SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સરગમતી કુલ્માષહસ્તીએ આગળથી કહી રાખ્યું હતું તે પ્રમાણે ગામ અને નગરના રસ્તાની (માપ દેખાડવા) નિશાનીરૂપ ઉભાં રહેલાં પવિત્ર ઝાડાને અમે દૂરથી જોઇ લેતાં. પાછુ એક બીજું વડનું ઝાડ દેખાયું; તેની કઇંક પાસે આવ્યાં ત્યારે તેનાં લીલાં પાનને લીધે તે પૃથ્વીનું જાણે શ્યામ, ભવ્ય, પ્રકાણ્ડ સ્તન હૈાય, એવું દેખાતું હતું; પ્રવાસીઓના સ'ધને વિસામા કરવાનું એ સ્થાન હતું, રસ્તાના શણગારરૂપ હતું અને ( વળી ) કૌશામ્બીના સીમાડાનુ મેાતી હતું. કાળડાળીઓની ઘટામાં સેકડા પ‘ખીએ રહેતાં; વળી સુવાસિત ફુલકળીએ અનુપમ શાભા આપતી. ઉપર મેઘ જેવા સફેદ પટ ઝુલતા હતા અને નીચે ઉત્સવહાર પહેરાવેલા અને પાણીએ ભરેલા કારા ઘટા મુકયા હતા. ( અમને ત્યાં સુધી સામે લેવા આવેલાં) આળખીતાંએ અને સગાંવહાલાંએ અમને ત્યાં વધાવી લીધાં અને અનેકાનેક આશીર્વાદ આપ્યા. ૧૨૦૩-૧૨૦૭. અમે ત્યાં નાહ્યાં અને તેથી અમારે થાક ઉતરી ગયા. પછી અમે અમારું સાસરીમની પાસે ગયાં અને એમનાં ટાળાંમાં આનંદે જઈ બેઠાં. હવે મારે રથમાં બેસવાનું ન હતું ને તેથી ઘેાડે ચઢી. મારી પાછળ (મારી સાચી સખી) સારસિકા અને (મને માન આપવાને આવેલા) આયાએ, ખાજાઓ, દાસી, જુવાન નીઆએ અને બીજાને સાથ ચાલ્યું, પણ ખાસ કરીને મારા સ્વામી પેાતાના મિત્રને (કુમાષહસ્તીને) લેઇને બીજા ઘેાડાએ જોડેલા સાનાના રથમાં બેશી સાથે ચાલ્યા. વળી નણુ દો અને ભેાજાઇએ પણ પોતાના દાસદાસીના સાથે સાથે અમને મળવાને આવી હતી, તે પણ સુંદર (ખળદ-)ગાડીઓમાં બેશીને મારી સાથે (પિતાના) નગર તરફ ચાલી. ૧૨૦૮-૧૨૧૨. પ્રખ્યાત માશુસનાં સુખદુઃખ, જવુંઆવવું, પ્રયાસે નિકળવું ને પાછું ઘેર આવવું, સે લેકને તરત માલમ પડી જાય છે. એવી રીતે અમે પણ ઉંચા પ્રભુદ્વારમાં ( ઉતાવળે ઉતાવળે તૈયાર કરેલા વિજયતારણમાં ) થઈને કૈાશાખી નગરમાં પ્રવેશ્યાં. ત્યાં આગળ જમણે હાથે એક નરપમીના અવાજ સભળાયા અને એમ સારા શકુન થયા. અને જે રાજમાગે થઈને અમે ચાલ્યાં તે માર્ગે અમને આવકાર આપવાને સફેદ સુગધિત ફુલેાથી શણગારી કાઢ્યા હતા, અને ઠેઠ સુધી રસ્તાની બેઉ બાજીની ઉંચી હવેલીઓની હારા ઉપર અને સુંદર દુકાને આગળ અમને જોવાને આતુરતાથી એકઠાં થયેલાં પુરૂષ અને સ્ત્રીઓની ભીડ જામી હતી. સરાવર ઉપરનાં કમળફુલાની સપાટી પવનથી ઉંચીનીચી થાય એવા દેખાવ લેાકનાં કમળફુલશાં સુખાને લીધે અમને દેખાવા લાગ્યા. ૧૨૧૩–૧૨૧૬. મારા સ્વામીને માન આપવાને માટે રાજમાગ ઉપરના લાકોએ સ્નેહંભરી દૃષ્ટિએ એમની તરફ્ જોયું, એટલુંજ નહિ પણ હાથ જોડીને નમસ્કાર કર્યાં. વાદળાંથી ઢંકાઈ રહ્યા પછી જેમ શચંદ્ર ભાવે એમ પરદેશથી પાછાં અમને ઘેર આવેલાં Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy