SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ] जैन साहित्य संशोधक [ ફંડ ફ્ તેના પિતા નિષધે સર્પનું રૂપ લઈ તેને શું કરવું તે સમજાવ્યું. અને નળના રૂપના ફેરફાર પણ તાતે જ કર્યાં. હવે એળખાય તેવું રૂપ ન રહ્યું તેથી તે અયેાધ્યાધિપતિ ( ઋતુપર્ણને બદલે તેનું નામ દધિપણું છે ) ને ઘેર રસાયા તરીકે આરામથી રહી શકે છે. અહીં પણ વાર્તામાંથી અલૌકિક ચમત્કારને અંશ કંઇક ઓછા થયા છે. કર્કોટકનું વૃત્તાંત કેવળ ચમત્કાર જ ગણાય પણ પૂર્વજ સર્પ થાય છે એવી માન્યતા ગુજરાતમાં આજ સુધી છે. પૂર્વ વૃત્તાંત આપતાં આપતાં જ નળને યાદ આવે છે કે આજે તે દધિપણુની આજ્ઞાથી વિદર્ભથી આવેલા ભરતે (=ર્ટ ) નાટક કરવાના છે. કદાચ નટા પાસેથી દમયન્તીની ખબર પણ મળે, એટલામાં પર્ણ, તેને અમાત્ય સણું, અને જીવલક નામના રાજાને ખાસદાર ત્યાં આવી પહોંચે છે. રાજા બાહુકના કલાકૌશલ્યને વખાણે છે. એટલામાં નટા આવી પહોંચે છે. અને નાટક શરૂ થાય છે. નાટકમાં નાટકનું પ્રયાજન આ કવિ બહુ સારી રીતે સમજે છે એમ જણાય છેઃ ઉત્તરરામચરિત્રમાં ભવભૂતિ જેમ સીતાનેા અગ્નિ પ્રવેશને વૃત્તાન્ત લોકાને દેખાડવા માટે ગર્ભાકમાં યેાજે છે તેમ અહીં, દમયન્તીને પછીને વૃત્તાંત આ નાટકથી નળ જાણી શકે છે. બીજી રીતે જોતાં હેમ્લેટના નાટકમાં હેમ્લેટના પિતાના ખરા ખૂની પકડી કાઢવા જેમ તેના પિતાના જેવા ખૂનનું નાટક ભજવાય છે તેમ અહીં પણ ખરા નળ શેાધી કાઢવા એ પણ આ આંતર નાટકનું પ્રયાજન છે. અને એ પ્રયેાજન અહીં બરાબર સધાય છે. સૂત્રધાર જણાવે છે કે નલાન્વેષણ* નામનું નવીન નાટક ભજવનાનું છે. નલને વિચાર થાય છે કે આ નામ પેાતાને જ લક્ષે છે કે કેાઈ ખીજો નલ હશે: પણ ત્યાં તરત જ નેપથ્યે સંભળાય છેઃ “ હા આર્યપુત્ર, મારૂં રક્ષણ કરા, ભયંકર અરણ્યમાં હું ખ્વીઉં છું. ” હજી નળ ધારે છે કે મારા જેવા કાઈ ખીજા દુરાત્માએ પત્નીયાગ કર્યો હશે. ત્યાં સૂત્રધાર હાથ જોડી જય થાવ તે પુરુષને ત્રિકાલ તેને ત્રિધા નમસ્કાર, વિયેાગ તણું દુખ જેણે સ્વપ્ને ય ના દીઠું. ગાઇ ચાલ્યા જાય છે અને ગન્ધાર અને પિંગલક નામના માણસે સાથે ક્રમયન્તી પ્રવેશ કરે છે. અમે અચલપુર જનારા કાફલાના એ. માણસા છીએ એવી આળખાણ આપી ગન્ધાર દમયન્તીને આશ્વાસન આપે છે. પણ દમયન્તી તે માત્ર ભર્તાને શોધી કાઢીશ એટલા જ જવાબ આપે છે. તારા પતિ કાણુ એ પ્રશ્નના જવાબમાં સામાજિક નલને માલુમ પડે છે કે તે નિધાધિપતિ નલને શેાધે છે. તેણે ઊંધતી દમયન્તીને ત્યાગ કર્યાં છે એમ જાણી નાટક જોતાં રાજા કહે છે કે એવા પુરુષનું સ્વપ્ન પણ મ્હા ન જોવાય. નળ ઉમેરે છે કે એવા પુરુષને સ્પર્શ ન કરાય તેનું નામ ન લેવાય કે ન સંભળાય. બીજી બાજુ દમયન્તી નલને પાણી લઇ આવવા કહે છે. ગન્ધાર તેને સમજાવે છે કે તને ઊંધતી મૂકી ગયા તેવા ક્રૂર માણસ પાણી શું લઈ આવવાના હતા. “ એવું મા એલ. હું તેને પાણીથી પણ વ્હાલી હતી ” કહી દમયન્તી તેને વારે છે. દમયન્તી ચક્રવાકીને નળના ખબર પૂછે છે કારણ કે તે પ્રિય વિરહનું દુઃખ પ્રત્યક્ષ જાણનારી છે. સામાજિક રાજા કહે છે— વીત્યું ન હેાય જેને તે, ન જાણે રૂપ તેનું; સ્વતન્ત્ર જન શું જાણે, પરતન્ત્રતણી વ્યથા. ! વિક્રમેર્વશીયના પુરૂરવસની પેઠે દમયન્તી ચક્રવાકીને પૂછે છે, હાથણીને હાથ જોડી ખબર આપવા વીનવે છે, પેાતાના અવાજના જ પડધાથી જવાબ મળ્યા જાણી છેતરાય છે, પેાતાની છાયાને જ નળ ધારી ઉન્માદમાં આવે છે. આવેશમાં આવી જઇ રાજા આવી પતિવ્રતાને નમસ્કાર કરે છે તેને તેને હજૂરી * નલના શોધ. ૧ નાટક જોનાર Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy