SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વાચકને નિવેદન પ્રરતુત એક સાથે જૈનસાહિત્યશૈધકનું ત્રીજું વર્ષ પૂર્ણ થાય છે. દર ત્રણ મહીને એ નિયમિત રીતે બહાર પડે એવી પ્રબળ આકાંક્ષા જેમ વાચકને રહે છે તેમ એવી જ આકાંક્ષા એના સંપાદકને પણ હમેશાં રહી છે એ હું જાણું છું. અને તેથી જ તેની યોગ્ય વ્યવસ્થા ગયા વર્ષથી અમદાવાદમાં કરવામાં આવેલી. પરંતુ વાચકેની જાણ બહાર નહિ હોય કે શ્રીમાન જિનવિજયજી ઉપર માત્ર સાધકના સંપાદનને ભાર ન હતે પણ પુરાતત્વ મંદિરના આચાર્ય તરિકેની જવાબદારી ઉપરાંત એ મંદિર તરફથી પ્રસિદ્ધ થતાં કેટલાંક પુસ્તકોનાં સંપાદન અને બીજા પણ પુસ્તકના સંપાદનને ભાર તેમને શિર હતું જ. આર્થિક બટની ચિન્તા ધ્યાનમાં ન લઈએ તે પણ આવાં બૌદ્ધિક કાને સતત કરનારના અનારોગ્યના કારણને ધ્યાન બહાર રાખી શકાય નહિ. એ કારણેને લીધે જ નિયત સમયે અંકે પ્રસિદ્ધ કરી શકાયા નહિ. વાચકોને કાંઈ પણ લાગવાને સંભવ હોય તે તે એટલે જ છે કે ચાલુ વર્ષને છેલ્લો અંક ધાર્યા કરતાં લગભગ ત્રણ મહીને મોડો તેઓની સેવામાં પહોંચે છે. પરંતુ કઈ પણું અભિજ્ઞ વાચક જોઈ શકશે કે તેઓ ધારે તે કરતાં કેટલી વધારે સેવા સંશોધકે તેઓની કરી છે. ૪૫ ફરમાને બદલે ૫૦ ફરમાનું વાચન, એ બાહ્ય લાભ તરફ દષ્ટિ ન આપીએ તે પણ સંશોધકમાં પ્રસિદ્ધ થએલા લેખે એજ મુખ્ય લાભની વસ્તુ છે. જેના સમાજના નાના મોટા ત્રણે ફિરકા તરફથી ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી સુદ્ધામાં અનેક પત્ર-પત્રિકાએ નીકળે છે. એમાંથી કઈ પત્ર કે પત્રિકા અંશેાધકની કક્ષાનું ગવેષણપૂર્ણ અને નિષ્પક્ષવાચન પૂરું પાડતા હોય એમ હું અદ્યાપિ નથી જાણતે. જે વખતસર પ્રસિદ્ધ થવાના બાહાનિયમને કાંઈક ભંગ સંશોધકથી થયે હોય તે તે એ ખોટને મુકરર કરેલ લવાજમમાં ધાર્યા કરતાં વધારે ફરમાઓ આપવાના આંતરિક નિયમના ભંગથી દૂર કરે છે એટલે ગ્રાહકેને તે એકંદર લાભ જ છે. અસ્તુ. આ નિવેદનમાં મારું મુખ્ય વક્તવ્ય તે બીજું જ છે અને તે એ છે કે આ અંકને સંપાદિત કરી તેને પ્રસિદ્ધ કરવાનું કામ અણધાર્યું મારે માથે આવી પડયું. અને તે પ્રમાણે મેં યથાશક્તિ અને યથાસામગ્રી તેને નિર્વાહ કર્યો છે. આ અંકનું સંપાદન તેના સંપાદક શ્રીમાન જિનવિજયજીને હાથે થયું હેત તે વાચકે કરતાં હું જ વધારે ખુશ થાત. પણ ધાર્યું કેવું થાય છે? એક બાજુ તેઓએ પ્રસ્તુત અંક છપાવવાની શરુઆત કરી એકાદ ફરમે છપાયે કે અચાનક જ તેઓશ્રીની જર્મની જવાની તારીખ જે પહેલાં જુન જુલાઈમાં ધારેલી તે. મે માસમાં નક્કી થઈ અને તે પ્રમાણે તેઓ તા. ૧૨ મીએ જર્મની માટે વિદાય પણ થઈ ગયા. માત્ર જૈનસમાજ કે ગૂજરાતમાંથી જ નહિ પણ હું જાણું છું ત્યાં સુધી આખા હિંદુસ્તાનમાંથી પ્રૌઢ અભ્યાસી અને વિદ્વાન તરીકે જૈનસાહિત્યના સંશોધનને મુખ્યપણે Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy