SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પતિની પ્રતિજ્ઞા. ૬૦૪-દ એની સૂચના સાંભળીને, સખ. જે કોઈ પ્રશ્ન પુછવા આવે તેને ઉત્તર દેવાને હું તે ઉતાવળી ઉતાવળી ચિત્ર પાસે જઈ ઉભી. તુરત જ મેળવે બાળ એક જણ આવ્યું ને પુછવા લાગ્યું: “આખા નગરને આશ્ચર્યચકિત કરી મેલ્યું છે એવાં આ ચિત્રનું ચીતરનાર કેશુ?” મેં ઉત્તર આપેઃ “નગરશેઠની દીકરી તરં. ગવતીએ એ ચિત્ર ચીતરીને અહીં મુકાવ્યાં છે, અને સાચે જ એ ચિત્ર કંઈ ક૯૫નાથી ચીતર્યો નથી.” પછી બીજી કેટલીક ચેખવટ મેં કરી એટલે તે તારા સવામી પાસે પાછે દેડી ગયો અને ત્યાર પછી શી વાત થાય તે સાંભળવા હું પણ તેની પાછળ જ ગઈ. ૬૧૦-૬૧૨, ત્યાં જઈ મને પુછવા આવનારે બોલ્યાઃ “ચિંતા કરીશ ના, મારા મિત્ર પદ્યદેવ ! તારી પ્રિયા મળી આવી છે. એ ઋષભસેન નગરશેઠની દીકરી તરંગવતી છે. એની જ સૂચનાથી એ ચિત્ર મુકાયાં છે, અને એ કંઈ કલ્પનાથી ચીતરાયાં નથી, પણ એની સખીએ મારા પ્રશ્નોના ઉત્તર દીધા એ ઉપરથી મારી ખાત્રી થઈ છે કે એ એક સાચા જીવનની કરુણ કથા છે. ૧૩-૧૪. આ શબ્દોથી તારા પ્રિયનું મુખ પૂરા ખીલેલા કમળની પેઠે મલકાયું. પછી એ બેઃ હવે મને મારા જીવનમાં આનંદ આવશે, કારણ કે મારી એક વખતની ચકવાકી નગરશેઠની દીકરી થઇને અવતરી છે. પણ તરત જ પાછા ચિંતાતુર થઈ બોલવા લાગ્યાઃ “પણ નગરશેઠ પૈસાને જેરે એટલે અભિમાની છે કે એની કન્યાને માટેનાં બધાં માગાં પાછાં વાળ્યાં છે, ત્યારે આપણું ધાર્યું પાર શી રીતે ઉતરશે? એકવાર મારી પ્રિયા જડ્યા પછી જે એને મળી શકે નહિ તે ન જડ્યા કરતાં પણ વધારે વેદના થશે.” દલ૭–૧૯ એને એક મિત્ર છેઃ બસ, તે જડી છે એટલે તે હવે કઈ વાધે નથી. જે વસ્તુ વિદ્યમાન છે તે જરૂર મળી જ રહેશે, એને રસ્તો થઈરહેશે. અને હજી પરણાવી નથી એટલે એને માટે નગરશેઠની પાસે માગું કરવાની વ્યવસ્થા કરીશું. જે એથી કશું નહિ વળે અને તારી ખુશી હશે તે આપણે એનું હરણ કરી લાવીશું. દર૦-ર૧, પણ એણે તો ઉત્તર આપેઃ “નગરશેઠના ઘરમાં જે કુળાચાર પેઢીએ થયાં ચાલતે આવે છે તે કઈ પિતાની પુત્રીના સનેહને કારણે એ ઓળંગશે નહિ, અને તેથી જે એ પિતાની પુત્રી અને દેશે નહિ તે હું મારા જીવનને અંત આણીશ, કારણ કે તું કહે છે એવું બળાત્કારનું કામ તે મારે કરવું નથી.” દરર-૬૨૪. હવે સા મંડળ પિતાના અગ્રેસરને વીંટી વળી તેની હવેલી તરફ ચાલ્યું અને તેના કુટુંબ વગેરેનાં નામઠામ જાણી લેવાને માટે હું પણ એમની પાછળ ચાલી. જે મકાનમાં એ પેઠા તે એવું તે ઉંચું ને સુંદર છે કે જાણે કેઈ સ્વર્ગમાંથી ઉપાડી આણને પૃથ્વી ઉપર મુકી દીધેલું દેવવિમાન હોય. મેં એના પિતાનું નામ Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy