SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ નેહપs. ૬૫ હાથ જોડ્યા અને જમીને કપાળ અડાડ્યું પછી સભ્યતાપૂવક છે કે જેમ તમે કહેશે એમ કરવા તૈયાર છું, એનામાં એવું શું વધારે છે !. આથી મારાં માબાપ શાન્ત થયાં અને એમની ચિન્તા ટળી. પણ મેં તે આપઘાત કરવાને નિશ્ચય કર્યો હતો, કારણ કે મળવાની મારી બધી આશાઓ ભાંગી પડી હતી. અને દિવસે મારી ચેજનાને અમલ કરતાં વખતે લોક મને અટકાવે એ બીકથી રાતે બધાં ઉંઘી જાય ત્યારે આપઘાત કરવાને સંકલ્પ કર્યો. જીવવાની તૃષ્ણથી છુટે થઈને અને મરવાને માટે તૈયાર થઈને આ બધા સંકલ્પવિક૯પ કરતે હોતે, એવામાં જ તું આ સંદેશે લેઈ આવી. એથી મારા હૃદયમાં ઉત્સવ થયે ને મારા જીવનમાં અમૃત રેડાયું. પણ તારી સખીને શેકભર્યો કાગળ વાંચતાં મારી આંખોમાંથી આંસુ નિકળી પડશે ને મને બહુ દુઃખ થશે. તારી સખીને મારા તરફથી આટલું કહેજે. જેને મરતાં તું સતી થઈ અને જેને તે આટલે મૂવે ખરીદી લીધું છે તે તારે (ખરીદેલો) દાસ થવાનું સ્વીકારે છે. તારાં ચિત્રથી એને સો વાત સાંભરી આવી છે અને જ્યાં સુધી તું એની થઈ નથી, ત્યાં સુધી એ દુખિયે છે; અને છતાં યે તારા સંબંધની અને નેહપ્રમાણની જે આશાએ એને આનંદ આનંદ થઈ રહ્યા છે, અને એ આશાએ કરીને એ સુખિયે છે. • ૭૪૬-૭૫૮. “આ સંદેશો આપ્યા પછી પણ એ મહાનુભાવે તારા સ્નેહની આશાઓ ઉપર બહુ સનેહવાલે કરીને મને બહુવાર ઉભી રાખી ને છેવટે ના છુટકે– રજા આપી. પણ પછી મહેલમાંથી બહાર નિકળતાં મને તે જાણે આકાશપાતાળ એક થઈ ગયાં. ખરેખર, (તારા પિતાને) નગરશેઠને મહેલ બાદ કરતાં (આખા રાજમાર્ગ ઉપર) એ બીજો એકે મહેલ નથી. હજી યે એ ભવ્યતા, એ શેભા, એ આદરમાન મારી આંખો આગળ તરી આવે છે, અને તારા પ્રિયની અતુલ સુંદરતા પણ ઝળકી આવે છે. હવે એણે લખી આપેલો ઉત્તર તને આપું, એમાં એણે નેહ અને અશાઓની ધારાઓ પ્રકટાવી છે. ” (તરંગવતી હવે સાબીરૂપે પિતાની કથા આગળ ચલાવે છે.) જે પત્ર રૂપે મારા પ્રિય મારી પાસે આવ્યા હતા, તે પત્ર મેં લીધે ને તેની ઉપરની મહેરને ઉંડે શ્વાસે ચુંબન કર્યું. હજી તે મારી આંખે એ મહોર ઉપર હતી અને કાનમાં મારી સખીને શદે ઉતરતા હતા, તેવે જ ચંપાની પાંખડીએ ઉઘડતાં જેમ અંદરથી તંતુગણ બહાર નિક ના આવે એમ મારા હૃદયમાં આનંદને કુવારે છુટો. તરત જ મેં મહેર તેડી અને વાંચવાને આતુર થઈ કાગળ છે. મારા પિતાના મૃત્યુ સિવાયની બીજી બધી અમારા પાછલા ભવની કથાનું એમણે સંપૂર્ણ અને ચમત્કારિક વર્ણન કર્યું હતું: જ્યાં સુધી અમે સાથે હતાં ત્યાં સુધીનું બરાબર એકરસ વર્ણન હતું અને મારા મરણની કથા તે એ જાણતા ન હતા. આનંદથી ઉતે હૃદયે એમણે મોકલેલે એ પત્ર મેં Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy