SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] जैन साहित्य संशोधक [खंड ३ ધ્યાન કરવાથી ગમે તેવા દુષ્ટ વશીભૂત કરી શકાય છે, અને ચંદ્રમાના જેવા શુકલ રૂપ કર્મને નાશ કરી શકાય છે. જૈન મંત્રજ્ઞ પુરૂષોના મતે પંચપરમેથી મહામંત્રના જ ૪ આ ૩ કુ આ પાંચ આદ્યક્ષરેના સાજનથી આ પ્રણવાક્ષરનું સ્વરૂપ બનેલું છે. તેથી આ પદને જાપ કરવાથી નમસ્કાર મહામંત્ર જાપ કરવા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે. ઊપર આપેલી ઢની આકૃતિમાં જે પાંચ મિકસ કેરેલા છે તે પંચપરમેષ્ઠીના પાંચ સ્થાન સૂચવે છે. ચંદ્રકળા ઊપરને બિન્દુ તે સિદ્ધનું સ્થાન છે. ચંદ્રકળાગત બિંદુ તે અરિહંતનું સ્થાન છે તેની નીચે બિંદુ આચાર્યનું સ્થાન છે. મધ્યરેખાને બિંદુ ઉપાધ્યાયનું સ્થાન સૂચવે છે અને નિરેખાગત બિંદુ સાધુનું સ્થાન બતાવે છે. સિદ્ધ એ જગતના સર્વોચ્ચ સ્થાનમાં અને પરમ શૂન્યમાં વિલીન થએલા છે. અહંત જગતથી અલિપ્ત એવો ઉજ્જ આધ્યાત્મિક આકાશમાં વિરાજમાન હાઈ પોતાના આત્મ તેજથી પૃથ્વીતળને પ્રકાશિત કરે છે અને જ્ઞાનામૃતની શીતળ કિરણે વડે ઉત્તપ્ત આત્માઓનાં અંતરને શાંત કરે છે. સદાચા ઉપદેશ આચાર્યો તરવજ્ઞાનીઓ જનતાના અગ્રભાગમાં વિરાજે છે અને પિતાના આદર્શ આચાર અને વિચારથી, તે જનતાને સન્માર્ગે દોરે છે. સમ્યજ્ઞાનના અધ્યાપકે-ઉપાધ્યાય-શિક્ષકે લોકોની વચ્ચે રહી નિષ્કામ મને, તેમને પોતાના જ્ઞાનનું અક્ષય દાન આપે છે, અને સ્વ-અર કાણુની સાધનામાં તલ્લીન થએલા સાધુજન–સંતપુરુષે એકાંત સ્થાઓ વસ પિતાના સાવજાવથી જગતને નીચેથી ઊપર ચઢવા માટે અષ્ટ પ્રેરણા અને પબ આપ્યો કરે છે. આમ આ પાંચે સ્થાને સૂમ રહસ્ય છે. બીજે કેમ આ સ્થાને અન્ય પ્રકારે પણ કહી શકાય. સર્વોત્કૃષ્ટ અને સર્વોચ્ચ સ્થાન મેળવનાર મુમુક્ષુ આત્મા કયા ક્રમે ઉત્ક્રાંતિના રોપાન ઉપર આરૂઢ થઈ ઉચ્ચ પદ પ્રાપ્ત કરતે જાય છે તેનું પણ આ કારની આકૃતિમાં સૂમ સુચન રહેલું છે. મુક્તિ મેળવવાની ઈચ્છાવાળાને સૌથી પ્રથમ તે સાધુ એટલે સાધક થવું પડે છે. સાધક અવસ્થામાં અમુક પ્રકારની જગત કલ્યાણ કરનારી ભાવના કેળવી પછી તેને લેકેના શિક્ષક બનવું પડે છે એટલે કે સમ્યકજ્ઞાનનું અધ્યયન કરાવનારું અધ્યાપકનું પદ લેવું પડે છે. આ રીતે લોકશિક્ષણનું કામ કરતાં કરતાં પિતાને જે કાંઈ વિશિષ્ટ અનુભવ મળે અને લોકોના કલ્યાણને જે સત્ય માર્ગ સૂઝી આવે તે પ્રમાણે, પછી તેને પોતાના આચારવિચાર અનુસારે લોકોને દોરવાસ આયાર્ય પદ સ્વીકારવું પડે છે. આચાર્ય તરીકેનું પિતાનું કૃત્ય જે આત્મા પૂર્ણપણે અજાવી રહે છે તે જે પછી અહેરાના-જગપૂજયના પદે પહોંચે છે અને અંતે પરમાત્મદશારૂપ સિદ્ધસ્વરૂપમાં વિલીન થઈ જાય છે. આમ પાંચ પરમેષ્ઠી પદમાં આધ્યાત્મિક વિકાસક્રમનું જે વિચારતત્વ ગતિરૂપે રહેલું છે, ત આ કારની આકૃતિમાં સૂચવવામાં આવ્યું છે, Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy