SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ]. जैन साहित्य संशोधक [ રચંદ ૩ અકલંક બન્ને વાસવદત્તા સાથે, સંકળાય છે ત્યારે ઈ. સ. ૬૫૦ ની આસપાસ તેઓને સ્થિર કર્યા સિવાય છૂટકો નથી. વળી વાસવદત્તા ધર્મકીતિ સાથે સંકળાય અને તેને કાદંબરી કારના હર્ષચરિત પહેલાં મૂકવી પડે ત્યારે તે પણ ઈ. સ. ૬૪૦ ની આસપાસ સ્થિર થઈ ઉક્ત ગ્રંથકારેને સ્થિર કરે છે. એમને છુટા પાડવા અશક્ય માલમ પડે છે. આમ સંકળાયેલા અકલંકદેવના શિષ્ય વાદી વિદ્યાનંદ અષ્ટસહસ્ત્રી (પૃ. ૧૮) માં મંડનમિશ્રને ઉલ્લેખ કરે ત્યારે તે મંડન મિશ્રને પણ ઈ. સ. ની સાતમી સદીના ઉત્તરાર્ધમાં ખેંચે છે અને સાથે સાથે શંકરાચાર્યને પણ ઈ. સ. ની સાતમી સદીમાં આણે છે. એથી ઈ. સ. ની આઠમી સદીને લગભગ સ્થિર થયેલ તેમને સમય પણ અસ્થિર થાય છે. આપણે ઈચ્છીશું કે આ નવી વિગતોના પ્રકાશમાં શંકરાચાર્ય અને મંડન મિશ્રના સમયને ફરી ઊહાપોહ થાય. કુમારિલભટ્ટને સમય બીજા કેટલાક વિદ્વાને પણ વિ. સં. ૭૫૭ થી ૮૧૭ સુધી મૂકે છે. પરંતુ સદ્દગત ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ તેને ધમકીર્તિના સમકાલીન માને છે અને ધર્મ કીર્તિએ ગુવેશે કુમારિલભટ્ટ પાસે રહી તેના મતના ગુપ્ત સિદ્ધાંતો જાણી લીધા એ કથાનક આપે છે. કદાચ બાણભટ્ટને સમય ઇ. સ. ૬૩૨ થી ૬૪૫ ની આસપાસ, મહારાજા હર્ષદેવનો રાજ્યકાલ હેવાથી, જે નકકી થયા છે, તે સંદિગ્ધ મનાય, અને બાણભટ્ટને હર્ષદેવને સમકાલીન માનવામાં ન આવે, અને આઠમી સદીમાં થયેલા ગ્રન્થકાર માનવામાં આવે, અને વાસવદત્તામાં ધર્મ કાતિના ગ્રંથો ઉલ્લેખ તેના જ ગ્રંથને લક્ષીને નથી એમ ધારવામાં આવે, તો પણ વાસવદત્તાને સમય અન્ય પ્રમાણેથી સારી રીતે સિદ્ધ થઈ શકે છે, અને ઈ. સ. ૬૪૦ આસપાસના તેના અત્રે નિર્ણત કરેલા સમયમાં ફરક પડી શકતો નથી. હવે તે પ્રમાણે આપીશું. ગાડવાના કર્તા વાક્ષતિરાજ ભાસ, કાલિદાસની સાથે સુબધુને ઉલેખ કરે છે, પરંતુ બાણભટનો ઉલ્લેખ કરતા નથી. વાપતિરાજને પંડિત મહાશય ઈ. સ. ૭૦૦ અને ૭૨૫ ના ગાળામાં મૂકે છે તેથી વાસવદત્તાકાર બાણભટ્ટની પૂર્વે તથા ઈ. સ. ૭૦૦ ની પહેલાં થયા હશે એમ ઠરે છે. ઉક્ત ઉલેખ આવે છે – भासम्मि जलणमित्ते कन्तीदेवे अ जस्स रहुआरे । सोबन्धवे अ बन्धम्मि हारियन्दे अ आणन्दो। ભાષ્યકાર પતંજલિ કાત્યાયનના વાર્તિક પરના પોતાના ભાગમાં ત્રણ આખ્યાયિકાઓના નામ આપે છે–વાસવદત્તા, સુમનેત્તરા અને ભમરથી. તે ઉલેખ આ પ્રમાણે છે" अधिकृत्य कृते ग्रन्थे " बहुलं लुग्वक्तव्यः । वासवदत्ता । सुमनोत्तरा। न च भवति भैमरथी। બીજે સ્થળે વાસવદત્તા અને સુમનેત્તરને ઉલ્લેખ કરે છે– બવાસવદત્તા સુમનોરિયાઃ” મહાભાષ્ય-કલહેર્નની આવૃત્તિ. વિભાગ ૨ જે પૃ. ૨૮૪. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy