SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार सूत्र [ ૨૨ શ્રીમત્ સિદ્ધસેન દિવાકર પ્રણીત न्या या व तार सूत्र [વિવેચક–અધ્યાપક શ્રીયુત ૫. સુખલાલજી ] મહાવાદી શ્રી સિદ્ધસેન દિવાકર જૈન તાર્કિકમાં સર્વ પ્રથમ છે અને તેમનું રચેલું ન્યાયાવતાર 'મૂત્ર એ જૈન ન્યાય સાહિત્યમાં આદિમ તર્ક ગ્રંથ છે. એ ગ્રંથ આકારમાં જે કે ઘણે જ નાન છે-માત્ર ૩ર જ લોકો છે પણ તત્ત્વ વિચારમાં એ સાગર જેવડે છે. એમાંના એકેકા વાક્યના આધારે પાછળના પૂર્વાચાર્યોએ મોટા ગ્રંથો રચ્યા છે અને એમાંની જ વિચાર સરણિ ઉપર આખા જૈન ન્યાયશાસ્ત્રની ઈમારત ઊભી કરવામાં આવી છે. આ સૂત્રનું સંક્ષિપ્ત ઇગ્રેજી ભાષાંતર સદ્દગત બંગાલી વિદવાન ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણે કેટલાક વર્ષો ઉપર પ્રગટ કર્યું હતું. પણ આપણી દેશભાષામાં હજી સુધી કોઈએ એનું સ્વતંત્ર ભાષાંતર વગેરે કર્યું જાણ્યું નથી. અધ્યાપક શ્રી સુખલાલજીએ પોતાના પ્રોઢ પાંડિત્યને શોભાવે એવું આ વિવેચન લખીને એ ગ્રંથના અભ્યાસ માટે અભિનંદનીય સરલતા કરી આપી છે અને આ જ સુધીમાં કોઈ જૈન વિવાને નહિ સ્પર્શેલી એવી પ્રૌઢ પણ છુટ શેલીમાં આ સમગ્ર સૂત્રપટ્ટના તારેતારનું મર્મ ઉકેલી બતાવ્યું છે. ખાસ કરીને પ્રમાણે અને નયઃ આ જે બે પદાર્થો જૈન તત્ત્વજ્ઞાનના ભંડારની કુંચીએ ગણાય છે તેની સમ રચના સમજવા માટે જે સ્પષ્ટીકરણ ક ૨૯-૩૦ ના વિવેચનમાં કરવામાં આવ્યું છે તે તો અમારા અભિપ્રાય પ્રમાણે અદ્વિતીય અને અનન્યજ્ઞાત જેવું છે. પ્રમાણ અને નયન આવો વિશદ અર્થાવબોધ તો કઈ જૂના સંસ્કૃત ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું હોય એમ અમારા અવલોકનમાં આવ્યું નથી. આ સૂત્ર વિવેચનના ઉપોદઘાત રૂપે જે પ્રકરણ લખવામાં આવ્યું છે તેમાં ઐતિહાસિક ઊહાપોહને ઘણે નિષ્કર્ષ આપેલો છે. એ પ્રકરણ બહુ ગંભીર અને બહુ વિચાર પરિસ્તુત છે. જેને ન્યાયપદ્ધતિના વિકાસ ક્રમનું પ્રતિપાદન કરનારું આ એક બીજું સૂત્ર જ છે એમ કહીએ તો તે અત્યંત ઉપયુક્ત જણાશે. આ આખા પ્રકરણમાં જે વિચારો સૂત્રરૂપે મૂક્યા છે તેની પાછળ યુગનાં અધ્યયન અને ચિંતન રહેલાં છે. એમાં પ્રતિપાદેલા એકેએક વિચારના આધારમાં ઘણાં ઘણાં પ્રમાણ રહેલાં છે અને તેના વિવેચનમાં અનેક મોટાં પ્રકરણે લખાય તેમ છે; અને શાસનદેવીની ઈચ્છા હશે તે તે લખાશે પણ ખરાં.. છાત્રાલયે કે પાઠશાળાઓના જે વિદ્યાર્થીઓ આ વિષયને ગ્રહણ કરી શકે તેવા હોય તેમને જે આ સૂત્ર-વિવેચન શીખવામાં આવે તો તેથી જૈન તત્ત્વપરિભાષા અને તર્કવિચારનું અત્યુત્તમ જ્ઞાન થાય તેમ છે તેમ જ જૈન તત્વજ્ઞાનની દિશાનું સુદર્શન પણ થાય તેમ છે.-જિન વિજય ] પ્રાસ્તાવિક યાવતાર સત્રના અભ્યાસકને ઉપયોગી થાય એવી બે બાબતે અહિં આરંભમાં ચર્ચવી વાઆવશ્યક લાગે છે. એમાંની પહેલી બાબત ન્યાયાવતારને ટ્રેક પરિચય આપવો તે અને બીજી. એ ગ્રંથમાં જે પ્રમાણ-મીમાંસાનું વિવેચન કરવામાં આવ્યું છે તેની પદ્ધતિને જૈનસાહિત્યમાં કેવા ક્રમે વિકાસ થયે તેની સ્કૂલ રૂપરેખા આલેખવી તે. ન્યાયાવતાર એ પ્રસિદ્ધ જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરની કૃતિ છે. તેમની બીજી કૃતિઓમાં અત્યારે ૨૧ સંસ્કૃત બત્રીસીએ, અને પ્રાકૃત સંમતિત પ્રકરણ ઉપલબ્ધ છે. દિવાકરશ્રીના Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy