SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સંવ ? ] न्यायावतार सूत्र [ ૨૧ અને તાર્કિક પદ્ધતિના સમન્વયનો આટલો પ્રયત્ન થયાં પછી પણ જિજ્ઞાસુઓને શંકા માટે અવકાશ હતો જ. તેથી વળી પ્રશ્ન થવા લાગ્યો કે “તમે (જૈનાચાર્યો) તે મતિ અને શ્રુતને પરોક્ષ કહે છે જ્યારે જૈનેતર દાર્શનિક વિદ્વાને મતિજ્ઞાન તરીકે વર્ણવતા ઇન્દ્રિય જન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. તે આ બાબતમાં સત્ય શું સમજવું? શું તમારા કથન પ્રમાણે મતિજ્ઞાન એ ખરેખર પરોક્ષ જ છે કે દર્શનાંતરીય વિદ્વાનોના કથન પ્રમાણે એ પ્રત્યક્ષ જ છે.” આ પ્રશ્ન એક રીતે વાચકશ્રીના સમન્વયમાંથી જ ઉદ્દભવે તે છે અને તે દેખીતી રીતે વિકટ પણ લાગે છે. પરંતુ આનું સમાધાન વાચકશી અને કુંદકુંદાચાર્ય પછી થતું દેખાય છે. એ સમાધાનના બે પ્રયનો આગમાં નજરે પડે છે. પહેલો પ્રયત્ન અનુયોગદ્વારમાં અને બીજે નંદિસૂત્રમાં. બન્નેની રીત જૂદી જૂદી છે. અનુગદ્વારમાં પ્રત્યક્ષ અનુમાન આદિ ચાર પ્રમાણેના ઉલ્લેખની ભૂમિકા બાંધી, તેમાંથી પ્રત્યક્ષના બે ભાગો પાડી, એક ભાગમાં મતિજ્ઞાનને પ્રત્યક્ષ તરીકે માન્ય રાખવામાં આવ્યું અને બીજા ભાગમાં વાચકશ્રીએ સ્વીકારેલ અવધિ આદિ ત્રણ જ્ઞાનનું પ્રત્યક્ષપણું કબૂલ રાખવામાં આવ્યું. જ્યારે નંદિસૂત્રને સમાધાન-પ્રયત્ન બીજી જ રીતનો છે. તેમાં પ્રમાણુના પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદે લઈ, પ્રત્યક્ષ ભેદના બે ભાગો પાડી, પહેલા ભાગમાં મતિજ્ઞાનને અને બીજામાં અવધિ આદિ ત્રણ જ્ઞાનને અનુયોગદ્વારની પેઠે પ્રત્યક્ષરૂપે બતાવ્યાં છે ખરાં, પણ વળી આગળ જતાં જ્યાં પરાક્ષ ભેદનું વર્ણન કરવાનો પ્રસંગ આવે છે ત્યાં નંદિકાર શ્રુતજ્ઞાનની સાથે મતિજ્ઞાનને પણ પરોક્ષ તરીકે વર્ણવે છે; જે વર્ણન અનુગદ્વારમાં નથી. અનુયોગકાર અને નંદિના કર્તાએ એક સરખી જ રીતે દર્શનાંતરમાં અને લોકમાં પ્રત્યક્ષરૂપે પ્રસિદ્ધ ઇયિજન્ય (મતિ) જ્ઞાનને પ્રત્યક્ષના એક ભાગ તરીકે વર્ણવી જૈન અને લોક વચ્ચે વિરોધ દૂર તે કર્યો પણ તેટલા માત્રથી એ સમન્વયને વિચાર બિલકુલ સ્પષ્ટ અને અસંદિગ્ધ તે ન જ થયે. એક રીતે ઉલટો ગોટાળો થયા જેવું થયું. લોકમાન્યતાને સંગ્રહ કરવા જતાં ઇક્રિયજન્ય (મતિ) જ્ઞાનને પ્રત્યક્ષને એક ભાગ તરીકે નંદિ અને અનુગદ્વારમાં કરેલા સમન્વય પ્રમાણે નંદિકારે તેને પરીક્ષના એક ભેદ તરીકે પણ વર્ણવ્યું. આથી વળી શંકા થવા લાગી કે “ઈદ્રિયજન્ય (મતિ) જ્ઞાનને તમે (જૈનાચાર્યો) પ્રત્યક્ષયે કહો છો અને પરોક્ષ પણ કહે છે: ત્યારે શું તમે લૌકિકસંગ્રહ અને આગમિકસંગ્રહ બન્ને કરવા ખાતર એક જ જ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ પરસ્પર વિરોધીરુપે સ્વીકારો છે કે સંશયશીલ છે ?” આનું નિરાકરણ તદ્દન સ્પષ્ટપણે ત્યાર પછીના શ્વેતાંબર અને દિગંબર ગ્રંથમાં આપણે જોઈએ છીએ. | ઉપલબ્ધ સાહિત્ય જોતાં એનું નિરાકરણ કરનાર શ્વેતાંબર આચાર્યોમાં સૌથી પહેલા જિનભદ્ર ગણી ક્ષમાશ્રમણ અને દિગંબર આચાર્યોમાં ભટ્ટારક અકલંક લાગે છે. ક્ષમાશ્રમણ પિતાના વિશેષાવશ્યક ભાષ્યમાં ઉક્ત પ્રશ્નનું નિરાકરણ કરતાં કહે છે કે-ઈદ્રિયજન્ય (મતિ ) જ્ઞાનને જે પ્રત્યક્ષ કહેવામાં આવે છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ સમજવું. ભટ્ટારક અકલંક પિતાની લઘીયસ્ત્રયીમાં વધારે સ્પષ્ટતાથી કહે છે કે પ્રત્યક્ષના મુખ્ય અને સાંવ્યવહારિક એવા બે ભેદ છે. તેમાં અવધિ આદિ ત્રણ જ્ઞાન એ મુખ્ય પ્રત્યક્ષ અને ઈદ્રિયજન્ય (મતિ ) જ્ઞાન તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ સમજવું. બન્ને આચાર્યોનું કથન પ્રસ્તુત પ્રશ્ન પરત્વે છેવટનું નિરાકણ કરે છે. બન્નેના કથનનો સ્પષ્ટ આશય ટૂંકમાં એટલો જ છે કે જનદર્શનને તાત્વિક દષ્ટિએ અવધિ, મન:પર્યાય અને કેવલ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષરૂપે માન્ય છે. મતિ અને શ્રત વસ્તુતઃ પક્ષ જ છતાં મતિ (ઇક્રિયજન્ય) જ્ઞાનને જે પ્રત્યક્ષ કહેવામાં આવે છે તે તાત્વિકદષ્ટિએ નહિ પણ લોકવ્યવહારની ધૂળ દષ્ટિએ. તાવિક દષ્ટિએ તે એ જ્ઞાન શ્રુતજ્ઞાનની પેઠે પરોક્ષ જ છે. એ બન્ને આચાર્યોનું આ સ્પષ્ટીકરણ એટલું બધું અસંદિગ્ધ છે કે તેઓ પછી આજ સુધીના લગભગ બાર વર્ષમાં બીજા કેઈ ગ્રંથકારને તેમાં કશું જ ઉમેરવાની જરૂર પડી નથી. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy