SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ એ ૨] कुवलयमाला [ ૨૮૨ દેવાં પડયાં. આ રીતે ઈતિહાસમાં વત્સરાજને પરિચય મળી આવે છે. મી. મીથે વત્સરાજને સમય ઈ. સ. ૭૭૦ થી ૮૦૦ સુધીને, આનુમાનિક રીતે, સ્થિર કર્યો છે, અને તેને કુવલયમાલાના ઉલ્લેખ થી પણ પુષ્ટિ મળે છે. ઉપર, સામાન્ય રીતે આપણે જાણ્યું છે કે આ પ્રતિહાર વંશનું મૂળ ઉત્પત્તિસ્થાન ભિનમાલ છે, પણ તે માત્ર અનુમાને જ સ્વીકારી લેવામાં આવ્યું છે. એ વંશ પ્રાચીન ગૂર્જરભૂમિમાં ઉદય પામ્યો એ વાત તે સપ્રમાણ સાચી છે જ, અને પ્રાચીન ગૂર્જરભૂમિનું પાટનગર ભિનમાળ એ યવનચંગના ઉલ્લેખથી સારી પેઠે વિદિત થએલું છે; તેથી ભિનમાલ સિવાય, એ વંશની બીજી કઈ રાજધાની હોઈ શકે એવી તકપરંપરાએ એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પણ તે માટે હજી પ્રમાણ કશું મળ્યું નથી. એથી શ્રી ચિંતામણી વિ. વૈદ્ય પોતાના “મધ્યચીન ભારત મા. ૨” (પૃ. ૧૨૮) માં એ બાબત વિષે શંકા ઉઠાવી છે. તેમનું કહેવું છે કે –“સ્મિથના લખવા પ્રમાણે ભિન્માલ શહેર એ નાગભટ (વત્સરાજના પ્રપિતા)ની રાજધાની હશે. પણ લેખોમાંથી આ વિષે કશો જ ઉલ્લેખ મળતો નથી. કદાચિત લેખ લખનારાઓને, અત્યંત પરિચિત હોવાથી, તેનું નામ લેખમાં નિર્દિષ્ટ કરવા જેટલું મહત્વનું નહિ લાગ્યું હોય, પણ આપણને સ્થળની માહીતી હોવી અત્યંત આવશ્યક છે. કારણ કે તે વગર ઈતિહાસની સંગતિ થતી નથી. ખેર, પૃથ્વીરાજ ચૌહાણના સમયે નાહરરાય પ્રતીહારનું ઠેકાણું જોધપુર નગર પાસેનું મંડેર હતું, એ નિશ્ચિત છે. તે પરથી એમ લાગે છે કે પ્રતીહાર ઘરાણાની ગાદી નાગભટના વખતે પણ મંડેરમાં જ હોવી જોઈએ. બીજું એ કે મંડેરમાં ઉધ્વસ્ત સ્થિતિમાં પડેલાં જૂનાં સ્થાને અને પાલી (? પ્રાકૃત) ભાષામાં લખેલા શિલાલેખ વગેરે મળે છે તે પરથી એમ ભાસે છે કે પ્રાચીન સમયમાં મડર એ ઘણી જાહોજલાલીનું અને મહત્વનું સ્થાન હોવું જોઈએ. (જુઓ ટેડ, પૃ. ૨૧૦, ભાગ ૧) મંડોર ગામ પ્રતીહારોનું મૂળ સ્થાન શા માટે લેવું જોઈએ એનું ત્રીજું કારણ એ છે કે મારવાડમાં મુખ્ય સ્થાન મંડોર જ હતું. રાઠેડ લોકોએ પ્રથમ પ્રતીહાર ઘરાણાને આશ્રય કરી તેને પાદાક્રાંત કર્યો અને પિતે જ તેની ગાદી પડાવી લીધી. એ જ રાઠોડ લોકોએ પછી મડરથી થડાક જ માઈલના છે. જોધપુર નામે નવી રાજધાની વસાવી. રાઠોડ વંશના ઇતિહાસ તરફ લક્ષ્ય દેતાં જણાય છે કે તેણે મડરના પ્રતીહાર ઘરાણાને આશ્રય લીધે હોય એમ સ્પષ્ટ લાગે છે. એકંદર, નાગભટની ગાદી ઘણું કરીને મંડોરમાં જ હોય એમ અમને લાગે છે. વળી, ભિનમાલમાં ૮ માં સૈકાના પૂર્વ વ્યાધ્રમુખના વંશજ “ચાપ” વંશના રાજાઓ રાજ્ય કરતા હતા, એ પાછળ બતાવેલું જ છે. તેથી ભિનમાલ એ નાગભટની રાજધાની હોવી અસંભવિત છે. પણ અમારા વિધાન ઉપર આવે આક્ષેપ આવી શકે છે કે ભિનમાલ અને મંડેર એ બંને ગામો મારવાડમાં આવેલાં હોઈ એક જ રાજ છત્ર નીચે હતાં. આ આખા પ્રદેશને પૂર્વ ગુર્જરત્રા એવું કહેવામાં આવતું. ગુર્જરત્રા એટલે મારવાડ પ્રાંત“ગુઝરાય” નહિ. [ ગુજરાય પ્રાંત તે કાળે લાટ નામે પ્રસિદ્ધ હત] આ પ્રદેશમાં એકછત્રી રાજ્ય હોવાને લીધે તે ભિનમાલમાં જ હોવું જોઈએ; અર્થાત મંડેરમાં બીજું રાજ્ય હોવું અસંભવિત લાગે છે. આ રીતે સર્વ બાજુએ વિચાર કરતાં નાગભટનું મૂળ સ્થાન કર્યું એ ઠરાવવું જરા કઠણ જ છે, એમ કહેવું પડે છે. તે કયાંયે પણ મારવાડમાં જ હોવું જોઈએ, કારણ ૮ મા સૈકાના પ્રારંભમાં અરબ લેકેના જેટલા હુમલા મારવાડ પ્રાંતપર થતા હતા તેટલા ચિત્તડ કે સાંબર ઉપર નહેતા થતા. નાગભટે તે અર પર પરાક્રમ ગજાવીને તેમને હેઠા પાડયા હતા અને તેથી જ તે વધારે પ્રસિદ્ધિમાં આવ્યો હતો માટે તેનું કાર્યક્ષેત્ર મારવામાં જ કયાંયે આવેલું હોવું જોઈએ.” શ્રીયુત વેવની આ શંકા વિચારણીય છે અને તેને ખુલાસે કુવલયમાલાના ઉલ્લેખથી થઈ જાય છે. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy