SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ તરંગવતી જન્મ થયો અને મારું નામ રૂદયશસુ પડ્યું. રિવાજ પ્રમાણે લેખન આદિ વિવિધ કળાએ શીખે. પણું શેડા જ સમયમાં ઉડાઉ બનાવનાર, કલંક લાવનાર, હુંકામાં બધા દુર્ગણ વસાવનાર જુગારની રમત તરફ મારું વલણ થયું. એ રમત કરીને (વ્યાપારી વર્ગના) હલકા કે અનેક રીતે નષ્ટભ્રશ થઈ જાય છે અને છળકપટમાં નિર્દય અને જિતવાને માટે ગાંડા બની જઈને બધા સગુણેને વિસારી મુકે છે. આ જુગારના મોહમાં હું પડશે અને અંતે ચેરી કરવા લાગે અને એથી મારો કુળપર્વત દાવાનળની પેઠે બળવા લાગ્યો. ઘર ફાડવાં ને જાત્રાળુઓને લૂટવા એ મારે ધ છે થઈ પડી ને મારાં આવાં કર્મને લીધે મારાં(કબીએ)ને નીચું જેવા પ્રસંગ આવ્યું. એવી રીતે (એકવાર) બીજાઓનું ધન લૂટવાને ઈરાદે રાતે હાથમાં તલવાર લેઇને રાજમાર્ગો નિકળી પડયો, પણ નગરમાં આ વાતની જાણ થઈ ગઈ અને હરામખરને જીવ હવે સલામત નહોતે એમ જોઈને હું ખારીકવનમાં નાશી ગયે. વિધ્યાચળની વિભૂતિ સમાન એ વનમાં અનેક જાતને શિકાર મળી શકે એમ હતું, પંખીઓનાં પુષ્કળ માળા હતા તથા લૂટારાની પુષ્કળ ગુફાઓ હતી. વિવિધ પ્રકારનાં ઝાડની ઘટા સિને અંધારામાં ઢાંકી દેતી. વિધ્યાચળની અંદરની બાજુએ આવેલી આવી એક ગુફામાં હું આવી પહોંચે. એને એક જ બારાડ્યું હતું અને એ ગુફાનું નામ સિંહગુફા હતું. ત્યાં હથિયારબંધ મજબુત માણસે રહેતા તે વેપારીઓને ને વણજારાને લૂટી આનંદ કરતા. એ એમના ધંધામાં અને બીજી એવી અનેક કળાઓમાં તથા હળીમળીને કામ કરવામાં ખૂબ પ્રવીણ હતા. પણ છતાં યે એમાં કેટલાક એવા પણ હતા કે જેમાં બ્રાહ્મણૂથમણને, સ્ત્રી બાળકને અને ઘરડાંમાંદાંને સતાવતા નહિ. લૂટતાં હજારવાર ઘા પણ ખાતા, છતાં એ એકંદર રીતે એમનો ધંધો સારી રીતે ચા જતો. આ ટારાઓમાં હું પણ એક લૂટારા તરીકે દાખલ થઈ ગયે. ૧૪૪૧-૧૪૫૦. “ભલ્લપ્રિય (ભાલે પ્રિય છે જેને એ) નામે એક જણ એ મંડળને નાયક હતો, એ હમેશાં પિતાના મજબુત હાથમાં ભાલે ઝાલી રાખતે, હો કરવામાં સાહસી હતો અને સર્પની પેઠે સર્વને ભયંકર હતા. પોતાના હજારે લૂટારાને પિષવાને અને પિતા પ્રમાણે તેમનું રક્ષણ કરવાને એ અજાણ્યા ધનવાનેને ખબ સતાવતે. પિતાના બાહુબળને કારણે એ ઘણે પ્રખ્યાત થયે હતા અને તેથી લૂટારાઓમાં નાયક તરીકે બહુ માન પામ્યું હતું. એની પાસે મને લઈ જવામાં આવ્યું. મારી સાથે એણે માયાથી વાતચિત કરી, તેથી બીજા લૂટારા પણ મારી સાથે આદરથી વર્તતા, આથી હું ત્યાં વિના હરકત ને આનંદે રહેવા લાગ્યો. ઘણાં ધીંગાણાંમાં મેં મારું ખબ શિય બતાવ્યું ને તેથી મારો મોભે ને માન વધ્યાં અને આ રીતે આખરે હું એક નામી લૂટારે ગણવા લાગ્યો. જુદ્ધ હોય કે ના હોય, અમે નાશી જતા હોઈએ કે કેઈની પાછળ પડયા હોઈએ, પણ હું હમેશાં નાયકની બાજુમાં જ રહેતે, અને મારા સબતીએ મને “શક્તિધર “નિર્દય,” “જમદૂત આદિ નામે ઓળખતા. શત્રુને હું ચીરી Aho ! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy