SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ - લયમેનની જર્મન પ્રસ્તાવના ગુજરાતી અનુવાદ, સાધ્વી અર્થાત પ્રાચીન ભારતની એક નવીન કથા. હું આ જે કથા રજુ કરું છું તે ખરેખર એક નવીન કથા છે. કારણ કે ભારતવાસીઓ સિવાય બહારના કોઈએ અદ્યાપિ એ વાંચી નથી, અને જે ભારતમાં એકવાર એ લોકપ્રિય થઈ પડી હતી, ખુદ તે ભારતમાં પણ અત્યારે એને કોઈ જાણતું નથી. આ કથા પ્રાચીન ભારતનું દાન છે, પણ વાંચીને એને વાચક ક્યા કાળમાં મુકશે એ હું ચોક્કસ રીતે જાણતો નથી. ટૂંકામાં એટલું જ કહેવાનું કે એમાં વર્ણવેલા ધાર્મિક સિદ્ધાન્તો બૌદ્ધ કાળમાં પ્રક્ટ થયા છે, તેથી કથા ક્રાઈસ્ટના પછીના કાળમાં એટલે કે બીજી કે ત્રીજી સદીમાં લખાઈ હોવી જોઈએ. કાળનિર્ણય ચોક્કસ રીતે વાચક જાણશે ત્યારે વખતે ફરીવાર એને ભ્રમ ઉડી જશે. મથાળે મેં કથાકાર પાદલિપ્તનું નામ આપ્યું નથી. વળી પુસ્તકનું નામ એમણે જે આપ્યું છે તે પણ લીધું નથી. પોતાની કથા કહેનાર સાધ્વીના નામ ઉપરથી એમણે ‘તરંગવતી’ નામ રાખ્યું છે. આમ લેખકના અને સ્થાના મૂળ નામને મેં શામાટે વિસારી મુક્યાં છે ? મારે એ વિસારી મૂકવાં પડયાં છે, કારણ કે એ નામવાળી એમની મૂળ કૃતિ ખરી રીતે તે બહુ કાળથી નાશ પામી છે. એમાંના વસ્તુ ઉપરથી આશરે એક હજાર વર્ષ પછી “તરંગલેલા” એવા નવા નામથી તેનું એક નવું સંસ્કરણ થયું હતું, એ હજી સચવાઈ રહ્યું છે, અને તેના જ ઉપરથી આ અનુવાદ થયો છે. મેં આપેલા નામ પ્રમાણે તેના સમયનિર્ણયની જે લોકોએ આશાઓ રાખી હશે તે આશાઓ તો મારે ઢીલી કરી નાખવી પડે છે, પણ એટલું તો હું નક્કી માનું છું કે એ બધું છતાં આપણું આ પુસ્તક દરેક સાહિત્યભક્તને અને દરેક ધર્મશાધકને બહુ ઉપયોગી થઈ પડશે. માનસશાસ્ત્રીને પણ ઉપયોગી થઈ પડશે; અને એ આશ્ચર્ય સહિત જોઈ શકશે કે પુનર્જન્મનો સિદ્ધાન્ત કેવી પ્રબળતાથી ભાવનામય પ્રદેશ ઉપર અસર કરીને ઠેઠ વસ્તુસ્થિતિમાં આવી કરે છે અને શ્રદ્ધાના સામાન્ય મતો પેઠે એ મત પણ વ્યવસ્થિત રીતે પ્રવર્તે છે. વૈદ્ય સુદ્ધાંને પણ એમાંથી ત્રિદોષ વિષે વાંચવાનો આનંદ મળશે.-એક ત્રિદોષ એ પણ જણાશે કે જે કથાનાયિકાને જ નહિ. પણ સુધરેલા સમસ્ત સંસારને અને એ કથાકાર સુદ્ધાને લાગે છે.–વળી આપણી કથામાં પુનર્જન્મની ભાવના અવરોધભાવે પ્રકટ થાય છે, કારણ કે આપણે માત્ર કોઈ કઈ વાર સાંભળેલી એવી પ્રકૃતિ જીવનની સાચી કથાઓ પણ એમાં આવે છે. પ્રેમના (Brehm) પ્રાણજીવ વિષેના લેખો વાંચીશું તો આખા એશિયામાં અને બીજે પણ પિતાના સ્નેહને માટે પ્રખ્યાત થયેલા ચક્રવાક જાતિના પંખી માટે નીચે પ્રમાણે જાણી શકીશું (ત્રીજી આવૃત્તિ, ૧૮૯૦-૧૮૯૨, ભાગ ૬, પૃષ્ઠ ૬૨૪): તુર્કસ્તાનમાં અમારામાંના એક જણે એક જોડામાંની માદાને ગોળી મારીને તેની પાંખ Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy