SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ તરરાવતી એ સંતલસમાં ભળી હતી, તેથી મારે પરાણે પણ ચુપ રહેવું પડયું હતું. તેથી શેઠ, મારા ઉપર દયા કરે.” ૧૨૭૫–૧ર૭૯. “ શેઠાણીએ જ્યારે આ બધી વાત સાંભળી ત્યારે એ તે તારા દુઃખના ને વિજેગના વિચારમાં બેભાન થઈ પડયાં. અને એમને પડેલાં જોઈને, નાગણુને ગરૂડના પંજામાં સપડાએલી જોઈને ગભરાએલા નાગરાજની પેઠે, શેઠ પોતે પણ તરત જ છુટે મહએ રડવા લાગ્યા. ભાન આવ્યા પછી શેઠાણું એવું તે હદયભેદક રૂદન કરવા લાગ્યાં કે બીજાં બધાને રોવું આવ્યું. ભાઈઓ ભાઈઓ ને બીજા બધાં, સખી, તું જતી રહી તેથી, ખૂબ રેપીટ કરવા લાગ્યાં. પણ શેઠાણીનું હૈયું નેહાળ, તેથી દીકરીના સ્નેહને કારણે એમના શેકને ને રૂદનને તે પાર જ રહ્યો નહિ, છેવટે એમણે શેઠને કાલાવાલા કરી કહ્યું: ૧૨૮૦-૧૨૮૪. “જે લોક શુદ્ધાચારી હોય છે ને આબરૂદાર મનાય છે એમને પણ દીકરી તરફનાં બે દુઃખ તે હોય છે. વિજોગ ને કલંક. પણ એ સા પૂર્વકમેં કરીને નક્કી થયેલા પ્રારબ્ધને આધીન છે. માણસની ઈચ્છા હોય કે ના હોય, પણ એ પ્રારબ્ધ વડે માણસ સુખદુઃખ પામે છે, તેથી ભૂલ થઈ જાય તેને દોષ લે ના ઘટે; કારણકે કુટિલ કાળદેવતા એને ખેંચી ગયા. પૂર્વભવની વાત એને સાંભરી આવી અને તેથી એક વખતના કર્મનું ફળ એને મળ્યું, ત્યારે તે એની ભૂલ બહુ નાની કહેવાય. અને મારે એ દીકરી ઉપર એ ભાવ છે અને મારા હૈયામાં એ એવી વશી રહી છે કે એના વિના મારાથી જીવાશે નહિં.' ૧૨૮૫-૧૨૮૯, “આવે વચને કાલાવાલા કરીને નગરશેઠની પત્ની પિતાના સવામીને પગે પડી, અને “ઠીક ત્યારે એવું એમની મરજી ના છતાં ય એમની પાસે કહેવરાવ્યું. પછી એમણે કહ્યું: “ધીરજ ધર! એ તારી લાડકી તને લાવી આપીશ; એ બે કયાં ઉપડી ગયાં છે તેની શેઠ પાસેથી ખબર પડશે.” એમ બોલી તારા પિતા પછી રથમાં બેસીને અહીં આવ્યા અને તમને બેને શી રીતે ઘેર પાછાં લાવવાં - એ બાબત શેઠ સાથે વિચાર કરવા લાગ્યા, પણ તે દરમિયાન તારા પિતાના) ખરાબ કુટુંબે તે મને ધમકાવી, આંખે કાઢીને એક લપડાક ચઢી કાઢી ને આમ મને સજા કરી. વળી એ કહેવા લાગ્યા કે “તું એને ત્યાં લેઈ જ કેમ ગઈ?” વળી તમને ખળવાને માટે માણસે મોકલ્યાં અને તમને આવતાં સાંભળીને એ ઐ રાજી થઈ અહી પાછાં આવ્યાં. ” ૧૨૯૦–૧ર૧. (સાવી કહે છે) સારસિકાએ જે બધું જાણ્યું હતું એ સો એણે મને વિગતવાર કહી સંભળાવ્યું. અને પછી મારા સ્વામીએ શા માટે ઉતાવળ કરી હતી ને દાસદાસી વગર અમે કેમ ચાલ્યાં ગયાં એ વાત મેં એને કહી સમજાવી. Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy