SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જેન સાહિત્ય સંશોધક [ ખંડ ૨, સમાજ ઉપર સર્વોપરિ અધિકાર ચલાવનાર કોણ હતે તેનો ઉલ્લેખ બૌધ લેખકે પણ કાંઈ કરતા નથી. હિન્દુસ્થાનના ઐતિહાસિક ચુગના ઉગમકાલ તરીકે ગણાતા એ સમયના ઈતિહાસના અભ્યાસિઓનું ધ્યાન ખેંચવા માટે, આ લેખમાં હું જૈન મતે વૈશાલીના ગણસત્તાક રાજ્યના રાજા મનાતા એ ચેટક અને તેની સાથે સંબંધ ધરાવનારા રાજાઓના સંબંધમાં જેટલી પરંપરા જૈન ગ્રન્થકારેએ સેંધી રાખી છે તેનો સાર અને સંકલન કરવા પ્રયત્ન કરું છું. ૧. તીર્થકર શ્રી મહાવીરના ઘરાણુ સાથે ચેટકને સંબંધ. ઉપર મેં સૂચવ્યું છે કે તીર્થકર શ્રી મહાવીરની માતા ત્રિશલા ક્ષત્રિયાણ ચેટક રાજાની સગી બહેન થતી હતી. તેને પુરા જૈન આગમાં જૂનામાં જૂના આગમ તરીકે મનાતા આવશ્યક સૂત્રની ચૂણિમાં મળે છે. એ ચૂણિ કયારે રચાઈ તેને નિશ્ચય અદ્યાપિ જોઈએ તે થઈ શક નથી, પરંતુ વિકમના આઠમા સૈકા કરતાં અર્વાચીન નથી તેટલું તે ચોક્કસ જણાય છે. આવશ્યક સૂત્રની સંસ્કૃત ટીકા કરનાર આચાર્ય હરિભદ્રને સમય મેં વિક્રમ સંવત્ ૮૦૦ ની આસપાસ નિર્ણત કર્યો છે. (જુઓ જન સાહિત્ય સંશોધક, ખંડ ૧, પૃષ્ઠ પ૩). આચાર્ય હરિભદ્ર પિતાની એ સંસ્કૃત ટીકામાં ઉક્ત પ્રાચીન ચૂણિમાંથી સેંકડે અવતરણે લીધાં છે, તેથી હરિભદ્ર પહેલાં ચૂણિકારને સમય સ્વતઃ સિધ છે. એ ચૂણિમાં શ્રી મહાવીરની માતા ત્રિશલાને સ્પષ્ટ રૂપે ચેટકની ભગિની લખી છે અને તે જ ઠેકાણે ત્રિશલાના મોટા પુત્ર નંદિવર્ધનની ભાર્યા-શ્રી મહાવીરની ભેજાઈ–ને ચેટકની પુત્રી જણાવી છે. પાઠ આ પ્રમાણે છે भगवतो माया चेडगस्स भगिणी; भो (जा) यी चेडगस्स ध्या। ભગવાન મહાવીરની માતા, ચેટકની ભગિની, ભેજાઈ ચેટકની પુત્રી ” આ ઉલ્લેખને ધ્યાનમાં રાખી પાછળના બીજા ગ્રન્થકારોએ પણ કેટલાંક ઠેકાણે ચેટકને મહાવીરના માતુલ (મામા) તરીકે ઉલ્લેખે છે. મહાવીરના જીવનવૃત્તાંતની ધ જૈન આગમોમાં સિંથી પ્રાચીન અને પ્રથમ ગણાતા આગમ આચારાંગ સૂત્રમાં લેવાએલી છે. તેમાં મહાવીરની માતાનું એક વિશ્વહિના નામ પણ લખેલું છે. જેમકે – ___ समणस्स णं भगवओ महावीरस्स अम्मा वासिट्ठस्सगुत्ता तीसेणं तिनि नामधि. ज्जा एवमाहिज्जंति, तं जहा तिसला इवा विदेहदिन्निा इवा पियकारिणो इ वा । (આચારાંગ, આગમેદય સમિતિ દ્વારા પ્રકાશિત, પૃ. ૪૩૨) ૧. જુઓ કલ્પસૂત્રની ધર્મસાગર ગણિકૃત કિરણવલી નામે ટીકા પૃષ્ઠ ૧૨૪ “જેટમાકશુ માવરમાતુ -ભાવનગરની આત્માનંદ જૈન સમાએ પ્રકટ કરેલ, ધર્મસાગર ગણિ કૃત ટીકા કિરણાવલી પૃ. ૮૩; તથા વિનયવિથોપાધ્યાય કૃત ટીકા સુબાધિકા, પૃ. ૧૪૪. Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy