SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૪ ] પુરાતત્ત્વ સશાધનના પૂર્વ ઇતિહાસ ઇતિહાસ તારવી કાઢવાના પ્રયત્ન કરવામાં આવ્યો હેાત તે આજની માફક તે સમયમાં પણ આપણા ઇતિહાસના ઘણાક અધ્ધા રચી શકાયા હેાત, પરંતુ તેમના તરફ કાઇની દૃષ્ટિ જ ગઈ ન હતી; અને પાછળથી તે જેમ જેમ દેશમાં અરાજકતા અને અજ્ઞાનતા વધતી ગઈ તેમ તેમ લેાકે પ્રાચીન કાળની લિપિ અને તેની સાથે સ્મૃતિને પણ ભૂલતા ગયા અને એ રીતે સાધનાની હયાતી હોવા છતાં પણ તેને કાંઇ ઉપયેગ થયા નહિ. ઈ. સ. ૧૩૫૬ માં દિલ્હીના સુલતાન પ્રીરાજશા તુગલકે ટાવરા અને મેરઠથી અશેકના લેખવાળા બે મોટા સ્તંભેા ઘણા ઉત્સાહ અને પરિશ્રમ સાથે દિલ્હીમાં અણાવ્યા હતા; (જેમાંના એક ફીરાજશાહના કટરામાં અને બીજો ‘ કુશ્ક શિકાર ’ પાસે ઉભા કરેલા છે. ) એ સ્તંભે ઉપર ખાદેલા લેખામાં શું લખેલુ છે તે જાણવા માટે એ માદશાહે ઘણી મહેનત કરી અને ઘણા ઘણા પડિતાને ખેલાવી તે વાંચવા માટે કીધું, પણ કેાઇનાથી તે વાંચી શકાયા નહિ, અને તેથી અંતે તે ખાદશાહને બહુ જ નિરાશા થઈ હતી. સાંભળવા પ્રમાણે અકબર બાદશાહને પણ એ લેખાના મર્મ જાણવાની બહુ જીજ્ઞાસા હતી પરંતુ કોઇપણ મનુષ્ય તે પૂરી કરી શકયેા ન હતા. પ્રાચીન લિપિને ઓળખવાનું ભૂલી જવાને લીધે જ્યારે કયાંએ કોઇ આવા જૂના શિલાલેખે અથવા તામ્રપત્રો મળી આવતાં ત્યારે લોકે તેમના વિષયમાં વિવિધ કલ્પનાઓ કરતા. કેઇ તેને સિદ્ધિદાયક યંત્ર કહેતા, કેાઇ તેને દેવતાના લખેલો મંત્ર માનતા, અને કાઇ તેને કયાંએ જમીનમાં દાટેલા ધનની નોંધ સમજતા. આવી અજ્ઞાનતાને લીધે લોકોને એવા શિલાલેખા કે તામ્રપત્રોની કાંઈ પણ કિમ્મત જણાતી ન હતી. ભાંગેલાં તૂટેલાં જૂના મદિરા આદિના શિલાલેખાને તાડી ફાડી કયાંક તેમને પગથીઆએમાં ચણી દેવામાં આવતા અને કયાંક ભાંગ અને ચટણી વાટવાના કામમાં લેવાતા. અનેક જૂના તામ્રપત્રો તાંબાના ભાવે કંસારાને ત્યાં વેચવામાં આવતાં. 'સારાએ તેમને ગાળી-ઉકાળી તેમાંથી નવાં વાસણા તૈયાર કરતા. લોકોની એ અજ્ઞાનતા હજી પણ ચાલુ છે. મેં મારા ભ્રમણ દરમ્યાન અનેક શિલાલેખાની આવી આવી દુર્દશાએ થયેલી જોઇ છે. અનેક જૈનમદિશમાંના શિલાલેખા ઉપર ચાટાડેલા ચૂના મેં મારા હાથે ઉખાડેલા છે. ચાર વર્ષ ઉપર મુંબઇમાં એક બ્રાહ્મણ, જે ખંભાતની પાસેના એક ગામડામાં રહેતા હતા તે ત્રણ ચાર તામ્રપત્રો લઈને મારી પાસે આભ્યા હતા. તેની જમીન સંબંધે સરકારમાં કેાઇ કેસ ચાલતા હતા, તેથી પેાતાના ઘરમાં પડી રહેલા એ તાંબાપત્રમાં પેાતાની જમીન માટે કઇ લખેલુ' હશે એમ ધારી તે વંચાવવા મારી પાસે લાવ્યેા હતેા. તેમાંના એક પત્રાની વચ્ચેાવચ્ચેથી બે ઈંચ વ્યાસ જેટલા ગેાળ ટુકડા કાપી લીધેલેા હતા. તેથી એ લેખને કેટલેાક મહત્વના ભાગ જતા રહ્યો હતો. આ સબંધમાં મે તેને પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યા કે થાડાક મહિના ઉપર એક લેાટાનું તળીચું અનાવવા માટે એમાંથી એટલા ટુકડા કાપી લેવામાં આવ્યેા હતા ! આવા તા અનેક દાખલાએ હુજીએ મને છે. આવી જ દુર્દશા આપણા જુના ગ્રન્થાની થઇ છે. યુગાના યુગા સુધી સારસંભાળ લીધા વગર અંધારી કાટડીઓમાં પડી રહેલા હજારા હસ્તલેખે! ઉદરડાઓના ઉદરમાં ગરક થયા છે, અને છાપરામાંથી Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy