SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ દ૨] जैन साहित्य संशोधक [ खंड ३ श्री उमास्वातिवाचक अने तत्त्वार्थाधिगम सूत्र [લે શ્રીયુત ચીમનલાલ દલસુખરામ શાહ બી. કેમ.] તત્વાર્થ ભાષ્યના અંતે આપેલી પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે શ્રી ઉમાસ્વાતિ ઉચ્ચ નાગરી શાખાના હતા. તેઓશ્રી ન્યાધિકા ગામમાં જન્મ્યા હતા. તેમની માતાનું નામ ઉમા અને પિતાનું નામ સ્વાતિ હતું. તેઓએ પિતાને એ ગંભીર ગ્રંથ કુસુમપુર અર્થાત પટણ કે પાટલીપુત્રમાં રો હતે. ઉચ્ચનાગરી શાખા શ્રી આર્યદિન્નસૂરિના શિષ્ય શ્રી આર્ય. શાંતિના સમયે નીકળી. શ્રી આર્યદિનસૂરિ વીરાત કર૧ માં થયા, અને શાખા તે પછી નીકળી હોવાથી તે પહેલાં શ્રી ઉમાસ્વાતિ થયા સંભવતા નથી. દિગંબર સંપ્રદાય ઉપરોક્ત ગ્રંથ તેમની પરંપરામાં થયેલા શ્રી ઉમાસ્વામીને બનાવેલ માને છે. ભાગ્યે તેમણે જ બનાવ્યું છે તેમ તેઓ માનતા નથી. તેમના માનવા પ્રમાણે તેમને જન્મ વીરાત ૭૧૪, દીક્ષા ૭૩૩, સૂરિપદ ૭૫૮ અને સ્વર્ગારોહણ ૭૯૮ ગણાય છે. વેતાંબર સંપ્રદાય, ઉક્તગ્રંથ અને ભાગ્યે તેમની પરંપરામાં થયેલ શ્રી ઉમા-. સ્વાતિનાં બનાવેલાં માને છે. આ સંબંધમાં ઉપરોક્ત પ્રશસિત સિવાય અન્ય કોઈ આધાર નથી, અને જે બીજાં સાધન છે તેના આંકડાં તૂટતાં છે, તે મેળવીને એકાકાર કરવાનું કાર્ય પુરાતત્વવિદેનું છે. તે ક્યારે બનશે તે તે ભાવીના ગર્ભમાં છે. તેઓશ્રીના જીવન સંબંધી કાંઈ સામગ્રી ન મળી શક્તી હોવાથી તેમણે કયારે ગૃહત્યાગ કર્યો અને કેવી રીત ત્યાગી જીવન ગાળ્યું; તે જાણી શકાય એમ નથી. આમ છતાં તેઓશ્રી પાંચસો પ્રકરણના રચનાર હતા, જેમાંના પ્રશમરતિ, જંબુદ્વીપ સમાસ પ્રકરણ, પૂજા પ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, ક્ષેત્રવિચાર, તરવાથધિગમ સૂત્ર આદિ ઉપલબ્ધ ગ્રંથ છે. આથી જ્ઞાન વિષયક તેમની ઉપાસના કેટલી તીવ્ર હતી અને તે દ્વારા તેમણે કેવી સાહિત્ય સેવા કરી તે સ્પષ્ટ થાય છે. પ્રકરણની રચનામાં અતિ સંગ્રહકર્તાઓમાં તે તેઓશ્રી અદ્વિતીય હતા. તેમની ગ્રંથ રચના કેવા પ્રકારની હતી, તેમાં ક્યા ક્યા વિષ હતા અને તેમણે કયી કયી પદ્ધતિએ તે વસ્તુની ગુંથણું કરી, તે વસ્તુ અત્યારના વિજ્ઞાન સાથે સરખાવી શકાય તેવી છે કે કેમ તે સવેને ખ્યાલ શ્રી તત્વાર્થસૂત્રની સમાલોચના દ્વારા રજુ કરે તે આ લેખિનીને નમ્ર પ્રયત્ન છે. આ અર્થે તે ગ્રંથનું સાવંત સંક્ષિપ્ત અવલોકન, તેમાંના એક અજીવ વિભાગ સંબંધી અત્યારના એક પ્રખર હિંદી વિજ્ઞાન શાસ્ત્રીએ લખેલા શબ્દો અને તે ગ્રંથમાં ચર્ચાયેલી વિજ્ઞાનની શાખાઓનું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક છે. ગ્રંથ શરૂ કરતાં પહેલાં આમુખ (Introduction) તરીકે ૩ર લેકની સંબંધ કારિકા ગ્રંથકારે ગૂંથી છે તેમાં છ પ્રકારના જીવની ભાવ શ્રેણિ બતાવી તેવો છવાના પ્રયત્ન Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy