SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૨] कुवलयमाला [ ૧૮૧ ઉપર આપણે એ પણ અનુમાન કર્યું છે કે હરિગુપ્ત આચાર્યના શિષ્ય જે દેવગુપ્ત કહેલા છે તે પણ ગુપ્તવંશીય જ સંભવે છે અને તેમ હોય તો તે રાજર્ષિ પણ છે. માટે એમને પણ કાંઈ પત્તો લાગે તે લગાડીએ. બાણના ચરિત્ર ઉપરથી જણાય છે કે સ્થાવીશ્વર હર્ષવદ્ધનની ભગિની રાજ્યશ્રીને પતિ જે કનાજને સ્વામી ગ્રહવર્મા હતો તેને ઉછેદ માલવાના રાજા દેવગુપ્ત કર્યો હતે. આ દેવગુપ્ત ગુપ્તવંશીય હતો એમ બીજા બીજા પુરાવાઓ ઉપરથી ઠરાવાય છે.૨૫ કાજ ઉપર તેણે કરેલા આક્રમણને બદલો લેવા માટે તેના ઉપર હર્ષવર્ધનના મોટા ભાઈ રાજ્યવર્ધને ચઢાઈ કરી અને તેમાં તે દેવતની જે હાર થઈ તેના પરિણામે તેણે પિતાનું રાજ્ય અને કુટુંબ છોડી તે સંસારથી વિરક્ત થયા હોય અને પછી પિતાના જ સજાતીય અને પ્રભાવશાલી વૃદ્ધ આચાર્ય હરિગુપ્ત પાસે દીક્ષા લઈ લીધી હોય તે તે બનવા જોગ છે. યુદ્ધમાં પરાજય પામેલા રાજાઓ માટે દેહનાશ કે સંન્યાસ એ બે જ શરણભૂત હોવાની માન્યતા તે આપણા સાહિત્યમાં સુપ્રસિદ્ધ જ છે. આ કથનમાં છેડેક સમયકૃત વિધ દેખાય છે. કારણ કે હરિગુપ્ત તરમાણુના સમકાલીન હોવાથી, અને તરમાણ પુરાવિદોના સ્થિર કર્યા પ્રમાણે, વધારેમાં વધારે વિ. સં. ૫૭૫ કરતાં વધુ જીભે ન હોવાથી, હર્ષને વૃદ્ધ સમકાલીન દેવગુપ્ત હરિગુપ્તને શિષ્ય શી રીતે બની શકે. કારણ કે એ બે વચ્ચે લગભગ ૭૫ કરતાં વધારે વર્ષોનું અંતર પડે છે. જે સમાધાન જ કરવું હોય તે તે બે ત્રણ રીતે થઇ શકે તેમ છે. એક તો તોરમાણના મરણનો જે સમય નક્કી કરવામાં આવ્યો છે તે અનુમાનથી છે તેથી તે કદાચિત જાણવા કરતાં વધારે વર્ષ જ હોય ! બીજું, રાજ્યવર્ધનારા દેવગુપ્તનો પરાજયનો જે સમય નિર્ધારવામાં આવે છે તે પણ કદાચિત ૧૦ વર્ષ પાછળ ન જાય એમ નથી. ત્રીજું હરિગુસઆચાર્ય બહુ દીર્ધાયુષી હોય અને તેરમાણના પછી પણ તેઓ ઘણાં વર્ષો સુધી હયાત રહ્યા હોય અને તેમની છેલ્લી અવસ્થામાં દેવગુપ્ત તેમને શિષ્ય બન્યો હોય તો તે પણ સંભવિત છે. જૈન સાધુઓમાં દીર્ધાયુષી આચાર્યો થયાના દાખલાઓ ઘણું મળી આવે છે. પરંતુ આ બધી કલ્પનાઓ છે. જ્યાં સુધી કેાઈ ઐતિહાસિક પ્રમાણુ એને સિદ્ધ કરનારું ન મળે ત્યાં સુધી એના પર આપણે વધારે પડતો ભાર ન આપી શકીએ. આ લખાણમાંથી પ્રમાણભૂત ગણાય એવી વિગત તે માત્ર એટલી જ સમજવી જોઈએ કે, ચંદ્રભાગા નદીને તીરે વસેલી પત્રુઈયા નગરીનો જે તમારું નામે રાજા હતા તેના ગુરુ હરિગુપ્ત નામે જૈનમુરિ હતા અને તેઓ જન્મે ગુપ્તવંશીય હતા. તેમ જ દેવગુપ્ત નામના એક ગુપ્તવંશીય રાજર્ષિ પણ તે જમાનામાં થયા હતા. આચાર્ય હરિગુપ્તના પ્રશિષ્ય અને દેવગુણના શિષ્ય શિવચંદ્રગણિ મહત્તર પંજાબમાંથી નીકળી તીર્થયાત્રાના નિમિત્તે આ દેશમાં આવ્યા હતા અને તે ફરતા ફરતા છેવટે ભિનમાલ નગરમાં સ્થિર થઈ રહ્યા હતા. આ ભિનમાલ તે પ્રાચીન ગૂર્જર દેશની મૂળ રાજધાની તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ છે અને એનું બીજું નામ શ્રીમાલ છે. મધ્યકાલીન જૈનઈતિહાસને આ ભિનમાલ સાથે ઘણે સંબંધ રહેલો છે. હાલની જે જૈન જાતિઓ રાજપૂતાના, પશ્ચિમભારત અને પંજાબ તથા યુપીના પ્રાંતોમાં વસે છે તે બધીનું મૂળ ઉત્પત્તિસ્થાન એ ભિનમાલ છે. મધ્યકાલીન ભારતના રાજપૂત રાજવંશે જે પ્રદેશમાં અને જે સમયમાં ઉદભવ પામે છે તે જ પ્રદેશમાં અને તે જ સમયમાં એ જન જાતિઓના પણું પ્રાદુર્ભાવ થાય છે, એથી જૈનધર્મનુયાયી શ્રીમાલ, પિરવાડ અને એસવાલ વગેરે જૈન જાતિઓના મૂળ પુરુષોને સંબંધ જે રાજપૂત ક્ષત્રિયો સાથે હેવાનું કહેવામાં આવે છે તેમાં ઘણું તથ્ય સમાએલું છે. શિવચંદ્રગણીના શિષ્ય જખ્ખદત્ત અગર યક્ષદરગણી થયા અને તેમના અનેક પ્રભાવશાલી શિષ્યોએ ગૂર્જર દેશમાં ઠામઠામ જૈનમંદિરો કરાવરાવી એ દેશને રમ્ય બનાવ્યું. જૈન મંદિરના ઇતિહાસની દૃષ્ટિએ આ ઉલ્લેખ ઘણો Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy