SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ T સાધ્વીનું રૂપ - ૩૬-૩૭. તેને શબ્દ સાંભળીને ઘરની શેઠાણી બહાર નીકળે છે. તે સુન્દર ને પ્રભાવશાળી છે, તેની વાણું બહુ ધીમી છે, શરીર ઉપર તેણે બહુ જ આછાં પણ બહું કિમતી ઘરેણાં ઘાલેલાં છે અને છેલ્લું–ઉજળું વસ્ત્ર પહેરેલું છે. ૩૮-૪૧. પિતાના આંગણાને પાવન કરતી આ પવિત્ર સાધ્વીને અને તેની સહચરીને જોઇને પ્રથમ તો સાગરકન્યા લક્ષ્મી સમાન એ સાધીને અને પછી તેની સહચરીને તે આદરભાવે નમસ્કાર કરે છે, ત્યાર પછી કમળફુલ ઉપર ભમરા બેઠા હોય એવી કાળી કીકીઓવાળા ચંદ્રસમાન એ સુંદર ખ સામે એકી દ્રષ્ટિએ તાકીને જોઈ રહે છે. ૪૨-૫૪. લક્ષ્મી જેવી સુંદર એ સાધી સંબંધે તે વિચારે છે. “નથી તો સ્વપમાં આવી અનુપમ સુંદર સ્ત્રીનું ચિત્ર મેં જોયું, કે નથી વર્ણનમાં પણ આવું વાંચ્યું. આવું સુંદર તે સ્ત્રીકમળ કોણ હશે ? સુંદર સ્ત્રીઓને ઘડવાનાં જે દ્રવ્યો તેમાંથી સર્વોત્તમ દ્રવ્ય લેને શું વિધાતાએ આને ઘડી હશે? જ્યારે આ અત્યારના મુંડિત મસ્તકવાળા ભિક્ષુણીવેશમાં પણ આટલી બધી સુન્દર દેખાય છે, ત્યારે રૂપીસંપન્ન ગૃહિણીના વેશમાં તે એ કેણ જાણે કેટલી બધી અનુપમ લાગતી હશે! એના એકે અંગ ઉપર શણગાર નથી અને વળી તે ઉપર ધૂળ લાગી છે, તે પણ મારી આંખ એના ઉપરથી ખસતી નથી, ઉલટી અંગે અંગે ફર્યા કરે છે. સ્વર્ગની કુમારિકાઓ પણ આની અનુપમ સુન્દરતાની વાંછના કરે તેમ છે. શું આ તે કઈ અસશે કે દેવકન્યા હશે? પણ એમ કેમ હોય ! શિપીએ ઘડી કાઢેલી મૂર્તિની આંખોની પેઠે દેવકની દેવાંગનાએની આંખે તે સાંભળવા પ્રમાણે મીંચાતી નથી, તેમ જ તેમના હાર અણુકરમાયા રહે છે, અને તેમને ધૂળ લાગતી નથી; પણ આ આયને પગે તે ધૂળ લાગેલી છે અને એની આ હાલે છે. તેથી એ નક્કી દેવી તે નથી જ, છે તે અવશ્ય માનવી લેકની જ કેઈ નારી. પરંતુ મારે આ રીતે શંકામાં શા માટે રહેવું? હું એમને ધીરે રહીને પૂછી લઉં. માણસને જ્યારે સાક્ષાત્ હાથી જ નજરે પડે તે પછી તેનાં પગલાં ખેળવાની શી આવશ્યકતા ?” - પપ-પ૬. એમ વિચાર કરી શેઠાણી સાથ્વીને આદરપૂર્વક પ્રથમ ભિક્ષા આપે છે, અને પછી ઉત્સુકતાએ અને આશ્ચચે પ્રશ્ન કરે છે: “પૂજ્ય સાધ્વીજી, જે તમને કઈ નિયમને બાધ ન થતો હોય તે ક્ષણભર વિસામે છે અને મને કેઈ ધર્મકથા કહે.” પ૭-૬૧. ત્યારે સાધ્વી કહે છે કે “સવ જગતના જીવને હિત કરનાર એવા ધર્મને ઉપદેશ કરવામાં કઈને કશાને બાધ હોઈ શકે નહિ. અહિંસાલક્ષણધર્મ તે કહેનાર અને સાંભળનાર બંનેને પવિત્ર કરે છે. જો કે ડીવાર પણ હિંસાથી મુક્ત Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy