SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth વૃષ્ટિને કારણે આર્દ્ર દેહવાળા તે મુનિવરના મસ્તક પર ધન્યે પોતાનું છત્ર ધારણ કરી રાખ્યું. તેની આવા પ્રકારની સંધ્યા સમય સુધીની એકધારી સેવા-શુશ્રૂષાથી તે મુનિવર મુશ્કેલી ભરેલી વાયુ તથા વૃષ્ટિની પીડાને પાર કરી ગયા. પછી તે મુનિવરને નમસ્કાર કરીને ધન્યે મીષ્ટ વાણીથી પૂછયું કે— “હે પૂજ્ય ! કયાંથી આવો છે અને આપને કઈ દિશા તરફ જવાની ઈચ્છા છે ? તે આપ જણાવો.'' મુનિવરે જણાવ્યું કે- “મારા ગુરુવર્યને વાંદવાની ઇચ્છાથી હું પાંડય દેશમાંથી લંકા તરફ જઈ રહ્યો છું, પરંતુ માર્ગમાં જ હમણાં વર્ષાઋતુ આવતી જાણીને તેમજ પૃથ્વી પર અત્યંત જીવોત્પત્તિ થવાને કારણે આ સ્થળે જ ચાતુર્માસ વ્યતીત કરવા માગું છું.'' આ પ્રમાણે મુનિવરનું કથન સાંભળીને, પોતાના આવાસે તે મુનિવરને લઈ જવાને માટે ધન્યે, કાદવ થઈ ગયો હોવાથી બેસવા માટે પાડો આપ્યો ત્યારે ‘અમારે વાહન પર ચડવું યોગ્ય નથી.'' એમ કહીને મુનિશ્રેષ્ઠ તેની સાથે જ નગરમાં પગે ચાલતાં ગયા. પોતાના ઘરે, ભક્તિતત્પર ધ અમૃત સરખા દૂધથી તે મુનિશ્રેષ્ઠને પુણ્યના કારણરૂપ પારણું કરાવ્યું. તે મુનિવર પણ ધુસરી તેમજ ધન્યને ધર્મોપદેશ આપીને, વર્ષાઋતુનો સમય વીતાવીને, પોતાના ગુરુ પાસે લંકા નગરી તરફ ચાલ્યા ગયા. ધર્મરૂપી સંપત્તિ દ્વારા સુંદર ગૃહસ્થ ધર્મને ધારણ કરતાં તે બંને વૃદ્ધ બન્યા. અંતસમયે સર્વ સંગનો ત્યાગ કરીને, ધૈર્યશાલી તેમજ મહાવ્રતધારી તે બંનેએ પોતાના દેહનો ત્યાગ કર્યો અને ત્યારબાદ નિરંતર સુખદાયી સ્વર્ગ સરખા હૈમવંત ક્ષેત્રમાં યુગલિક તરીકે ઉત્પન્ન થયા. તે હૈમવંત ક્ષેત્રમાં સુવર્ણની ભૂમિ છે, પક્ષીઓ મધુર સ્વરવાળા છે, પાણી નિર્મળ અને શીતલ છે અને પવનો સુખકર વાય છે. તે ક્ષેત્રમાં આયુને અંતે યુગલિક એક યુગલને જન્મ આપે છે અને ૭૯ દિવસ પર્યન્ત તે યુગલની લાલનાપાલના કરીને સ્વર્ગે જાય છે. તે ક્ષેત્રમાં કલ્પવૃક્ષો વસ્ત્ર, પાત્ર, ઘર, પુષ્પમાળા, શય્યા, ભોજન અને આસન વિગેરે સર્વ વાંછિત વસ્તુઓ આપે છે. તે યુગલિક પણ હૈમવંત ક્ષેત્રમા ભાવોને સંપૂર્ણપણે અનુભવીને માટેંદ્ર નામના દેવલોકમાં દેવ-દેવી તરીકે ઉત્પન્ન થયા. તેજસ્વી દેહને ધારણ કરતાં ક્ષીરડિંડિર અને ક્ષીરડિંડિરા નામના તે બંને દેવ-દેવી અરસ-પરસ અત્યંત સ્નેહભાવથી રહતો હતા. તે માટેંદ્ર દેવલોકમાં સાત સાગરોપમ અને એક પલ્યોપમનું આયુષ્ય ભોગવીને, ત્યાંથી ચ્યવીને તમે બંને નલ તથા દમયંતી તરીકે ઉત્પન્ન થયા. પૂર્વે તેં જે મુનિને સાર્થથી વિખૂટા પાડ્યા હતા તેથી આ ભવમાં તને તારી પત્ની દમયંતી સાથે વિયોગ થયો. જો, તે સમયે, તે તે મુનિવરને ખમાવ્યા ન હોત તો આજે તારો વિરહાનલ કઈ રીતે શાંત બનત ? ધન્યના ભવમાં મુનિવરના મસ્તક પર જે તેં છત્ર ધારણ કરી રાખ્યું હતું તેથી આ ભવમાં તને એકછત્ર સામ્રાજ્ય પ્રાપ્ત થયું. “વીરમતીના ભવમાં દમયંતીએ અષ્ટાપદ પર્વત પર શ્રી તીર્થંકર ભગવંતોના ભાલપ્રદેશમાં જે તિલકો સ્થાપિત કર્યા હતા તેને લીધે દમયંતી, લલાટમાં અત્યંત તેજસ્વી તિલકવાળી બની. પાંચ ભવોથી જે તમે દંપતીરૂપે થતાં આવ્યા છો તેથી પૂર્વના ભવોના સંસ્કારથી આ ભવમાં તમારો અદ્ભૂત દામ્પત્ય પ્રેમ પ્રગટ્યો છે.'' આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળીને અંતઃકરણમાં વિચારણ કરતાં અને શરીરકંપને અનુભવતાં નલ-દમયંતી બંને મૂર્છા પામ્યા, દર્પણમાં પોતાના પ્રતિબિંબની માફક સ્વપ્નમાં પૂર્વભવોને જોઇને, મૂર્છાનો ત્યાગ કરીને તે બંને પુનઃ સ્વસ્થ થયા. ત્રણ લોકના ભાવોના સાક્ષીભૂત, પરમાવધિજ્ઞાની શ્રી શ્રુતસાગર મુનિવરની અનુભવયુક્ત વાણીની સ્તુતિ કરતાં અને તેમની અધિક વૈયાવચ્ચ દ્વારા રાત્રિને વ્યતીત કરીને તેઓ બંને સૂર્યોદય-સમયે પોતાના આવાસે ગયા. Rani Virmati - 302 -
SR No.009858
Book TitleAshtapad Maha Tirth 01 Page 336 to 421
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages86
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy