SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ અં ૨ ] २३१ आवश्यक सूत्राना कर्ता कोण ? પરન્તુ આ પ્રલેાભક તર્કજાળ માત્રથી હું કાઇને મારા વિચાર તરફ આકર્ષવા નથી ઇચ્છતા. પ્રસ્તાવના પ્રસિદ્ધ થયે આટલા વર્ષે વ્યતીત થયાં, તે દરમીયાન આવશ્યકસૂત્રના કર્તા સંબંધી મુદ્દાઓને અંગે મેં પેાતે પણ વિચાર કર્યાં છે, અન્ય વિદ્વાન મિત્રા સાથે પણ નિષ્પક્ષપાત ચર્ચા કરી છે અને મતભેદ ધરાવનાર ટીકાકારના પ્રમાણેા પર પણ જીજ્ઞાસાપૂર્વક વિચાર કર્યાં છે, ગ્રંથનેા પૂર્વાપર સંબંધ પણ વિચાર્યો છે અને તેમ છતાં મને મારા અભિપ્રાય બદલવાને કારણ મળ્યું નથી. આથી ઉલ્ટું મતભેદ ધરાવનાર ટીકાકારેાએ જે પ્રમાણેા ટાંક્યાં છે તેમાં પણ મને તે મારા વિચારનું પેષણ થતું સ્પષ્ટ લાગે છે અને ચિત્ તેમ થતું નથી દેખાતું તે પણ તેવા પ્રમાણે! મારા અભિપ્રાયને સ્પષ્ટ રીતે ખાધ કરતા તે જણાતા નથી જ. તે ઉપરાન્ત કેટલાંક એવા પ્રમાણેા મને નવાં મળ્યાં છે કે જે મારા વિચારના સ્પષ્ટ સાધક છે અને સામા પક્ષના વિચારને માધક છે; હું આ સ્થળે એ બધા પ્રમાણેાને ટુંકમાં આપી તે તરફ વિચારાનું ધ્યાન ખેંચું છું કે જો હવે પછી કાઇ, આ વિષય ઉપર સમભાવ અને સહનશીલતાપૂર્વક વિશેષ વિચાર કરશે અને પેાતાના પક્ષના સાધક પ્રમાણેાને સ્પષ્ટ રીતે મૂકશે તે હું તેના પર સાચી જિજ્ઞાસાબુદ્ધિએ જરૂર વિચાર કરીશ અને તેમાંથી તથ્ય જડશે તે સ્વમત કરતાં તેની જ કિંમત હું વધારે આંકીશ. સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કન્ધ એ ગંધરકૃત નથી, પણુ ગણધર ભિન્ન અન્ય પ્રાચીન અને પ્રતિષ્ઠિત શ્રુતસ્થવિરકૃત છે એવા મારે અભિપ્રાય જે પ્રમાણેને આધારે મેં પ્રકટ કર્યો છે તે પ્રમાણા નીચે પ્રમાણે છે: (૧) વાચક શ્રી ઉમાસ્વાતીજી પોતાના શ્રી તત્વાર્થસૂત્ર ભાષ્યમાં શ્રુતના અંગપ્રવિષ્ટ અને અંગમાદ્ય એ એ ભેદનું વર્ણન આપતાં અંગખાદ્યના અનેક પ્રકારે બતાવે છે, તેમાં તેએાએ ‘ સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વન્દન, પ્રતિક્રમણુ, કાર્યાત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યકના અધ્યયને અંગબાઘુ તરીકે ગણાવ્યાં છે. ભાગ્યના પાઠ આ પ્રમાણે છે: અબ્રાહમને વિષમ્ । તથા-સામચિ, ચતુર્વિજ્ઞતિસ્તત્ર:, વનમ, પ્રતિમાં, વાયવ્યુત્તમ प्रत्याख्यानं, दशवैकालिकं, उत्तराध्यायाः, दशाः, कल्पव्यवहारौ, निशीथमृषिभाषितानीत्येवमादि दे० ला० पु० प्रकाशित तत्त्वार्थ भाष्य. पृ. ९० । ત્યારબાદ તેઓશ્રી પોતે જ અગપ્રવિષ્ટ અને અંગખાદ્ય એ બન્ને પ્રકારના શ્રુતની ભિન્નતાના કારણ વિષે પ્રશ્ન ઉઠાવી કહે છે કે જે તીર્થંકર ભગવાનના ઉપદેશને આધારે તેએકના સાક્ષાત્ શિષ્ય ગણધરાએ રચ્યું . તે અંગપ્રવિષ્ટ અને જે ગધણુર્ અનન્તર ભાવી વગેરે અર્થાત્ ગણધર વંશજ પરમ મેધાવી આચાય એ રચ્યું તે અંગબાહ્ય. આ મતલબના ભાષ્યને પાઠ આ પ્રમાણે છે: अ श्रुतज्ञानस्य द्विविधमनेकं द्वादशविधमिति किं कृतः प्रतिविशेष इति ? वक्तृविशेषाद् द्वैविध्यम् । यद् भगवद्भिः सर्वज्ञेः सर्वदर्शिभिः परमर्षिभिरर्हद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थकर नामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भिरुत्तमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गणधरैर्द्दब्धं तदृप्रविष्टम् | गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धा गमैः परमप्रकृष्ट वाङ्मतिबुद्धिशक्तिभिराचार्यैः कालसहननायुषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोक्तं तदङ्गबाह्यमिति ॥ તેન સસ્ત્રાર્થ. મળ્યું. વૃ, ર્ -૨૨ । Aho ! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy