SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ તરગતી, ૮૪ર-૪૩. પિતાની મેળે ચાલી આવેલ પ્રિયા, વન, અર્થ, રાજલક્ષમી, વર્ષસમય, ત્વના અને ચતુર સનેહીઓના આનંદને ઉપલેગ જે કરી શકતું નથી તે જાતે ઘેર ચાલી આવેલી લમીની કિંમત જાણ નથી. ૮૪૪-૮૪૫. “જીવિતના સર્વસ્વસમાન રમ્ય પ્રિયાને પ્રાપ્ત કરીને જે છેડી દે છે તે મનુષ્ય સફળ કામનાવાળે થતો નથી.” ૮૪-૮૪૮. એ ઉદ્દગારના ભાવાર્થથી પ્રેરાઈને વળી મારા પ્રિયે મને કહ્યું છે જે આપણે પરદેશમાં ચાલ્યાં જઈએ, તે જ વિદાશી ને શંકાથી મુક્ત થઈને આનંદે રહી શકીએ.” ત્યારે મેં રડતે હૃદયે ઉત્તર આપેઃ “હા! મારા પ્રિય, હવે મારાથી ઘેર જવાય એમ નથી, હું તે તમે જ્યાં જશે ત્યાં, તમારી પાછળ આવીશ.” ૮૪૯. (હુ એમના વિચાર પ્રમાણે અનુસરી શકું એટલા માટે) અનેક તરહથી એમણે મને ઉત્તેજન આપ્યું, અને હું પાકા ઠરાવ ઉપર આવી એટલે એ બોલ્યાઃ “ઠીક ત્યારે, આપણે નાશી જઇએ! હું હવે મુસાફરીની તૈયારી કરી લેવું.” ૮૫૦-૮૫૨. માર્ગમાં જરૂર પડે એવી ચીજ એકઠી કરવાને એ મહેલની અંદરના ભાગમાં ગયા, એટલે મારા દરદાગીના લઈ આવવાને મેં મારી સખીને ઘેર મોકલી. એ દોડતી ગઈ, પણ એટલામાં તે મારા પ્રિય હાથમાં કથળી લઈને પાછા આવ્યા અને કહેવા લાગ્યાઃ “ચાલ મારી પદ્મિની, વખત વહ્યા જાય છે. નગરશેઠ જાણી જાય તે પહેલાં આપણે ખશી જવું જોઈએ.” ૮૫૩. મેં ગભરાઈને ઉત્તર આપેઃ “મારા દાગીના લેવા મેં સખીને ઘેર મકલી છે, એ આવે એની આપણે વાટ જોઈએ.” ૮૫૪-૮૫૮. એમણે ઉત્તર આપેઃ “અર્થશાસ્ત્રમાં લખ્યું છે કે હતી એ પરિભવ-તિરસ્કાર કરાવનારી છે, એ કાર્યની સાધક નથી પણ ખરી રીતે બાધક છે. ખરેખરી ગુપ્ત વાતથી દૂતીને સદા દૂર જ રાખવી જોઈએ. એ જલદી જ ફસાવી દે છે, કારણ કે રીઓથી કશું છાનું રાખી શકાતું નથી. વળી જે સાથે દરદાગીના લીધા, તે તે એથીયે વધારે ફસાઈ પડવાને લે. વળી એના આવવાથી આપણને માર્ગ કાપતાં અડચણ પડશે અને આપણું શાનિતને ભંગ થશે, માટે એને તે આપણે છોડી દઈએ! અને હવે વખત છે જેઈને નથી. હીરા, ઝવેરાત અને એવું એવું સિ કીંમતી મેં લઈ લીધું છે. જેની આપણને જરૂર પડશે તે એનાથી ખરીદી લેવાશે. માટે આવ હવે, આપણે ચાલતાં થઈ જઈએ.” ૮૫૯-૮૬૩. એ સાંભળીને હું તેમ કરવા તૈયાર થઈ ને સારસિકાની વાટ જોયા વિના જ અમે તે રસ્તે પડયાં. નગરના દરવાજા સારી રાત ઉઘાડા રહે છે તેથી અમે બહાર નિકળી ગયાં અને જમુનાને કિનારે જઈ પહોંચ્યાં. ત્યાં અમે એક Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy