SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ] जैन साहित्य संशोधक [खंड ३ તત્વાર્થ ભાષ્યના ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિ મલધારીશ્રીના પૂર્વવત છે; તેમની સામે ઓછામાં એાછું વિશેષ-આવશ્યક ભાષ્ય અને તેની પજ્ઞ ટીકા એ બે તો અવશ્ય હોવાં જ જોઈએ; તેથી શ્રી સિદ્ધસેન ગણિની અંગબાહ્યના ક વબેધક “જળધાર તથિિમઃ' એ તસ્વાર્થ ભાષ્યગત પદની વ્યાખ્યા જે પહેલાં ઉપર ટાંકી છે તે પ્રાચીન પરંપરાથી વિરૂદ્ધ હોય એમ ન માની શકાય, અને શ્રી સિદ્ધસેનગણિ તે એ પદને અર્થ ગણધરવંશજ, શ્રી જંબુસ્વામિ, શ્રી પ્રભવસ્વામી વગેરે આચાર્ય એવો સ્પષ્ટ કરે છે. તે ઉપરથી વિશેષ આવશ્યક ભાષ્ય અને તેની પજ્ઞ ટીકાનો અંગબાહ્યના કર્તા વિષે આશય કાઢવો જ હોય છે એ જ કાઢી શકાય કે ગણધર ભિન્ન શ્રી જંબુ, પ્રભવ વગેરે સ્થવિરાએ જે શ્રુત રચ્યું તે જ અંગબાહ્ય. વિશેષ-આવશ્યક ભાષ્યની ઉપલબ્ધ અને અતિ વિસ્તૃત ટીકા મલધારીશ્રી કત છે. એ ટીકામાં ભાષ્યગત ત્રણ વ્યાખ્યાઓના ઉદાહરણે પણ આપેલાં છે. ઉપાધ્યાય શ્રી યશવિજયજી અને સેનપ્રશ્નના પ્રણેતા સામે મૂલનિર્યુક્તિ, તે ઉપરનું વિશેષ આવશ્યક ભાષ્ય અને એ ભાષ્યની માલધારીશ્રી કૃત ટીકા એટલાં તે ઓછામાં ઓછાં હતાં જ; તેથી ઉપાધ્યાયશ્રીની તસ્વાર્થ ભાષ્ય ઉપરની ટીકામાં તથા સેનપ્રશ્નમાં અંગબાહ્યતના કર્તા સંબંધે જે વિચાર છે અને જેને ઉપર ટાંક છે તે પ્રાચીન ગ્રંથકારોના અભિપ્રાયને લક્ષ્યમાં રાખ્યા સિવાય તે લખાયેલ ન જ હોવો જોઈએ. ઉપાધ્યાયશ્રીની વૃત્તિ અને સેનપ્રશ્ન તો સ્પષ્ટ રીતે અંગબાહ્યને ગણધર ભિન્ન આચાર્યપ્રણીત સૂચવે છે, જે ઉપર બતાવવામાં આવ્યું છે; પૂર્વાપર આચાર્યોના વિચારસામ્યની કલ્પના ઉપર ઉભી કરેલ અનુમાનામક દલીલને છોડી હવે સીધી રીતે મલધારીશ્રીકૃત ટીકાને લઈ તેના ઉપર વિચાર કરીયે. ભાષ્યની પ્રસ્તુત ગા૦ ૫૫૦ મીની માલધારીશ્રી કૃત ટીકા નીચે પ્રમાણે છેઃ __ अङ्गा-ऽनङ्गप्रविष्टश्रुतयोरिदं नानात्वमेतद् भेदकारणम् । किम् ? इत्याह गणधरा गौतमस्वाम्यादयः, तत्कृतं श्रुतं द्वादशाङ्गरूपमङ्गप्रविष्टमुच्यते । स्थविरास्तु भद्रबाहुस्वाम्यादयः तत्कृतं श्रुतमावश्यकनियुक्त्यादिकमनङ्गप्रविष्टमङ्गबाह्य मुच्यते । अथवा वारत्रयं गणधरपृष्टस्य तोर्यकरस्य संबन्धी य आदेशः प्रतिवचनमुत्पाद-व्यय-ध्रोव्य वाचकं पदत्रयमित्यर्थः, तस्माद् यद् निष्पन्नं तदङ्गप्रविष्टं द्वादशाङ्गमेव, मुत्कं मुत्कलमप्रश्नपूर्वकं च यद् व्याकरणमर्थप्रतिपादनं, तस्माद् निष्पन्नमङ्गबाह्यमभिधीयते, तावश्यकादिकम । वा शब्दोऽहाऽनङ्गप्रविष्टत्वे पूर्वोक्तभेदकारणादन्यत्वसूचकः । तृतीयभेदकारणमाह 'धुव-चलविसेसओ व त्ति' ध्रुवं सर्वतीर्थकरतीर्थेषु नियतं निश्चयभाषि श्रुतमङ्गप्रविष्टमुच्यते द्वादशाङ्गमिति । यत् पुनश्चलमनियतमावि तत् तन्दुलवैकालिक प्रकरणादिश्रुतमङ्गबाह्यम् । वा शब्दोऽत्रापि भेदकारणान्तरत्व नूचकः। इदमुक्तं भवतिगणधरकृतं, पदत्रयलक्षणतीर्थकरादेशनिष्पन्नं, ध्रुवं च यच्छ्रतं तदङ्गप्रविष्टमुच्यते, तच द्वादशाङ्गीरूपमेव । यत्पुन: स्थविरकृतं, मुत्कलार्थाभिधानं, चलं च तदावश्यकप्रकीर्णादि श्रुतमङ्गबाह्यमिति॥ આ ટીકામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યશ્રુતના ભાષ્યકારે કરેલ વિવેકના સ્પષ્ટીકરણ ઉપરાન્ત ત્રણે વ્યાખ્યાઓનાં જુદાં જુદાં ત્રણ ઉદાહરણ છે, જે ખાસ ધ્યાન ખેંચે છે. (ક) પહેલી વ્યાખ્યામાં અંગપ્રવિષ્ટને શ્રી ગૌતમ આદિ ગણધરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ તરીકે દ્વાદશાંગધ્રુતને મૂક્યું છે, અને અંગબાહ્ય શ્રી ભદ્રબાહુ આદિ સ્થવિરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ રૂપે આવશ્યકનિયુકિત વગેરે શ્રુત દર્શાવ્યું છે. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy