SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ {૨૪ ] जैन साहित्य संशोधक [અંક ૨ છે કે પાછળની અનેક સદીઓમાં જૈન ન્યાયશાસ્ત્રના પૂરતા વિકાસ થવા છતાં પણ શ્વેતાંબર કે દિગંબર કાઇ આચાર્યને ન્યાયાવતારની વ્યાખ્યાઓમાં માત્ર શાબ્દિક પરિવર્તન સિવાય કશું જ ઉમેરવું પડયું નથી. દિગ્નાગના ન્યાયપ્રવેશ, ધર્મકીર્તિના ન્યાયબિંદુ અને શાંતિરક્ષિતના તત્વસંગ્રહમાં ઔદર્શનસંમત એ પ્રમાણેાનું નિરૂપણ છે પણ તે એ ન્યાયાવતાર કરતાં હૃદાં છે. અર્થાત્ તેમનું નામ પ્રત્યક્ષ અને અનુમાન છે. જો કે ન્યાયાવતારમાં પ્રથમતઃ પ્રત્યક્ષ અને પરેક્ષ એ એ પ્રમાણેા જ કહેવામાં આવ્યાં છે છતાં તેમાં પરાક્ષના નિરૂપણમાં તેના અનુમાન અને આગમ એવા બે ભેદેનું નિરૂપણ હાવાથી એકંદર પ્રત્યક્ષ, અનુમાન, અને આગમઃ એવા ત્રણ ભેદ થાય છે. જૈન પ્રમાણગ્રંથેામાં માત્ર આવાં ત્રણ ભેદનું નિરૂપણ એ ન્યાયાવતારમાં જ છે. બીજે કયાંયે નથી. બીજા ગ્રંથેામાં તે પરાક્ષના ભેદ તરીકે સ્મરણુ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ પાંચનું નિરૂપણ આવે છે. ન્યાયાવતારના સીધી રીતે એ અને છતાં વસ્તુતઃ ત્રણ પ્રમાણેાનું નિરૂપણ, ઇશ્વરકૃષ્ણની સાંખ્યકારિકા અને પતંજલના યેાગસૂત્રમાં વર્ણિત પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણેનું સ્મરણ કરાવે છે. પાછળના દરેક જૈન તર્કગ્રંથમાં ઘટાવવામાં આવ્યાં છે તેમ ન્યાયાવતારમાં આગમસિદ્દ પાંચ જ્ઞાનેા પ્રત્યક્ષ અને પરાક્ષ એ ભેદમાં ધટાવવામાં આવ્યાં નથી. એટલું જ નહિ પણ પાંચ જ્ઞાનના ઉલ્લેખ સુદ્ધાં એમાં નથી. એમાં ફક્ત કેવળજ્ઞાનનું સ્પષ્ટ કથન છે. કદાચ પૂર્ણ જ્ઞાન હાવાથી એને જ નિર્દેરા નાનકડા ગ્રંથમાં કરવા ગ્રંથકારે ધાર્યો હશે. ગમે તેમ હાય પણ પ્રમાણુ વિષયક વિચારસૃષ્ટિમાં ત્રિવિધ પ્રમાણની જે પ્રાચીન પરંપરા ચાલી આવતી હતી તેને, અને જે બૌદ્ધ સંપ્રદાયમાં પ્રમાણની દ્દિવ સંખ્યા રૂઢ થઈ હતી તેને, ઉદાર—સર્વસંગ્રહ વર્ગીકરણમાં ઘટાવવાનું કામ તે। જૈન ગ્રંથામાં ન્યાયાવતારનું જ લાગે છે. ન્યાયપ્રવેશમાં પ્રત્યક્ષનું લક્ષણ ‘ કલ્પનાપેાઢજ્ઞાન ’ એટલું જ છે. ધર્મકીર્તિએ પેાતાના ન્યાયબિંદુમાં પ્રત્યક્ષનું લક્ષણ કરતાં એમાં ‘અભ્રાન્ત’પટ્ટ ઉમેરી ‘કલ્પનાપેાઢ અભ્રાન્ત જ્ઞાન' એવું લક્ષણ બાંધ્યું છે. અને તે લક્ષણ, તે પછીના બધા બૌદ્ધ તાર્કિકાએ છેવટના લક્ષણ તરીકે માન્ય રાખ્યું હેાય એમ તત્ત્વસંગ્રહાદિ ગ્રંથા ઉપરથી સમજાય છે. જૈન દર્શનની પ્રત્યક્ષપ્રમાણની વ્યાખ્યા ખીજા બધા કરતાં તદ્દન જૂદી છે; તેથી તેમાં બૌદ્ધની જેમ અભ્રાન્ત કે ન્યાય-વૈશેષિક દર્શનની જેમ અવ્યભિચારી પદ નથી. છતાં ન્યાયાવતારમાં અન્ય પ્રસંગે અભ્રાન્ત શબ્દ યેાજાએલેા છે તે ખાસ અર્થસૂચક છે, એવી પ્રા. યા¥ાખીની કલ્પના છે. અનુમાન પ્રમાણની સત્યતાને સ્વીકાર ન કરનારની સામે તેની સત્યતા સ્થાપવા; અને પ્રત્યક્ષ પ્રમાણની સત્યતાને સ્વીકાર ન કરનારની સામે તેની સત્યતા સ્થિર કરવાના પ્રયત્ન શ્રી સિદ્ધસેન કરે છે, ત્યારે તે અભ્રાન્ત પદ યાજે છે. આ સ્થાપના કયા કયા પ્રતિવાદી સામે હશે એ પ્રશ્નને ખુલાસે તે વખતે પ્રચલિત દાર્શનિક માન્યતાએમાંથી મળી શકે. ઔદ્દો અનુમાનને વ્યવહારસાધક માને છે છતાં તેને વિષય સામાન્ય એ તેને મતે કલ્પિત હેાવાથી તેને પ્રત્યક્ષ જેવું મુખ્ય પ્રમાણ નથી માનતા; માત્ર ગૌણુ માને છે. અને કેટલાક શૂન્યવાદી જેવા બૌદ્ધો ! પ્રત્યક્ષને પણ સત્ય નથી માનતા. તેઓની સામે સિદ્ધસેન એ બન્નેનું સત્યપણું સાબીત કરે છે. જે વિજ્ઞાનમાત્રનું અસ્તિત્વ સ્વીકારી ખાલ કાંઇપણ બીજી વસ્તુ નથી માનતા કે જે શૂન્યવાદના લીધે અંદર બહાર કાંઇ તત્ત્વ નથી માનતા તે બન્નેની સામે સિદ્ધસેન જ્ઞાન અને તભિન્ન વસ્તુની સ્થાપના કરે છે. એ સ્થાપનાથી એમ લાગે છે કે સિદ્ધસેનની સામે વિજ્ઞાનવાદ અને શૂન્યવાદનું ખૂળ હશે. કયું પ્રમાણ સ્વાર્થ, કયું પરાર્થ, અને કયું ઉભયરૂપઃ એ પ્રશ્નને વિચારવાનું કાર્ય પ્રમાણુશાઓનું છે. ન્યાય-વૈશેષિક દર્શનમાં માત્ર અનુમાન પ્રમાણુ પરાર્થરૂપે પ્રસિદ્ધ છે. ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુમાં પણ Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy