SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સંશોધક. [ ખંડ ૨ પાટે, અમદાવાદની સલતનત તૂટી ત્યારે, શ્રી હીરવિજયસૂરિ નામે સાધુ હતા. આગ્રે જઈ ઈબાદતખાનામાં અકબર બાદશાહ અને અન્ય ધર્મીઓને તેમણે જૈનધર્મને મહિમા બનાવ્યા. આ ઇતિહાસ શું કહે છે? ગુજરાતના અગ્રગણ્ય નાગરિક જેનેને સૂર્ય ગુજરાતના હિન્દુ સામ્રાજ્ય દરમ્યાન મધ્યાન્હમાં હતું અને હેમચંદ્રની માફક અમાસને દિવસે પ્રકાશેજજ્વલ પૂર્ણિમા આણવા સમર્થ હતો. તેઓ મહિનાઓના મહિના સૂધી દરિયો ખેડી લાંબી સફર કરી દેશદેશાવરની લક્ષમી લાવી ગુજરાતમાં ઢળતા; પિતાનાં વીરત્વ અને વફાદારીથી રાજા પ્રજા ઉભયને સંકટ અને સૌભાગ્યના સમયમાં મદદ કરતા, અણહિલપુરની ગાદીનું ગૌરવ જાળવતા–વધારતા; બીજા દેવના મંદિરે ખડિયર થઈ જતાં હતાં, છતાં સરસ્વતી દેવીનાં મંદિરે જૈન સાધુઓના ભીષ્મ પરિશ્રમને લીધે ઘંટનાદથી ગાજી રહ્યાં હતાં. દેલવાડાપરનાં વિમળશાહનાં દેહરાં જેવાં અનેક સેંદર્યથી ગૂજરાત વિભૂષિત થતું હતું; રાજ્યની ઉથલ પાથલ, અંધાધૂધી, અને બીન સલામતી વારંવાર નડતી છતાં પોતાના ઉત્કૃષ્ટ વૈશ્ય ગુણેને લીધે ગુજરાતને વેપાર પડી ભાંગવા ન દીધું અને આજ પર્યત વેપાર ખેડવાની લાયકાત અને શક્તિ તેજ રાખ્યાં.” (જૈનધર્મ પ્રકાશને જ્યુબિલી અંક). આટલું કહી હવે આપણે પ્રસ્તુત કવિને પરિચય કરવા પ્રત્યે વળીશું. કવિ પરિચય. કવિ પિતાના જુદા જુદા ગ્રંથમાં નાની મોટી પ્રશસ્તિ આપી પિતાને કંઈક પરિચય કરાવતે ગમે છે. તે પરથી સમજાય છે કે પિતાને ગચ્છ જૈનતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના પૈકી ખરતરગચ્છ હતું. તે ગછને ઉત્પાદક સંબંધી એ ઉલ્લેખ “જેનેના છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીની પટ્ટ પરંપરાએ દેવાચાર્ય થયા, તેમના પટ્ટધર નેમિચંદ્ર, તેના પછી ઉઘાતનસૂરિ થયા. તેમણે આબુગિરિના એક શિખર પર અષ્ટમ તપ આદરી સૂરિમંત્ર આરાધ્યો. ત્યાર પછી વર્ધમાનસૂરિ થયા. તેના શિષ્ય જિનેશ્વરે ગુજરાતના રાજા દુર્લભરાજ (સં. ૧૦૬૬ થી ૧૦૭૮) ની રાજ્ય સભામાં શ્રી અણહિલ્લપુર (પાટણ) નગરે વેતપટ ( ચૈત્યવાસી) સાથે વાદ કરી તેઓને પરાભવ કર્યો અને વસતિને મનોહારી માર્ગ પ્રકટ કર્યો. તે સૂરિના પટ્ટધર સંવેગરંગશાલા નામના ગ્રંથના રચનાર જિનચંદ્રસૂરિ થયા અને તેના પછી પટ્ટધર, ખરતરગણનાયક, જૈન સિદ્ધાંત શાસ્ત્ર પૈકી નવ અંગ-આગમપર સંસ્કૃતમાં વૃત્તિ-ટીકા રચનાર અભયદેવસૂરિ થયા. ૧૧ ૧૧. વિક્રમની સત્તરમી શતાબ્દિમાં (સં. ૧૬૧૭) અભયદેવસૂરિ ખરતર હતા કે નહિ તે સંબધી પાટણમાં જ તપાગચ્છનાં ધર્મસાગર ઉપાધ્યાય અને ખરતર ગુચછના ધનરાજ ઉપાધ્યાયને Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy