રત્યેક જણ એને પિતાની વિશિષ્ટ રીતે પ્રયોગ કરે. ગોસાલના દાખલામાં એ પ્રગે નિયતિવાદની સરણું ગ્રહણ કરી; અને, ખરેખર, દીઘનિકાયમાં આ યોજનાની સાથે જે નિયતિવાદી શિખામણ જેડેલી છે તેનાથી એ સ્પષ્ટપણે સૂચિત થાય છે. એ યોજનાની એક બાબતના સંબંધમાંજે, પ્રથદ્ધ આતમા ( સં. સંજ્ઞt) વિષેની છે-બૌદ્ધ ધર્મશાસ્ત્ર એના સામાન્ય મળતાપણાને વિગતના તફાવત સહિત, પ્રત્યક્ષપણે એકરાર કરે છે. દીઘનિકાય૨૮ના કથનાનુસાર મઝિમનિકાયમાં ૨૯ ૧૪ જે. . ૨. ૪૧૧ ૨૦. જૈ. ર. ૨, ૨૭૦ ૨૧, જે. સૂ. ૨,૨૪૫ ૨૨. ઉ.દ. પરિશિષ્ટ ૧ પૃ. ૪, ર૩. ઈ. એ. ૧૭, ૨૮૦, ૨૦, ૧૭૦, ૧૭૧ ૨૪. પૃ. ૫૪; ડા. ૭૨ ૨૫ મ. નિ, ૧, ૫૧૭, ન્યુ. ૨. ૨, ૨૮૯ ૨૦. સ. નિ, ૩, ૨૧૧, ૨૧૨ ૨૭. ર, લ, બુ, . ૧૦૩ ૨૯ પૃ. ૩૧, ડા. ૪૪, ૪૫ ૨૯, ૪, ૩૯૮ Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy