SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] जैन साहित्य संशोधक [ લંડ રૂ સં. ૧૯૭૪ ના અસાડ વદિ ૬ ઠે શ્રી પાટણ નિવાસી શેઠ નગીનદાસ કરમચંદે શ્રી “ઉપમિતિ ભવપ્રપંચ કથા’ ભાષાંતર ભાગ ૧ લે છપાવવા માટે સભાને ૧૨૫૦) ની સહાય કરી. પ્રસ્તુત છ વર્ષમાં ૪૩ બુકેને ગ્રંથ બહાર પાડવામાં આવ્યા છે. અને સાધુસાધ્વીને તેમ જ જેનસંસ્થાઓને રૂ ૭૫૯ળા ની જુદી જુદી ઉપયોગી બુકે ભેટ તરીકે આપી છે અગર મોકલાવી છે. જૈન વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પુસ્તકની અગવડ ન પડે તેટલા માટે વિદ્યાથી ઉત્તેજન ખાતું આ સભા મારફત સં ૧૯૬૨ થી ચાલે છે. તેમાં થતા ખર્ચ સં. ૧૯૬૯ સુધી શા. આણંદજી પુરૂષોત્તમ ને શેઠ ત્રિભુવનદાસ ભાણજી આપતા હતા. ત્રિભુવનદાસના ગુજરી ગયા બાદ શેઠ અમૃતલાલ પુરૂષોત્તમ તરફથી આપવામાં આવે છે. પ્રસ્તુત છ વર્ષમાં રૂ. ૧૬૯ળા નાં પુસ્તક આપવામાં આવ્યાં છે. છેલે રિપોર્ટ સભાના ૪૧માથી ૪૫ મા વર્ષ સુધીનો પાંચ વર્ષ સં. ૧૯૮૨ ના ફાગણ વદિ ૦)) સુધીને હાલમાં જ બહાર પડયો છે તે ઉપરથી સભાની છેવટની સ્થિતિ સારી રીતે જાણી શકાય તેમ છે. આ વર્ષની આખરે કુલ ૪૫૯ મેમ્બરે થયેલા છે. જેમાં ૧ પેટૂન, ૨પર લાઈફ મેમ્બર, ૧૯૩ પહેલા વર્ગના વાર્ષિક મેમ્બર, અને ૧૪ બીજા વગના મેમ્બર છે. તેમાં ૧૪૦ ભાવનગરના છે અને ૩૧૯ બહાર ગામના છે. સભાની વર્ષ ગાંઠ ઉજવવા શ્રાવણ શુદિ ૩ જે ઘણા વર્ષોથી વરતેજ જવામાં આવતું હતું તે સં. ૧૯૭૮ થી શહેરમાં સ્ટેશન ઉપર જ ધર્મશાળાની સગવડ થતાં ત્યાં જવાનું શરૂ કરવામાં આવ્યું છે. સં ૧૯૭૯-૮૦ ના વર્ષમાં સભાને ખાસ લાભ, સભાનું પિતાની માલિકીનું મકાન થયું, તેને થયો છે. આ કાર્ય પરત્વે રાણપુરનિવાસી શેઠ નાગરદાસ પુરૂષોત્તમદાસે ઉદાર દિલથી રૂ. ૨૫૦૦૦, ની રકમ માત્ર સહજની માંગણીથી જ સભાને બક્ષીશ કરી છે. આ રકમના પાયા ઉપર સભાનું પોતાનું સુંદર મકાન બંધાવવામાં આવ્યું છે. જેમાં એકંદર જમીનની કિંમત સાથે રૂ. ૩૯૫૦૧) નો સભાએ ખર્ચ કર્યો છે. એ મકાન ખોલવાનો મેળાવડે સં. ૧૯૮૧ ના મહાવદિ ૧૦ મે મે. પટણી સાહેબના પ્રમુખપણા નીચે ઘણો સારે કરવામાં આવ્યું અને તેમના હાથે જ એ મકાનનું શુભ ઉદ્દઘાટન કરવામાં આવ્યું. સભાની લાઈબ્રેરીમાં કુલ પુસ્તકે ૪૯૨૩, રૂ. ૭૫૪૪-૬ ની કિંમતના થયાં છે. તેની વર્ગવાર વહેંચણી રિપોર્ટમાં બતાવી છે અને તેનું લીસ્ટ પણ છપાવવામાં આવ્યું છે. સભાની અંદર માસિક અને ન્યૂપેપર ૧૮ કિંમતથી મંગાવવામાં આવે છે અને ૧૬ બદલે આવે છે. કુલ ૩૯ આવે છે. તેના વાંચનારની સંખ્યા પણ સારી છે. પુસ્તકે પણ વાંચવા માટે ઠીક લઈ જવામાં આવે છે. જૈન સંસ્કૃત પાઠશાળામાં એક શાસ્ત્રી રાખીને સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપવાનું શરૂ રાખેલું છે; તેને લાભ પણ ઠીક લેવાય છે. પુસ્તક પ્રસિદ્ધિનું કામ અવિચ્છિન શરૂ છે. કેટલાંક પુસ્તકની તે એકથી વધારે આવૃત્તિઓ થયેલી છે. ૧૯૮૨ ના ચિત્ર શુદિ ૧ સુધીમાં કુલ ૧૮૯ બુકાને ગ્રંથ બહાર પાડવામાં આવેલા છે. (આવૃત્તિ ગણવામાં આવી નથી) તેનું ત્રણ વિભાગે લીસ્ટ આ સાથે આપવામાં આવ્યું છે, તેમજ Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy