SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩] કવિવર સમયસુંદર ૧૭. આમાં શ્રી જિનરાજસૂરિ પ્રમુખ અનેક આચાર્ય સાથે હતા અને સમયસુંદર ઉપાધ્યાય પણ આ સંઘમાં ગયા હતા. આ સંઘ શત્રુંજયની યાત્રા કરી આવ્ય-સં. ૧૬૮૨. પછી સમયસુંદર ૧૬૮૨ માં નાગર આવ્યા, કે જ્યાં શત્રુંજય રાસ રમે. ત્યાંથી સં૦ ૧૬૮૩ મેડતામાં, સં૦ ૧૬૮૫ લૂણકર્ણસર, સં. ૧૬૮૭ પાટણ. આ વર્ષમાં ભારે દુકાળ પડયે હતો કે જેનું વર્ણન તેમણે ચંપક ચોપર્ટમાં કર્યું છે. સં. ૧૬૯૧ ખંભાત, સં. ૧૯૯૪ અને ૧૬૫ જાલેર, સં. ૧૬૯૬ અમદાવાદ, સં૦ ૧૬૯૮ અહમદપુર (અમદાવાદ); એ રીતે એ સ્થલેએ આપણા કવિએ અચૂક નિવાસ કર્યો હતે. - આ ઉપરાંત સમેતશિખર (પાર્શ્વનાથહિલ જેને હાલ કેટલાક કહે છે ), ચંપા, પાવાપુરી, ફલેધી (મારવાડ), નાદેલ, વાંકાનેર, આબુ, શંખેશ્વર, જીરાવલા, ગે, વરકાણા, અંતરીક્ષ પાર્શ્વનાથ, તેમજ ગિરનાર વગેરે અનેક જૈન તીર્થોની જાત્રા કરી હતી. ૧૬ જેસલમેરમાં પિતે ઘણાં વર્ષો ગાળ્યાં લાગે છે. રાયજાદા” ને ખિતાબ બો. આથી આની ઓલાદ “રાય મણશાલી” કહેવાય છે. આગ્રામાં મોટું જિનમંદિર થિરૂશાહે કરાવ્યું કે જે હાલ મેજૂદ છે. ભણશાલી એ મૂળનામ એ રીતે પડયું કે લોધ્રપુરના યદુવંશી ધીરાજી ભાટી રાજાના યુવરાજ પુત્ર સગરની માતાને બ્રહ્મરાક્ષસ લાગ્યો હતો તેને સં. ૧૧૯૬ માં ખરતરગચ્છના ચમત્કારી આચાર્ય જિનદત્ત સૂરિએ કાવ્યો તેથી રાજા કુટુંબ સહિત જૈન થયો અને તેના પર આચાર્ય જૈનત્વની ક્રિયારૂપે ભંડશાલમાં વાસક્ષેપ કર્યો તેથી તેનું નેત્ર ભંડશાલી (ભણશાલી) સ્થાપિત થયું, અને તેના આ વંશ જ થેરશાહ થયા. આ રીતે મૂલ ભણશાલી જૈન હતા. જુઓ મહાજન વંશ મુક્તાવલિ પૃ. ૨૯-૩૦. ૧૭ક. જેસલમેર–આનો કિલ્લો રાજસ્થાનમાં પ્રસિદ્ધ છે. યદુવંશી ભઠ્ઠી મહારાઉલોએ લોધપુરથી આવી સં૦ ૧૨ ૧૨ માં બાંધ્યો. જૈનના ખરતરગચ્છના તાબરી સાધુઓને આ પ્રબલ નિવાસરૂ૫ હતો. જિનરાજ, જિનવન, જિનભદ્ર આદિ સૂરિએ અનેક જૈન દેવાલયોની પ્રતિષ્ઠા કરી છે. કિલલાપર આઠ જૈન મંદિર છે, તે પૈકી મુખ્ય ચિંતામણી પાર્શ્વનાથનું છે—સં૦ ૧૪૫૮ માં જિન રાજસૂરિના આદેશથી તેના ગર્ભગૃહમાં સાગરચંદ્રસૂરિએ પ્રતિમા સ્થાપિત કરી, અને સં. ૧૪૭૩ માં મહારાઉલ લક્ષ્મણ સિંહના સમયે સંપૂર્ણ થયું. તે રાજાના નામ પરથી તેનું નામ લમણુવિહાર રાખ્યું ને તેમાં જિનવર્ધન સૂરિએ પ્રતિષ્ઠા કરી. તેમાંની ચિંતામણી પાર્શ્વનાથની મૂત્તિ ભટ્ટીઓની પ્રાચીન રાજધાની લોધપુરથી આણેલી વેલની હાઈ પ્રાચીન છે. બીજું મંદિર સંભવનાથનું સં. ૧૪૯૪ માં જિનભદ્ર સૂરિના ઉપદેશથી આરંભાયેલું તે ૧૪૮૭ માં પૂરું થયું ને તેમાં તે સૂરિએ પ્રતિષ્ઠા કરી. તે વખતે ૩૦૦ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. આ મંદિરની નીચે જ્ઞાનભંડાર વાતે ભયરૂં બંધાવ્યું. તેમાં ભંડાર રાખે, જે હજુ વિધમાન છે. તેમાં ૧૦ મીથી ૧૫ મી વિક્રમ સદીનાં લખાએલાં તાડપત્રના પ્રાચીન દુર્લભ પુસ્તકે મોજુદ છે. બીજા મંદિરો–આદીશ્વર, શાંતિ, શીતલ, ચંદ્રપ્રભ, મહાવીર વગેરેનાં વિક્રમના સેલમાં શતકના પૂર્વાર્ધમાં નજીક નજીક ત્યાં બંધાવેલાં છે. આ તથા સર્વ બીજા મંદિરમાં કુલ મળી આશરે ૭૦ ૦૦ જિનબિંબ છે. વળી બધાં મળી ૬ જ્ઞાન ભંડારો છે. ત્યાંના ભંડારોની પુસ્તકસૂચિ સદ્ગત સાક્ષર ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે મહાશ્રમ લઈ કરેલી તે ગાયકવાડ સરકારે હમણાં બહાર પાડી છે. જોધપુર બિકાનેર રેલ્વેમાં Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy