SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ जैन साहित्य संशोधक [ खंड ३ વિવેચન અને અર્થોધન એમ કહેવાય છે કે, વર્તમાન જૈન આગમ-સમૂહના મુખ્ય સંકલનકર્તા પૂર્વતસૂત્રાર્થધારક ભગવાન દેવ વાચક ક્ષમાશમણે જ્યારે આગમોની સંકલન કરવાને ઉપકમ કર્યો ત્યારે સર્વથી પ્રથમ તેમણે જેના પ્રવચનના પરિચય માટે મંગલસ્વરૂપ નવીર ની રચના કરી, એ સૂત્રમાં પ્રારંભમાં નિગ્રંથપ્રવચનસમ્મત શ્રુત જ્ઞાનનું સ્વરૂપ વર્ણવીને પછી એ શ્રત જ્ઞાનના અંગભૂત આગમ અને પ્રકરણરૂપ સાહિત્યનું વિવેચન કરવામાં આવ્યું છે. એ રીતે, વિદ્યમાન સમગ્ર આગમ સંગ્રહના ઉદ્દઘાત જેવો એ સૂત્ર ગ્રંથ છે. એ સૂત્રની આદિમાં ૪૧ ગાથા મંગલાચરણરૂપે ગુંથવામાં આવી છે જેમાં નિગ્રંથ પ્રવચનના-શ્રુત જ્ઞાનના મૂળ પ્રભવ-ઉત્પત્તિસ્થાનભૂત ભગવાન મહાત્મા મહાવીર તીર્થકરની, તેમણે સ્થાપેલા શમણુસંઘની, અને એ સંઘમાં થએલા દેવવાચક ગણું પયેતના પ્રધાન પ્રધાન શ્રતધર સ્થવિરેની, સ્તવના કરેલી છે. આ પંક્તિઓના શિરોભાગ ઊપર જે ત્રણ ગાથાઓ મંગલરૂપે અવતારેલી છે તે એ જ સંતોષજ્ઞના મંગલપાઠની આદિ ગાથાઓ છે. આ ગાથાઓમાં શ્રમણભગવાન મહાતમા મહાવીર તીર્થકરની સ્તુતિ છે. આ સ્તુતિ બહુ જ ગંભીર અથવાળી છે અને એમાં ભગવાન મહાવીરદેવના જગવિલક્ષણ ગુણોનું સંકીર્તન કરવામાં આવ્યું છે. આ સ્તુતિના ગંભીરથેની કલ્પના થવા માટે, આચાર્ય શ્રી મલયગિરિ વિરચિત એ સૂત્રની સંસ્કૃત ટીકા જેવી જોઈએ. એ મહાન ટીકાકાર આચાર્યો આ સ્તુતિને વિવેચનાર્થ કરવા માટે લગભગ ૧૪૦૦-૧૫૦૦ જેટલા કપૂરની વિસ્તૃત વ્યાખ્યા લખી છે; અને એ વ્યાખ્યામાં જૈનદર્શન પ્રતિપાદિત આપ્તવાદ, સ્યાદ્દવાદ, આત્મવાદ, પુદગલવાદ, અહિસાવાદ, પ્રમાણુવાદ આદિ તત્વજ્ઞાન વિષયક મુખ્ય-મુખ્ય સિદ્ધાન્તોનું ઘણી જ યુક્તિપૂર્વક સમર્થન કર્યું છે. મલયગિરિસૂરિની ભાષાશૈલી મૃદુ અને તર્ક પદ્ધતિ વિશદ સ્વરૂપની હેવાથી જૈનદર્શનના પ્રાથમિક અભ્યાસની દષ્ટિએ, આ વણિત ટીકાભાગ, એક રીતે સ્વતંત્ર તાત્વિક ગ્રંથની ગરજ સારે એવો છે. આ ઉપરથી કલ્પી શકાય કે દેવવાચક ક્ષમાશ્રમણે કરેલી આ મહાવીરસ્તુતિ કેટલી બધી રહસ્યાર્થથી ભરપૂર હેવી જોઈએ. સ્થૂળ શબ્દાર્થ, આ સ્તુતિને નીચે લખ્યા પ્રમાણે છે. ૧-૨. જગતના [સકળ] જીવ-સમૂહને જાણનાર, જગના શાસ્તા, જગના આનંદ, જગના નાથ, જગતના બંધુ, જગના પિતામહ, શ્રુતના–શાસ્ત્રના ઉદ્દગમસ્થાન, તીર્થકમાં અપશ્ચિમ–અંતિમ, અને લેકેને ગુરુ: એવા ભગવાન મહાત્મા મહાવીર જયજયવંતા છે. ૩.. ભદ્ર-કલ્યાણ થાઓ, સર્વ જગતને પ્રકાશ આપનાર એવા જિન વીરનું કલ્યાણ થાઓ. જેમને સર્વ સુરાસુરોએ નમસ્કાર કર્યો છે તેમનું ભદ્ર થાઓ. જેમણે પાપમળ ધોઈ નાંખ્યું છે તેમનું ભદ્ર થાઓ. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy