SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ हिंदी कला अने जैन धर्म [ ૮૭ કુલ નિસ્પૃહ ત્યાગમૂતિ જિનવરના વરઘોડાને અગ્રભાગે દાઢીવાળા લાલપીળા જામાવાળા નકલી હુઝર સેજ જેવા લાગતા બેન્ડવાળાની ટાળી તે આપણા સંગીતપ્રેમની પરાકાષ્ટા બતાવે છે. તેમાંથી ગગડતા રગડા-ભેંકડાઓ શહેરના પહેલી પાયરીના ગૃહસ્થોના કાનને શે મધુર આસ્વાદ કરાવતા હશે તે તેમની પાસેથી મીમાંસા સાંભળીએ ત્યારે જ સમજાય. જેન ગૃહસ્થના શોખની ચીજો, તેમનાં દિવાનખાનાની સજાવટ અને ઘરમાંના નાના દેવમંદીરનાં યુરોપી રાચરચીલાની વાત ન કરીએ પણ જેન સન્નારીઓ જે શોખમાં સપડાતી દેખાય છે તે જોઈ કળાનું ભવિષ્ય વધુ ને વધુ કાળું ચીતરાતું લાગે છે. જિનવરના વરઘોડામાં પાછળ ચાલતી ગાડીઓમાં કાળી ધોળી કે કાબરચિત્રી ચામડીની કન્યાઓને પારસણ કે મૂપિયન કન્યાની હરીફાઈ કરતી તમે જોઈ છે? બે કાન ઉપર લાલ કે ભૂરી રીબને, કાનમાં એરીંગ, શરીર પર જરી ચઢાવેલું કામ, હાથમાં બંડીઓ, પગમાં મોજાં અને બુટ-આ બધા ધર્મોત્સવને પોશાક અને તેમની માતાઓ ધર્મનિમિત્તે કે લગ્ન નિમિત્ત જે અલંકારો અને શેભા ધારણ કરે છે તેના કાયદા સમજવાને વિશ્વકર્મા પણ અશકત નીવડે. ઉત્તમ રસાત્તિ, સમય, તેલ, રચના, કે અંગનું વ્યવસ્થિત હલનચલન જાણે પાપ હોય છતાં સેનું, હીરા, મોતી, રેશમા વગેરે ઉત્સવના મહાન અંગે હોય એવી જ છાપ જેનારને પડે છે. યુરોપી વેયલની સાડીઓ, બે ખભા ખુલ્લા દેખાય માટે પીન, અને અટપટી ગુંથણીની ઝાલર, ઝીક કસબ વાળી બાયેમાંથી દેખાતા કડાંવાળા છુંદણું પાડેલા કાળા હાથ અને ગમે તેમ ઉછળતા પંજા, રંગ અને આકૃતિના વિચારોમાં બળવો ઉભો કરે છે. ધર્મને અંગે જેટલી કળા નિર્માણ પામી છે તેમાં એક અચુક કાયદો એ દેખાય છે કે અંતર બહારની એકરૂપતા (sincerety) તેની સર્વ પ્રવૃત્તિમાં ઉપર તરતી હોવી જોઈએ. પણ અહિં તે ધર્મોત્સવ પ્રસંગે અંગત સમૃદ્ધિનું જ પ્રદર્શન, બે હેતુઓમાં વિરોધ કરે છે. ધાર્મિક કલામાં સ્વાર્પણ છે સ્વાનુભવ નથી. ઈદ્રિયગમ્ય સર્વ રસે-ધૂપ, ગંધ, સંગીત, ચિત્ર, સ્વાદ સર્વ અન્ય જેને માટે ગણાય છે. ધર્મ આચરનાર તે એ અર્પણ કરનાર જ બની રહે છે. તે નમ્ર અને ઉપાસક હેવાથી વૈભવને ખ્યાલ પણ કરે નહિં; છતાં અવ્યવસ્થા અને સુરૂચિભંગને તે પાપ સમજે. દેવ સમિપ શાંતિ, વ્યવસ્થા, એકરૂપતા અને આનંદ સ્થાપનારાં સર્વ ત સાધવા તે કળાને આશ્રય લે છે. કળા સિવાય બીજી કઈ શક્તિ કે સાધન એથી વધુ યોગ્ય જણાયું નથી. લેખકને જૈન ધર્મ જેટલું જ બીજા ધર્મ માટે કહેવાને કારણે છે; પણ તે પ્રસ્તુત વિષય નહિ હોવાથી બીજા ધર્મનો ઉલ્લેખ કર્યો નથી. ન મ .ના Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy