SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ન ? ] न्यायावतार सूत्र પ્ર. દૂધાભાસ એટલે શું ? ઉ. ખરી રીતે દૂષણ ન હેાય પણ દૂષણના સ્થાનમાં યેાજાએલા હેાય તે દૂષણાભાસ. પ્ર. શું દૂષણ અને દૂષણાભાસ એક જ સ્થળે હાય ? ઉ. નહિ. દૂષણ એ સદેોષ સાધન વાક્યમાં સંભવે છે. જ્યારે દૂષણાભાસ નિર્દોષ સાધન વાકયમાં સંભવે છે. પારમાર્થિક પ્રત્યક્ષ— [ o सकलावरणमुक्तात्म केवलं यत् प्रकाशते । प्रत्यक्षं सकलार्थात्मसततप्रतिभासनम् ॥ २७ ॥ સંપૂર્ણ પદાર્થોના સ્વરૂપને સતત પ્રકાશિત કરનાર જે જ્ઞાન સપૂર્ણ આવરણથી મુકત સ્વરૂપવાળુ' હાઇ કેવળ પ્રકાશમાન થાય છે તે પ્રત્યક્ષ પ્રમાણુ, પ્ર. કેવળ પ્રકાશમાન થવું એટલે શું ? ઉ. ઇંદ્રિય કે બીજા કાઈપણ ખાદ્યસાધનની અપેક્ષા સિવાય જ માત્ર આત્માની યેાગ્યતાને ખળે જ્ઞાનનું જે સંપૂર્ણપણે પ્રકટવું તે જ કેવળ પ્રકાશમાન થવું. પ્ર. આવી સંપૂર્ણ પ્રકાશવાની ચાગ્યતા ક્યારે આવે ? ઉ. જ્ઞાનાવરણુ-અજ્ઞાનથી સર્વથા છૂટા થવાય ત્યારે. પ્ર. આવા પ્રત્યક્ષ અને ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષમાં શે ફેર ? ઉ. ઘણા જ ફેર. ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષ માત્ર વર્ધમાનકાલની વસ્તુને અને તે પણ સંનિહિત, સ્થૂલ તેમ જ પરિમિત વસ્તુને જ પ્રકાશિત કરે છે. વળી તે પણ બહુ અધુરી રીતે. આથી ખરી રીતે ઈંદ્રિયજન્ય જ્ઞાન એ પરેાક્ષ જ છે. એને પ્રત્યક્ષ કહેવામાં આવે એ લાકવ્યવહારને લીધે. તેથી જ ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. જ્યારે જ્ઞાનાવરણના સર્વથા નાશથી ઉત્પન્ન થનારૂં જ્ઞાન એ ત્રૈકાલિક સમગ્ર પદાર્થોને સાથે સતત પ્રકાશિત કરે છે. તેથી એ જ જ્ઞાન મુખ્ય પ્રત્યક્ષ છે. એને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. આવું પ્રત્યક્ષ જેને પ્રકટયું હેાય તે જ સર્વજ્ઞ. પ્રમાણુનુ ફળ प्रमाणस्य फलं साक्षादज्ञान विनिवर्त्तनम् । केवलस्य सुखोपेक्षे शेषस्यादानहानधीः ॥ २८ ॥ પ્રમાણનુ` સાક્ષાત્ ફળ અજ્ઞાનને દૂર કરવુ' એ છૅ. કેવળજ્ઞાનનાં સુખ અને ઉપેક્ષા એ એ કળા છે અને બાકીના જ્ઞાનનું ઉપાદાન તથા હાનની બુદ્ધિ એ ફળ છે. ૫. અજ્ઞાનના નિવારણને પ્રમાણનું ફળ કહ્યું છે તે કયા પ્રમાણનું ? ઉ. પ્રત્યક્ષ, પરાક્ષ, વ્યવહારિક કે પારમાથિક બધા પ્રમાણે નું. પ્ર. અજ્ઞાનના નિરાકરણને સાક્ષાત-અવ્યહિત ફળ કહ્યું ત્યારે શું પ્રમાણોનું અસાક્ષાતુ-વ્યવહિત પણ ફળ હેાય છે ? ૭. હા. પ્ર. બધા પ્રમાણેાનું વ્યવહિત ફળ, અવ્યહિત ફળની પેઠે એક જ હાય છે કે જૂહું હું ? ઉ. જૂદું જૂદું. પ્ર. કેવી રીતે ? Aho ! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy