SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] जैन साहित्य संशोधक [खंड ३ - કુવલયમાલાની સમાપ્તિસુચક સમય વિષેની જે નેંધ છે તે પણ પોતાને વિષયની જરા નવીન તરેહની છે. ૨૦ મી ગાથામાં માસ, પક્ષ, અને તિથિની સૂચના છે અને ૨૫ મી ગાથામાં વર્ષની અને વખતની સૂચના છે. એ બંને નેનો ભેગો સંબંધ જોડતાં “શક સંવત ૭૦૦ વ્યતીત થવામાં એક દિવસ ન્યૂન રહે તે દિવસે–ચત્ર કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ અપરાધંવેળાએ રચીને પૂર્ણ કરી’ આટલો અર્થ થાય છે. સામાન્ય રીતે પશ્ચિમ અને ઉત્તરભારતમાં જૂના સમયથી વિક્રમ નામે પ્રચલિત સંવતને જ વધારે પ્રચાર રહેલો છે, અને ગ્રન્થ અને લેખોમાં ઘણા ભાગે એ જ સંવતને નિર્દેશ કરેલ હોય છે. શક કાલ એ દક્ષિણને લોકમાન્ય સંવત્સર છે. પણ કુવલયમાલામાં શક સંવતને ઉપયોગ કરવામાં આવ્યો છે જે ગ્રન્થકારની ખાસ સચિનું સૂચન કરતું હોય એમ લાગે છે. મને લાગે છે કે ઉદ્યોતનસૂરિને દક્ષિણ દેશ સાથે ખાસ પરિચય હોવો જોઈએ. કારણ કે કથાના વર્ણનમાયે દક્ષિણના પ્રદેશ અને સ્થાનને બહુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલું જ નહિ પણ દક્ષિણની તાત્કાલીન દેશભાષાને પણ ખાસ પ્રયોગ કરે છે. વળી, ગ્રન્થકારનું ઉપનામ જે મૂળમાં વિખરૂંધ ( જેનું સંસ્કૃત ભાષાંતર કારે દાક્ષિણ્યચિન્હ એવું શબ્દાંતર કરેલું છે, પણ મારા વિચારથી તે દક્ષિણચિન્હ હોય તેમ લાગે છે ) શબ્દ વાપરેલો છે તે ઘણું કરીને દક્ષિણ એવા ઉપનામનું સૂચક લાગે છે. એટલે કે એ ઉઘાતનસૂરિ દક્ષિણી’ એમ કહેવાતા હશે. એ પરથી સંભવિત છે કે કાં તે એમની જન્મભૂમિ દક્ષિણમાં આવેલી હશે અને કાં તે એમણે દક્ષિણમાં લાંબા સમય સુધી નિવાસ કરેલ હશે. ગમે તેમ હોય પણ એમને દક્ષિણ દેશને સારી પેઠે પરિચય હતું અને તે પરિચયના અભ્યાસે જ એમણે આ પ્રદેશમાં વધુ પ્રચલિત વિક્રમકાલના બદલે શકકાલને નિર્દેશ કર્યો હોવો જોઈએ. પણ એ સાથે માસ, પક્ષ અને તિથિને જે નિર્દેશ કર્યો છે તે જરા ભ્રમમાં નાંખે તે છે. શકકાલ સાથે પ્રયુકત કરાતા માસ ઘણા ભાગે અમાંત હોય છે. પણ અહિં જણાવેલ માસ પૂર્ણિમાંત છે. અમાંત માસના હિસાબે વર્ષસમામિ ચિત્ર બ. દિ. ૧૫ ની સાથે નહિ પણ ફાલ્ગણ બ. દિ ૧૫ સાથે થાય છે. ચિત્ર બ. દિ ૧૫ ની સાથે વર્ષની સમાપ્તિ જણાવવાથી ઉદ્યોતનસૂરિએ પૂર્ણિમાંત માસનો ઉપયોગ કર્યો છે એ સ્પષ્ટ સમજાય છે અને રાજપૂતાનામાં આજે પણુ વર્ષેસમાપ્તિ ચૈત્ર બ. દિ ૧૫ મે જ થાય છે. ડે. હર્મન યોકાબીએ. આ મિતિ ઉપર એક નોટ, સમરાદિત્યકથાની પ્રસ્તાવનામાં (પૃ. ૨) લખી છે, તે જાણવા જેવી હેવાથી અહિં ઉતારી લેવી ઉપયોગી થઈ પડશે. બોરસદ વિક્ષ ગ્રિ વિશ્વ એટલે ચૈત્ર વદિ ૧૪. આ તિથિ પંચાંગદષ્ટિએ રસપ્રદ છે. ચિત્રાદિ વર્ષ ચૈત્રના શુકલ પક્ષથી જ હમેશાં શરૂ થાય છે તેથી પ્રસ્તુત તિથિ પૂર્ણિમાન્ત પદ્ધતિ કે જેમાં કૃષ્ણ પક્ષ હમેશાં શુકલ પક્ષની પૂર્વે આવે છે તે પ્રમાણે ગણીને મૂકેલી હોય એમ ભાસે; પણ, કિલ્હને (ઇડિયન એટિકવરી ૧૮૯૬ પૃ. ૨૭૧ ટિપ્પણ) શિલાલેખોની તિથિઓપરથી બતાવ્યું છે કે શકવર્ષો ને સંબંધમાં પ્રાયઃ હમેશાં “અમાન્ત’ માસોને ઉપયોગ કરવામાં આવે છે, તેથી આપણી આ તિથિને પ્રથમદષ્ટિએ અર્થ અત્યંત શંકાસ્પદ થાય છે, તે છતાં પણ આ લક્ષિત વર્ષમાં “અધિક’ ચિત્ર માસ હતો કે જે નિજ' માસની પૂર્વે આવે છે, તેથી આ પ્રસ્તુત તિથિ સંબંધે “અધિક ચૈત્ર વદિ ૧૪ એ છેલ્લો દિન છે પણ તે પૂર્વના વર્ષને છેલ્લો દિન છે, જે તે વર્ષ નિજ' ચૈત્રથી શરૂ થયું હોય તેઅને તેમ જ થવું જોઈએ, કારણ કે ખરા ચિત્રની શરૂઆત કરનાર શુકલપક્ષને ચંદ્ર, મેષસંક્રાન્તિ પહેલાં આવ્યો હતો. હું તેથી એમ માનું છું કે સ્વામિકનુ પિલ્લાઈને નિર્ણય નામે “જ્યાં અધિક ચિત્ર હેય છે ત્યાં વર્ષને પ્રારંભ થાય છે' (ઇડિયન એફેમરી વેં. ૧ ભાગ ૧ પૃ. ૬પ) તે નિર્ણય માત્ર આધુનિક પ્રથાને લાગુ પડે છે.” - કુવલયમાલાની પ્રસ્તાવનામાં અને આંતરિક ભાગમાં પણ કેટલીક ઐતિહાસિક વિગતે ઉપરાંત ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ તેમ જ તત્કાલીન સામાજિક રીતિરીવાજ અને ભૌગોલિક વર્ણનની દૃષ્ટિએ ઘણી ઘણી ઉપયોગી બાબતે આવેલી છે જેનો વિચાર આ લેખના બીજા ભાગમાં કરવાનું મુલતવી રાખી જરા વધારે વિસ્તૃત થઈ પડેલા આ લેખને અહિં પૂર્ણ કરીશું. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy