SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Reflections LeSClobe અંતરને આનંદદાયક. ભવભ્રમણની ભ્રમણાને ટાળનારી અલૌકિક પ્રભુજીની પ્રતિમાઓ નયનરમ્ય છે, અને આ જીવનને શાંત સુધારસ પાનારી છે. સા. નિત્યોદયાશ્રીજી મ. સા. આ પત્થરની મૂર્તિઓ જાણે સાક્ષાત્ ન હોય તેવો અનુભવ થયો છે. ફક્ત આ મૂર્તિઓને દર્શનીય ન રાખતા આગળ વધીને વંદનીય, તેનાથી આગળ વધીને પૂજનીય બનાવવા પૂરતો પ્રયાસ થાય તો સારું, કારણ ધાતુ/આરસ તો ઘણા પૂજનીય જોયા છે. પણ અલગ-અલગ રત્નોની પ્રતિમા પૂજનીય ઘણી ઓછી જોઇ છે. · સા. તત્ત્વપૂર્ણાશ્રીજી મ. સા. અદ્ભૂત ૮૦ વર્ષની ઉંમરમાં આટલી જુદીજુદી પાષાણની બનેલી અતિ સુંદર પ્રતિમાઓ જોવાની તક મળી નથી. રજનીભાઈની મહેરબાનીથી જીંદગીમાં ન જોયેલું ખૂબ જ સુંદર પ્રદર્શન જોવા મળ્યું. ખૂબ ખૂબ અનુમોદના. શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શાહ Reflections અદ્ભુત... શબ્દો ઓછા પડે અને ભાવ વહ્યા કરે. આ કલેક્શન બતાવીને આપણો વૈભવ આપણે જાણી શક્યા. જૈન હોવાનું વધારે અભિમાન થયું. યુવાવર્ગને તમે રસ્તો બતાવ્યો. આભાર, અંતરની શુભેચ્છા. 462 4 સમ્યક્દર્શનની શુદ્ધિ કરનાર, પરમતત્ત્વ લગી પહોંચાડનાર પરમાત્માના દર્શન કરી હૈયું અતિઉલ્લસીત બન્યું છે. જે આ પ્રતિમાના દર્શન કરશે તેનું સમ્યગ્દર્શન નિર્મળ બનશે. - સા. રાજચંદ્રાશ્રીજી મ. સા. કલિયુગના પંચમ આરામાં પણ દેવોની અલૌકિક અદશ્ય સહાયતા ભકતોને મળે છે, અમે આવી સુંદર, નયનરમ્ય, અદ્ભૂત મૂર્તિઓના દર્શન કરીને ભવના આ ફેરામાં ધન્યતા અને શાંતિનો અનુભવ કર્યો. જ્યાં પણ આ મૂર્તિની સ્થાપના થશે. ખરેખર એ ભૂમિ, શહેર, ગામમાં અનંતા પુણ્યના પ્રભાવે આવી મૂર્તિઓના દર્શન કરીને સર્વ જીવો ધન્યતા અનુભવશે. જે સ્વપ્ન જોવાનું પણ મુશ્કેલ છે તે સ્વપ્ન અહીં સાકાર થઈ રહયું છે. ‘ન ખલુ એવં ભુઅ’- આ કલ્પસૂત્રના શબ્દો અહીં જીવંત બન્યા છે. આપણા ધર્મનું અભિમાન જાગે તેવી સુંદર અને સાકાર કલ્પના. વૈરાગ્યરતિવિજય, પ્રશમરતિવિજય
SR No.009859
Book TitleAshtapad Maha Tirth 01 Page 422 to 528
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages107
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy