SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ] जैन साहित्य संशोधक [વંડ રૂ. श्री जिनभद्रगणि क्षमाश्रमणनो समय વિખક–શ્રીયુત મોહનલાલ ભગવાનદાસ ઝવેરી બી. એ. એલએલ્ બી. સોલીસીટર) પ્રારંભમાં જ જણાવવું આવશ્યક છે કે આ લેખ, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જેમણે, શ્રી, વિશેષાવસ્યક ભાષ્ય, છતકલ્પ, વિશેષણવતી, બહસંગ્રહણી તથા બહક્ષેત્રસમાસાદિ ગ્રન્થ પ્રાકૃત અર્થાત્ આગમની અદ્ધમાગધી નામે ઓળખાતી ભાષામાં રચ્યા છે, તેમના સમય સંબંધી અજવાળું પાડતું સઘળું સાહિત્ય તપાસી કેઈ અંતિમ નિર્ણય કરવાના હેતુથી લખાયેલ નથી. આ લેખને એ ઉદ્દેશ નથી. પરંતુ તેમના સમય નિર્ણ યના કાર્યમાં સહાયભૂત થાય તેવી કેટલીક બાબતો જે તરફ લેખકનું ધ્યાન ખેંચાયું છે તેને ઉલ્લેખ કરી રજુ કરેલા મુદ્દાઓ પરથી જે તાત્કાલિક નિર્ણય દેરી શકાય તે દર્શાવવાનો છે. આ સર્વ એવી આશાથી વાંચકવર્ગ સમક્ષ મૂકવામાં આવે છે કે તે વાંચી તેની તરફેણની તેમ જ વિરુદ્ધની વિગતો બીજા વિદ્વાને રજુ કરે અને એ રીતે શ્રીમાનના સમય નિર્ણયની પ્રમાણભૂત સામગ્રી એકત્રિત થાય અને તેમને સત્તા સમય છેવટને નિર્ણય થઈ શકે. આ લેખમાં શ્રી જિનભદ્રગણિજીને સમય ચર્ચતાં વાસવદત્તાકાર સુબંધુ, કાદંબરકાર બાણભટ્ટ, બૌદ્ધ ન્યાયવાદી ધમકીર્તિ, દિગંબર વાદી પ્રવર શ્રીઅકલંકદેવ તથા પ્રસિદ્ધ મીમાંસક કુમારિલભટ્ટના સમયની પણ ચર્ચા કરી છે. . શ્રી વિશેષાવશ્યક જે શ્રી આવશ્યક સૂત્રના સામાયિકાંશ પર ભાષ્યરૂપે શ્રી જિનભદ્વગણિજીએ રચ્યું છે તેમાં આવતી નીચલી ગાથા શ્રીમાનના સમય નિર્ણયની આ લેખની ચર્ચામાં કેંદ્રરૂપ છે, તેથી અત્રે પ્રથમ જ આપવી ઉચિત છે. जहवा निदिट्टवसा वासवदत्ता तरंगवइयाई । तह निदेसगवसओ लोए मणुक्खवाउ त्ति ॥१५०॥ આ ગાથામાં વાસવદત્તા તથા તરંગવતીને સ્પષ્ટ ઉલ્લેખ છે. રંગવતી એ નિર્વાણકલિકાકાર શ્રી પાદલિપ્તસૂરિની સુપ્રસિદ્ધ આદિ નવલકથા (Novel) છે. એ સંબંધી વિશેષ ઉલેખ અત્ર કરે જરૂરી નથી. વાસવદત્તા એ સુબંધુએ રચેલી આખ્યાયિકા છે અને એક ગદ્ય કાવ્યના અતિ સુંદર સ્વરૂપમાં છે. કહેવાય છે કે બાણભટ્ટ કાદંબરીની શૈલી આ ગ્રંથ પરથી લીધેલી. બાણભટ્ટ સ્વરચિત હર્ષચરિતમાં વાસવદત્તાને આ પ્રમાણે ઉલ્લેખ કરે છે. શ્રી જિનભકગણિજીએ વિશેષાવસ્યકની સ્વપજ્ઞ ટીકા રચી છે જે દુર્લભ છે. તે ઉપરાંત એમની સંદિગ્ધ કૃતિઓમાં ધ્યાનશતક તથા નિશીથભાષ્ય છે. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy