SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ महामात्य वस्तुपाल तेजपालना बे रास હકીક્ત બંનેમાં લગભગ તેટલી જ છે. છન્દ અને ઢોલ પણ તેમાં તે જ છે. ભાષાશૈલી અને વસ્તુવિચાર પણ તૈનાં તે જ છે. આ રાસની વિશેષતા એ સ્તુપાલ તેજપાલના ઇતિહાસને લગતી બીજી કઈ ખાસ બાબતો આ રાસમાં સંકલિત છે એવું તે કશું નથી. એ મહાપુરુષોના ઈતિહાસની સામગ્રીને સર્વ સંગ્રહ તો જિનહર્ષગણિએ પિતાના સિંહાઇવરિત્રમાં જે કર્યો છે તે કરતાં વધારે કઈ લેખકે કર્યો નથી. પણ આ રાસોમાં એ દૈવી ભાઈઓના જન્મને લગતી જે બાબત લખેલી છે તે ખાસ વિચારણીય હોવાથી તે દૃષ્ટિએ આ કૃતિઓ બહુ ઉપયોગી ગણી શકાય. જૈન સમાજમાં પરંપરાથી એ કિંવદંતી ચાલી આવે છે કે એ જગવિલક્ષણ મહાપુરુષોના પ્રાતઃસ્મરણય માતા કુંવરદેવી મૂળ બાલ્યાવસ્થામાં વિધવા થએલા હતા અને તેમની સાથે મંત્રી આસરાજે પુનર્લગ્ન કર્યું હતું. જૈન વણિફ જાતિઓમાં દસા વીસાના જે બે મેટા ભેદે છે તેઓનું મૂળ કારણ પણ એ બાબત સાથે જોડવામાં આવે છે અને એ સંબંધી કેટલીયે વાતો ઘણા જૂના સમયથી જેનામાં ચાલી આવે છે. આ બાબતને સીધો પુરા વસ્તુપાલ તેજપાલના સમકાલીન લેખકની કૃતિઓમાં તે ક્યાંયે દૃષ્ટિગોચર થતો નથી તેમ જ આડકતરી રીતે જેમાંથી એવા અર્થને ધ્વનિ કાઢી શકાય તેવો ઉલ્લેખ પણ ક્યાંયે જણાતો નથી. પરંતુ એમનાથી પ્રાયઃ અડધી સદી બાદ થએલા મેસડુંગરિ પિતાના પ્રબંધચિંતામણિ ગ્રંથમાં એ ભાઇઓની જે કેટલીક વિગત આપે છે તેમાં આ વાતને ટુંકે ઉલ્લેખ કરે છે. મેતુંગાચાર્ય, એ મંત્રિઓની હકીકત આપતાં પ્રારંભમાં જ લખે છે કે मन्त्रिणस्तु जन्मवाता चैवम्-कदाचित् श्रीमत्पत्तने भट्टारक श्री हरिभद्रसूरिभिाख्यानावसरे कुमारदेव्यभिधाना काचिद्विधवाऽतीव रूपवती मुहुर्मुहुनिरीक्षमाणा तत्र स्थितस्याशराजमन्त्रिणानुयुक्ता गुरव इष्टदेवतादेशादमुष्याः कुक्षौ सूर्याचन्द्रमसो विनम. वतारं पश्यामः । तत्सामुद्रिकानि भयो विलोकितवन्त इति प्रभोर्विज्ञाततत्त्वः स तामपहृत्य निजां प्रेयसी कृतवान् । क्रमात्तस्या उदरेऽवतोरें तावेव ज्योतिष्केन्द्राविव वस्तुपालસેકforfમયાન વિવાદમૂar (પ્રબંધચિંતામણી, દીનાનાથની આવૃત્તિ, પૃ. ૨૫૧-પર. ) અર્થા–“મંત્રિઓની જન્મવાર્તા આ પ્રમાણે છે-ક્યારેક શ્રી પાટણમાં ભટ્ટારક હરિભદ્રસૂરિના વ્યાખ્યાનમાં કુમારદેવી નામે એક અતિ રૂપવતી વિધવા સ્ત્રી આવેલી તેની સામું આચાર્ય વારંવાર જોવા લાગ્યા. તેથી ત્યાં બેઠેલા મંત્રી આશરાજનું મન તેના તરફ આકર્ષાયું. તેના ગયા પછી મંત્રિએ ગુરુને તેની સામું જોવાનું આગ્રહપૂર્વક કારણ પુછ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે ઇષ્ટદેવતાએ અમને, એ સ્ત્રીની કુંખમાં સૂર્ય અને ચંદ્રમાને ભાવી અવતાર કહે છે તેથી તે બાબતના સામુદ્રિક લક્ષણો અને ફરી જોતા હતા. આ રીતે સૂરિ પાસેથી તત્વ જાણીને તેણે તે સ્ત્રીનું અપહરણ કર્યું અને પોતાની પ્રિયા બનાવી. ફ્રેમથી તેના પેટે જાતિરિદ્ર જેવા તે વસ્તુપાલ તેજપાલ નામના મહામંત્રીએ પેદા થયા.” મેરતંગના જે સમકાલીન જિનપ્રભસૂરિ વિવિધતીર્થકલ્પમાં આ ભાઈઓનાં સુકતાની નેંધ લે છે પણ તે આ બાબતને કશો ઉલ્લેખ કરતા નથી. જિનપ્રભસરિથી ૩૦ વર્ષ પછી (સં. ૧૪૦૫) થએલા રાજશેખરસૂરિજે ખાસ વસ્તુપાલ તેજપાલના કુલગુરુના કચ્છના જૈ હતા-પિતાના ચતુર્વિશતિપ્રબંધમાંના જસુબવંધમાં બીજી ઘણી વાતિ લખે છે પણ આ બાબતને જરાયે સૂચન નથી કરતા. - જિનહર્ષગણ જે વસ્તુપાલના ચરિત્રને લગતી સર્વ સામગ્રીના મુખ્ય સંગ્રાહક છે અને જે લિખિત અને શ્રત એવી બધી બાબતોને ઉપગ પોતાના ગ્રંથમાં કરવાનો ખાસ ઉલ્લેખ કરે છે તે પણ આ Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy