SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સશોધક [ ખંડ ૨૬ શિષ્ય સુન્દરદાસે ( જન્મ સ૦ ૧૬૫૩, દાજી પાસે દીક્ષા સં૦ ૧૬૫૯, મરણ ૧૭૪૬ ) વેદાન્ત જ્ઞાનને સુમધુર સરલ અને ઉચ્ચ હિન્દી કાવ્યમાં વિવિધ પ્રકારની રચના કરી. તેમણે અદ્વૈત બ્રહ્મવિદ્યાને પ્રચાર કરવાથી અને તેઓ અતિ કુશલ વિદ્વાન્ હોવાથી તેમને દાનૢ પથીએ · ખીજા શંકરાચાર્ય ' કહે છે. ૧ ४ ગાસ્વામી તુલસીદાસઃ—( જન્મ સ૦ ૧૬૦૦; મરણ સ′૦ ૧૬૮૦) આ હિન્દી સાહિત્યના અપ્રતિમ મહાકવિ છે. તેમણે રામાયણ રચી તે એટલી બધી આજસુધી પ્રસિદ્ધ છે કે, તેનું વાંચન દરેક હિન્દી કુટુમ્બમાં થાય છે. તેમજ અનેક હિન્દી કાન્ચે રચ્યાં. અકબરના પ્રસિદ્ધ કવિ ગંગના તથા અન્ય હિન્દી પ્રસિદ્ધ કવિ વિહારી તથા કેશવદાસના સમકાલીન છે. મહારાષ્ટ્રમાં અઢાર પર્વના મહાભારતને મરાઠીમાં પહેલવહેલાં અવતારનાર કવિ વિષ્ણુદાસ, અને મુક્તેશ્વર ( જન્મ ૧૯૫૬, સ્વર્ગી૦ ૧૭૦૬) તેમજ પ્રસિદ્ધ સંતકવિએ એકનાથ (જન્મ સં॰ ૧૬૦૫, સ્વ૦ ૧૬૫૬); તુકારામ (જન્મ સ’૦ ૧૬૩૪ યા ૧૬૬૪સ્વ૦ ૧૭૦૮), સમર્થ રામદાસ ( જન્મ સં૦ ૧૬૬૫ સ્વ૦ ૧૭૩૮ ) આદિ થયા. ગૂર્જર ભાષાના આ યુગ માટે એમ કહેવામાં આવે છે કે · જે ભાષાના પ્રથમ યુગમાં–સાહિત્યના પ્રભાતમાં નરસિંહ મહેતા જેવા ભક્ત કવિનાં પ્રભાતિયાં ગાજી રહ્યાં હતાં તેના મધ્ય યુગમાં—સેળમા અને સત્તરમા શતકમાં-કવિતાનાં સ્વર્ગીય ગાનના નિ છેક મન્દ પડી ગયા ’–આ વાત સત્ય નથી. જૈનેતર ગૂર્જર કવિએ આ યુગમાં વધુ સંખ્યામાં મળી નથી આવ્યા તેથી તેવી વાત મૂકવામાં આવે તે સ્વાભાવિક છે, પણ મને ખાત્રી છે કે આ ઉન્નતિના અને જાગૃતિના યુગમાં અનેક જૈનેતર ગૂર્જર કવિએ થયા હાવા જોઈએ; અને તે શેષખાળ કરતાં સાંપડી શકશે. જ્યારે મધ્ય યુગમાં જૈન કવિ માટે તા નિવિવાદ રીતે સ્પષ્ટ કહી શકાય તેમ છે કે તેમણે સાહિત્યની ધારા અખંડ નિરાવરણ અને નિર્મલ રાખી, તેનામાં એજસ્વાળુ પયઃ સિંચી તેને અલવતી, વેગવતી અને ઉજ્જવલ બનાવી હતી. આ સત્તરમા શતકમાં જેમ અગ્રેજીમાં, રાણી એલિઝાબેથના સમય (સં૦ ૧૬૧૫ ૧ રાધવીય ભક્તમાલમાં જણાવ્યું છે કે શકરાચાય દૂસરે, દાદૂ કે સુંદર ભયેા. ' આ સુન્દરદાસજીએ સ૦ ૧૬૬૩-૧૬૮૨ કાશીમાં રહી વિધા લઇ લેકને આપી. પછી બહુ પટન કર્યું. ગુજરાતમાં પણ તે ધણા કાળ રહ્યા હતા અને ગુજરાતી ભાષા પોતે શીખી લીધી હતી. તેના અપ્રસિદ્ધ ‘ દાં દિશાકે સર્વયે ’માં ગૂજરાત સંબધી લખ્યું છે કે:-- આભડછેાત અતીત સાં જ઼ીજિયે, બિલાઇ ૩ કૂકર ચાટત ડાંડી ’ આ પરથી જણાય છે કે વૈષ્ણવ સંપ્રદાયની અસરથી ગુજરાતમાં આભડછેટ પર લેાકેાનું ઘણું ધ્યાન રહેતું હશે. Aho ! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy