SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩.] કવિવર સમય સુંદર ૪૩ (૩) રાગ બંગાલો-ઇમ સૂણી દૂત વચન, કેપીએ રાજા ભન્ન-એ મૃગાવતીની ચોપઈની બીજા ખંડની દશમી ઢાલ. (૪) રાગ ધન્યાસિરી-સીલ કહે જગિ હું વડું, મુઝ વાત સુણો એક મીઠીરે-એ સંવાદ શતકની બીજી ઢાલ (આ સંવાદ શતક તે દાનશીલ તપ ભાવના સંવાદ પર ચઢાળીયું સ્વરચિત છે તે) (૫) શ્રેણિકરાય હું અનાથી નિગ્રંથ (અનાથી પર સઝાય) (૬) આદરજીવ ક્ષમાં ગુણ આદર (ક્ષમાબત્રીશી) (૭) હવે રાણી પદમાવતી જીવરાશિ ખમાવે. (પ્રત્યેક બુદ્ધ રાસ) વગેરે વગેરે અનેક ઉદાહરણ છે. રસાલંકાર જ કાવ્યનું લક્ષણ છે? રસાલંકારવાળું કાવ્ય લખનારને જ કવિ કહેવાય એ નિયમ સર્વાશે ગ્રહણ કરી ન શકાય. રસાલંકારવાળું કાવ્ય કરવું શ્રમસાધ્ય છે અને તે પંડિતેને માટે વિદ્રોગ્ય થાય છે. જે સહજ સરલતાથી અખંડપણે વહેતા ઝરાની માફક સ્વાભાવિક, સરલતાથી રસિકભાવ અર્પતી કવિતા છે તે કાવ્ય નથી એમ કેમ કહી શકાય? આવી કવિતામાં ચરિત્ર વિષયક ગ્રંથમાં ચરિત્રનાયકનું રસાળ અને ચિત્તવેધક કથાનક સુરસરીતિથી કવિએ વર્ણવેલું હોય છે ત્યારે માનવી વૃત્તિના ભિન્નભિન્ન દશ્ય વાચકની હત્પટ્ટિકા પર આબેહૂબ આલેખવાનું અમેઘ સામર્થ્ય કવિનું સ્થળે સ્થળે જણાઈ આવે છે. ભયપ્રદ યુદ્ધસંગ્રામ, રમ્ય સુરમ્ય સ્થાને, રાજ્યાભિષેકના પ્રસંગે, અને નગરશેભાના અપ્રતિમ દેખાવે–એ. સર્વનાં મનહર રીતિથી વર્ણન કરેલાં હોય છે. આમાંના કેટલાંક વર્ણને આ કવિનાં આપણે અગાઉ જોઈ ગયા. વિશેષ હવે પછી જોઈશું. પ્રકૃતિ પર કાવ્યો. પ્રકૃતિનું સૌદર્ય કવિ જે આંખથી જોઈ શકે છે તે પ્રકૃત-સામાન્ય જેને જોઈ શક્તા નથી. પ્રકૃતિના વિવિધ દેખાવ જોઈને સુંદર શબ્દ રચનાથી તેનું વર્ણન કરવામાં કવિને ભાવ વહે છે અને તે ભાવથી સૌન્દર્યબોધ કરતે કવિ વિશેષ આકર્ષક બને છે. આપણું જૂના સાહિત્યમાં બહુ સુન્દર કાવ્યો આ સંબંધી મળતાં નથી, છતાં સામાન્ય એવા કંઈ નમુનાઓ મળી આવે છે – વસંતવિહાર તેણે અવસરે સેહામણ, આ માસ વસંત, સુરંગ ખેલણ. રસિયા ખેલે બાગમેં, ગાયે રાગ વસંત, સુરંગા ખેલણાં. બેલસિરી જાઈ જઈ, કંદ અને મુચ કંદ,ચંપક પાડલ માલતી, ફૂલી રહ્યાં અરવિંદદમણો મરૂઓ મેધરે, સબ ફૂલી વનરાય,-, એક ન ફૂલી કેતકી, પીયુ વિણ હર્ષ ન થાય Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy