SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકના બે બોલ. _ પાદલિતાચાર્યનું નામ જૈન સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ આદિ અનેક ગ્રંથમાં એમના સંબંધમાં કેટલું લખેલું મળી આવે છે. . સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જૈનતીર્થ શત્રુંજયગિરિની પવિત્ર તળાટીમાં વસેલું પાલીતાણા નામનું પાટનગર એ જ આચાર્યના નામનું અતિ પ્રાચીન સ્મરણસ્થાન છે એમ ઘણી જુની જેને માન્યતા છે. પ્રભાવક અને ચમત્કારી પુરુષ તરીકેની ચિરપ્રચલિત ખ્યાતિ કરતાં યે પંડિતગણમાં પ્રકૃષ્ટ પ્રતિભાશાલી પુરૂષ તરીકેની કીતિ એમની ઘણી જૂની છે. જે રસપૂર્ણ કથા વાચકેના હાથમાં છે તેના મૂળ કર્તા એ જ આચાર્ય હતા. એક કાળ-ઘણું જૂના સૈકાઓમાં જ્યારે સંસ્કૃત ભાષાની સર્વશ્રેષ્ઠ ગદ્ય કાવ્ય અને કથાના કર્તા ભટ્ટ ભાણુને જન્મ યે થયા ન હતા ત્યારે પાદલિતાચાર્યની તાતી કથા સહૃદય વિકાનેના સુકુમાર મનને ગંગાના કલ્લે ની માફક નચાવ્યા કરતી હતી. સંસ્કૃત વાસવદત્તા અને પ્રાકૃત તરંગવતી એ બંને કથાઓ સેંકડે વર્ષો સુધી ભારતીય સરસ્વતી દેવીની કર્ણ—કલિકાઓ મનાતી હતી. જૈન આગમ સાહિત્યના દ્વિતીય યુગના મૂળ સૂત્રધાર વિદ્યમાન જૈન વાભયને અમર સ્વરૂપ આપનાર યુગપ્રવર જિનભદ્રગણિક્ષમાશ્રમણે પોતાના આવશ્યક મહાભાષ્યમાં (જુએ ગાથા ૧૫૦૮) તરંગવતીને નામનિર્દેશ કર્યો છે અને તેનું જ પુનરુચ્ચારણ આચાર્યવર્ય હરિભદ્દે પિતાની આવશ્યક ટીકામાં કર્યું છે. હરિભદ્રના શિષ્ય અને કુવલયમાલા કથાના કર્તા દાક્ષિણ્યચિ ઉદ્યોતન સૂરિએ (શક સંવત ૭૦૦, વિક્રમ સંવત્ ૮૩૫) પિતાની કથાના પ્રારંભમાં પાદલિપ્તાચાય ની પ્રતિભાની પ્રશંસા સૂચવતા ત્રણ કે લખ્યા છે. તેમાં તમારી માટે લખ્યું છે કે – चक्काय जुवल सहिया रम्मत्तण-रायहंस-कयहरिसा। जस्स कुलप्पन्चयस्स व वियरइ गंगा तरंगमई ॥ મહાકવિ ભટ્ટમાણુને વિધિએ અર્જેલા અદ્વિતીયતાના આસનથી ઉતારી પાડ નાર સિદ્ધ સારસ્વત કવીશ્વર ધનપાળે પણ પિતાની તિરાખંજરની પીઠિકામાં પાદ. લિસની રતુતિ કરતાં લખ્યું છે કે – . प्रसन्नगम्भीरपया रथाङ्गमिथुनाश्रया। पुण्या पुनाति गङ्गेव गां तरङ्गवती कथा ॥ શુપાલન જર્જ નામે પ્રાકૃત ભાષામાં એક ઉત્તમ ચરિત્ર રચનાર લક્ષમણ ગણિએ ( વિ. સં. ૧૧૯), એ ચરિત્રની પ્રસ્તાવનામાં પૂર્વ કવિઓનાં ગુણગાન કરતાં તરંગવતીનું ગૌરવ આ પ્રમાણે ગાયું છે Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy