SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સંશોધક [ખંડ ર તત્વજ્ઞાન અને સાહિત્યને નિષ્પક્ષપાતપૂર્વક મૂળ સ્વરૂપમાં ઉપસ્થિત કર્યું અને જેણે દુનીયાનું ધ્યાન આપણું પ્રાચીન સંસ્કૃતિ તરફ સહાનુભૂતિ પૂર્વક આકર્ષે. જે તેણે આવે અપૂર્વ પરિશ્રમ ન કર્યો હોત તો આજે યુરેપમાં સંસ્કૃતને આટલો પ્રચાર ન થયે હેત. કેલિબ્રુક ભારત છોડી જ્યારે ઈગ્લાંડમાં ગયા ત્યારે ત્યાં પણ તેમણે રૉયલ એશિયાટિક સેસાઈટિની સ્થાપના કરી અને વિદ્વાનેને સંસ્કૃતનું અધ્યયન કરવા માટે ઉત્સાહિત કર્યા, અને આંખે અપંગ થતા સુધી બીજા અનેક ઉપાય દ્વારા સંસ્કૃત સાહિત્યની સતત સેવા કરતા હતા. - જ્યારે એક તરફ કેલબ્રુક સાહેબ સંસ્કૃત સાહિત્યના અધ્યયનમાં ગરક થયા હતા ત્યારે બીજી તરફ બીજા કેટલાક તેમના જાતભાઈઓ હિંદુસ્તાનના જુદા જુદા પ્રાંતના પુરાતત્ત્વની ગવેષણ કરવામાં મચી રહ્યા હતા. સને ૧૮૦૦ માં માકિવસ વેલસ્લિ સાહેબે માઈસેર પ્રાન્તના કૃષિ આદિ વિભાગોની તપાસ કરવા માટે ડે. બુકૅનનની નમણુંક કરી હતી. તેમણે પિતાના કૃષિવિષયક કાર્યની સાથે સાથે તે પ્રાંતની જુની પુરાણી બાબતેનું કેટલુંક જ્ઞાન મેળવ્યું. તેમના કાર્યથી સંતુષ્ટ થઈને કંપનીએ તેમને ૧૮૦૭ માં બંગાળ પ્રાંતના એક વિશિષ્ટ પદ પર યોજ્યા. સાત વર્ષ પર્યત તેમણે બિહાર, શાહાબાદ, ભાગલપુર, ગેરખપુર, દિનાકપુર, પુરનિયા, રંગપુર અને આસામમાં કામ કીધું. જો કે તેમને પ્રાચીન સ્થાને વિગેરેની શોધખોળનું કામ સંપવામાં આવ્યું ન હતું તે પણ તેમણે ઈતિહાસ અને પુરાતત્ત્વની ખૂબ ગષણા કરી. તેમની આ ગષણાથી ઘણે લાભ થશે. અનેક અજ્ઞાત ઐતિહાસિક બાબતેની માહીતી મળી. આમ પૂર્વીય ભારતની પ્રાચીન વસ્તુઓની શોધખેળ સૌથી પ્રથમ એમણ જ કરી. પશ્ચિમ ભારતની પ્રસિદ્ધ કેનેરી ગુફાઓનું વર્ણન સૌથી પ્રથમ સાલ સાહેબે અને હાથીગુફાઓનું વર્ણન રસ્કિન સાહેબે લખ્યું. આ બંને વણને એ ઝેકશન નામના પુસ્તકના પહેલા ભાગમાં પ્રકાશિત થયાં. એ જ પુસ્તકના ત્રીજા ભાગમાં સાઈકસ સાહેબે બીજાપુર (દક્ષિણ) નું વર્ણન લેકની આગળ મૂકયું. છેક દક્ષિણ હિંદુસ્તાનનું વર્ણન મસ ડેનિયલ નામના સાહેબે મેળવવું શરૂ કર્યું. તે જ વખતે દક્ષિણમાં કર્નલ મેકેન્ઝીએ પણ પુરાતત્ત્વ-વિદ્યાના અભ્યાસને પ્રારંભ કીધે હતો. તે સર્વે ડિપાર્ટમેન્ટમાં નોકર હતા. તેમણે અનેક પ્રાચીન ગ્રન્થ અને શિલાલેખેને સંગ્રહ કર્યો હતે. મેકેન્ઝી સાહેબ કેવળ સંગ્રહકાર હતા. તેઓ ગ્રન્થ અને લેખને વાંચી શક્યા ન હતા. પરંતુ તેમના પછીના શોધકને તેમના આ સંગ્રહથી ઘણો લાભ થયું હતું. દક્ષિણના કેટલાક અનતિ-પ્રાચીન શિલાલેખેનાં ભાષાન્તરે છે. મિલે કીધાં હતાં. આવી જ રીતે રાજપુતાના અને મધ્ય ભારતના કેટલાક ભાગેનું જ્ઞાન કર્નલ ડે મેળવ્યું અને એ પ્રદેશમાંની અનેક જુની પુરાણી વસ્તુઓની શોધખોળ તેમણે કરી. : આ પ્રમાણે જુદા જુદા વિદ્વાન દ્વારા ભાસ્તના ભિન્ન ભિન્ન પ્રાંતના વિષયમાં ઘણુંક જ્ઞાન મેળવવામાં આવ્યું ને ઘણીક વસ્તુઓ જાણવામાં આવી, પરંતુ પ્રાચીન લિપિ Aho ! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy