SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth અષ્ટાપદ પર્વત પર જઈ શું કર્યું ? (૧) ચોવીસે તીર્થંકર પ્રભુને વાંઘા. (૨) જગચિંતામણિ ચૈત્યવંદન રચ્યું. (૩) વસ્ત્વામીના જીવ દેવ તિર્થંભકને (પુંડરીક કંડરીક અધ્યયન ભણી) પ્રતિબોધ. (૪) વળતાં ૧૫૦૩ તાપસોને પ્રતિબોધ, દીક્ષા, પારણું. પારણું : ખીર ખાંડ ભૃત આણી, અમિ અવુઠ અંગુઠ વિ, ગોયમ એકણ પાત્ર, કરાવે પારણું સવિ.' (રાસ, ગાથા-૪૦) ગોચરી વાપરતાં ૫૦૧ને કેવળજ્ઞાન, સમવસરણ દેખતાં ૫૦૧ કેવળી, જિનવાણી સાંભળી ૫૦૧ કેવળી-એમ સર્વે ૧૫૦૩ કેવળી થયા. શ્રી ગૌતમ ગુરુ જેને દીક્ષા આપે તે કેવળી થાય. આમ ૫૦,૦૦૦ ગૌતમગુરુના શિષ્ય કેવળ પામ્યા. પ્રભુ મહાવીરના ૭૦૦ શિષ્યો મોક્ષે ગયા છે. ‘તીર્થ અષ્ટાપદે આપ લધે જઈ, પંદરશે ત્રણને દીખ્ખ દીધી, અમને પારણે તાપસ કારણે ક્ષીર લબ્બે કરી અખૂટ કીધી.’ (‘છંદ ઉદયરત્ન’) કેવળજ્ઞાન પામવાનો દિવસ-સમય : કારતક સુદ ૧ (ઝાયણી) પરોઢીએ. કેવળજ્ઞાન પામવાનું નિમિત્ત : ભગવાનનું નિર્વાણ. કેવળજ્ઞાન પામવાનું વર્ષ ઃ વિક્રમ વર્ષ પૂર્વ ૪૭૦ વર્ષ કેવલી પર્યાય : ૧૨ વર્ષ કેવળજ્ઞાન પામ્યા પહેલાં મનોવેદના : શ્રી વીર પ્રભુના નિર્વાણથી વેદના. ૧. ‘ધ્રુસક પડ્યો તવ ધ્રાસકો, ઉપન્યો ખેદ અપાર; વીર-વીર કહી વલવલે સમરે ગુણ-સંભાર.' પૂછીશ કોને પ્રશ્ન હું, ભંતે કહી ભગવંત; ઉત્તર કુણ મુજ આપશે, ગોયમ કહી ગુણવંત.' ૨. વિજયમાણિક્યસિંહસૂરિ શ્રી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન પૂર્વે કેટલાં જ્ઞાન : મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ-૪. સમક્તિ કર્યું હતું : ક્ષાયોપશમિક. પ્રભુ મહાવીરને કેટલા ગણધર : ૧૧ ગણધર ભગવંત. પ્રભુ મહાવીર પછી કેટલા મોક્ષે પધાર્યા : ૨. (૧) શ્રી ગૌતમસ્વામી (૨) શ્રી સુધર્મસ્વામી. વર્તમાન પટ્ટ પરંપરા કયા ગણધરની : શ્રી સુધર્મસ્વામીની પટ્ટ પરંપરા. વર્તમાન ૧૧ અંગ કોની રચના : શ્રી સુધર્મસ્વામીની. (સિવાય શ્રી ભગવતીજી) શ્રી ભગવતીજીમાં કેટલા પ્રશ્નો છે? ૩૬૦૦૦ પ્રશ્નો શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા. ‘કરણી’ એક ઉચ્ચતમ ક્રિયાપાત્રતાનું સૂચક છે. સાથે એ પણ ધ્વનિત થાય છે કે એ મહાન તત્ત્વજ્ઞાની કેવળ-જ્ઞાનસાગરને આરપાર માપવામાં જ કેવળ સમર્થ ન હતા; પરંતુ આચારક્રિયાનું પણ ઉચ્ચતમ ઉદાહરણ બનીને હજારો વર્ષ બાદ આજે પણ ઝગમગી રહેલી છે. ગૌતમસ્વામીની તપશ્ચર્યાની સાથે શાન્તિસહિષ્ણુતાનો મણિ-કાંચન સંયોગ હતો. શાન્તિને કારણે તપજ્યોતિથી તેમનું મુખ-મંડળ દેદીપ્યમાન હતું. ગૌતમસ્વામીએ તપ કરીને આત્મજ્યોતિને દેદીપ્યમાન બનાવી હતી. આ તપમાં કોઈ પ્રકારની કામના, આશંસા અને યશઃકીર્તિની અભિલાષા ન હતી. સમતા એ સાધનાના કેન્દ્રમાં હતી અને અહિંસા, સંયમ અને તપની સિદ્ધિના માટે એ સાધના સમર્પિત થઈ હતી. ગુરુ ગૌતમ જ્યાં હોય ત્યાં આનંદ અને પ્રસન્નતાની મધુરતા પ્રસરતી રહેતી. અધ્યાત્મની ચરમ સ્થિતિ પર પહોંચેલા સાધક માટે તપોજન્ય લબ્ધિઓ અને સિદ્ધિઓ તેમનાં ચરણોમાં આળોટવા લાગે છે. ગુરુ ગૌતમસ્વામીનો પુણ્યાનુયોગ કંઈક એવો વિશિષ્ટ હતો કે લબ્ધિઓના ભંડારરૂપ બનીને દીન-દુઃખી જીવોના મોટા આધાર, અશરણના શરણ અને દીનોના ઉદ્ધારક તરીકે કીર્તિના Gautam Swami - Ek Adhyayan as 304 a
SR No.009858
Book TitleAshtapad Maha Tirth 01 Page 336 to 421
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages86
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy