SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૪ ] પુરાતત્વ સંશોધનને પૂર્વ ઇતિહાસ શતાબ્દીને તત્ત્વજ્ઞાનીઓ પણ હજી એ જ પ્રશ્ન પૂછી રહ્યા છે. જેવી રીતે જગતના પ્રાદુર્ભાવના વિષયમાં સત યુગીન નાસદીય સૂક્તને રચયિતા મહર્ષિ જાણવા ઈચ્છતા હતા કે को अद्धा वेद क इह प्रवोचत् कुत आ जाताः कुत इयं विसृष्टिः । આ જગતને પસાર કયાંથી આવ્યું છે-અને ક્યાંથી નીકળે છે, એ કઈ જાણે છે? અને કેઈ બતાવે છે?' તેવી જ રીતે આજના આ કલિયુગને તત્ત્વજ્ઞાસું પણ હજી તે જ પ્રશ્નને ઉત્તર જાણવા તલપી રહે છે. જો કે આવી રીતે જગત્--તત્વ બહુ ગૂઢ અને અગમ્ય છે; ગૂજરાતી ભક્ત કવિ અખો કહે છે તેમ એ ખરેખર “ અંધારે કુઓ” છે અને એને ભેદ પાઈ કઈ મુઓ નથી. છતાં માનવી જીજ્ઞાસા અને જ્ઞાનશક્તિએ એ “અંધારા કુઆ” નામે કેટલાક ખડકે ખોળી કાઢવાનું ભગીરથ પ્રયત્ન કર્યો છે. એ કુઆના ઉંડા પાણી ઉપર ફરી વળેલી નીળી શેવાળને જ્યાં ત્યાંથી ખસેડી એના જળકણેને આસ્વાદ મેળવવા માટી આપત્તિઓ ઉઠાવી છે. ગૂઢતર અને ગૂઢતમ જણાતા એ જગનાંયે કંઈ કંઈ રૂપને મનુષ્ય ઓળખ્યાં છે. સુષ્ટિના સ્વાભાવિક નિયમ પ્રમાણે ચેમાસાની મોસમમાં આકાશ ઉપર ચડી આવતાં વાદળાં અને તેમાં થતી ગર્જના તથા વિજળીઓને જોઈને જેમ આપણા વેદકાલીન પૂર્વજો મહા ભયભીત થતા હતા અને કુદરતના એ ઉપયોગી કાર્યને પણ મટી આફત રૂપે માનતા હતા તેમ આજે આપણે માનતા નથી. પિતાની અસાવધાનતાને લીધે જેમતેમ પ્રજવાળેલા અગ્નિમાં ભસ્મ થઈ જતી પિતાની પર્ણકુટિઓને જોઈને, કઈ રાક્ષસ કે દેવ પિતાના ઉપર કુપિત થઈ આ અગ્નિના રૂપે આવેલો છે એમ સમજી તેની આગળ દૂરથી ઉભા ઉભા હાથ જોડી જેમ તેઓ તેની પ્રાર્થના કરતા તેમ આજે આપણે કરતા નથી. વાયુના વેગથી ઉડી જતાં ઝુંપડાં અને ઘાસના ઢગલાઓને જોઈને જેમ તેઓ તેને કઈ માટે અદષ્ટ ચોર સમજી ઇંદ્ર પાસે તેને શિક્ષા કરાવવા માટે ઈન્દ્રની વિવિધ પ્રાર્થનાઓ કરતા તેમ આજે આપણે કરતા નથી. આપણા પૂર્વજો અને આપણામાં થયેલા આ ફેરફારનું કારણ શું છે? વેદકાલીન આર્યો પછી તેમની સંતતિએ કરેલી કુદરતનાં એ ગૂઢતની . કેટલીક શાળે તે જ તેનું કારણ છે. વિશ્વના રહસ્યને સમજવા માટે જેમ જેમ પાછળના મનુષ્ય વધારે બુદ્ધિપૂર્વક વિચાર કરતા ગયા તેમ તેમ તેમને સૃષ્ટિના એ સાધારણ નિયમ સમજાતા ગયા. તેઓએ મેઘના સ્વરૂપને જાણ્ય, અગ્નિના સ્વભાવને ઓળખે, વાયુની પ્રકૃતિને પહેચાણ, અને તેથી, પછી નિર્ભય અને નિશ્ચિંત થવાના ઉપાયે જ્યા. તેનાથી પણ આગળ વધી આધુનિક યુગના મનુષ્ય પ્રાણીએ કુદરતની એ સ્વરછ શકિતઓના આંતર મર્મને સમજી, તેમને કાબુમાં આવ્યું, તેમની પાસેથી કેવાં કેવાં કામો લેવા માંડયાં છે તે આપણે પ્રત્યક્ષ જોઈ અને અનુભવી રહ્યા છીએ. મનુષ્ય પોતાના ઈન્દ્રિય બલથી માત્ર પિતાના સમય દરમ્યાન સત્તા ધરાવતી અને Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy